એપશહેર

તનુશ્રીના આરોપો સામે નાનાએ તોડ્યું મૌન, કોર્ટમાં જશે

Shailesh Thakkar | I am Gujarat 27 Sep 2018, 8:13 pm
I am Gujarat nana patekar says he will take legal action against tanushree dutta for harassment allegations
તનુશ્રીના આરોપો સામે નાનાએ તોડ્યું મૌન, કોર્ટમાં જશે


આખરે તનુશ્રીના આરોપોનો નાનાએ આપ્યો જવાબ

બોલિવૂડ એક્ટર નાના પાટેકરે આખરે તનુશ્રી દત્તા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે. પૂર્વ મિસ ઈન્ડિયા તનુશ્રીએ નાના પર 2009માં ‘હૉર્ન ઑક પ્લીઝ’ના સેટ પર દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ નાના પાટેકરનો બચાવ કરતા તનુશ્રીએ તેને પણ વિવાદમાં લપેટી લીધો અને આરોપ લગાવ્યો કે, ગણેશ બે ચહેરાવાળો એટલે કે બનાવટી માણસ છે.

નાનાએ ફગાવ્યા યૌન શોષણના આરોપો

હવે નાનાએ આ મુદ્દે પોતાની વાત રજૂ કરી છે. મિરર નાઉ સાથે વાત કરતા 67 વર્ષીય નાનાએ તનુશ્રીના તમામ આરોપોને ફગાવી દીધા. તેમણે કહ્યું કે, ‘હું આ વિશે શું કહી શકું કે તે આવું કેમ કહી રહી છે? હું કેવી રીતે જાણી શકું કે, તે આ બધું કેમ બોલી રહી છે? યૌન શોષણથી તેનો મતલબ શું છે? સેટ પર મારી સાથે 50-100 લોકો રહેતા હોય છે.’

કાયદાકીય પગલાં લેશે નાના

નાનાએ આગળ જણાવ્યું કે, ‘હું તેની સામે કાયદાકીય પગલાં ભરીશ પણ આ બધું મીડિયાને જણાવવાની જરૂર નથી કારણ કે, તમે તો ગમે તે ચલાવશો. જેને જે કહેવું હોય કહેતા રહે, હું મારું કામ કરીશ.’

મહિલા સાથે મારપીટ પણ ચૂક્યા છે નાના : તનુશ્રી

જણાવી દઈએ કે, તનુશ્રી લાંબા સમય બાદ અમેરિકાથી ભારત પરત આવીને આ આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, ‘નાનાનો મહિલાઓ સાથે છેડતીનો ઈતિહાસ રહ્યો છે.’ તેણે કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં બધાને ખબર છે કે, તે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે છે. તે એક્ટ્રેસિસ પર હાથ પણ ઉઠાવી ચૂક્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો