એપશહેર

'તુને મુજે બુલાયા મા શેરાવાલીએ'ના ગાયક અને ભજનસમ્રાટ નરેન્દ્ર ચંચલનું નિધન

નરેન્દ્ર ચંચલનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં અવસાન થઈ ગયું છે. તેઓ 3 મહિનાથી બીમાર હતાં.

I am Gujarat 22 Jan 2021, 5:14 pm
'તુને મુજે બુલાયા..મા શેરાવાલીએ' અને 'બેશક મંદિર મસ્જિદ તોડો' જેવા સુપરહિટ ગીત આપનાર પ્રસિદ્ધ ભજન ગાયક નરેન્દ્ર ચંચલનું ગુરુવાર 22 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં નિધન થઈ ગયું છે. તેમની ઉંમર 80 વર્ષ હતી. રિપોર્ટ્સ અનુસાર, તેઓ 3 મહિનાથી બીમાર હતાં. સારવાર દરમિયાન દિલ્હીની એપોલો હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. માતા વૈષ્ણોદેવીમાં તેમને ખૂબ જ આસ્થા હતી. વર્ષ 1944થી સતત માતા વૈષ્ણોદેવીના દરબારમાં આયોજીત થતી વાર્ષિક જાગરણમાં હાજરી આપતાં હતાં. જોકે, આ વર્ષે કોરોનાકાળના કારણે હાજરી આપવી શક્ય બની નહોતી. નોંધનીય છે કે, નરેન્દ્ર ચંચલનો જન્મ પંજાબના અમૃતસરમાં 16 ઓક્ટોબર 1940ના રોજ થયો હતો. તેઓ જગરાતા (એક ધાર્મિક કાર્યક્રમ)માં ગાતા હતાં અને ધીમે ધીમે અનેક સંઘર્ષ પછી બોલિવૂડમાં ભજન સમ્રાટ તરીકે સિક્કો જમાવવામાં સફળ રહ્યા હતાં.
I am Gujarat narendra chanchal passes away at the age of 80
'તુને મુજે બુલાયા મા શેરાવાલીએ'ના ગાયક અને ભજનસમ્રાટ નરેન્દ્ર ચંચલનું નિધન


બોલિવૂડમાં અનેક હિટ ગીતમાં આપ્યો છે અવાજ
નરેન્દ્ર ચંચલ દેવીમાતાના ભક્તિ ગીત ગાવા માટે પણ ખૂબ જ ફેમસ હતાં. તેમણે બોલિવૂડમાં અનેક હિટ ગીતમાં અવાજ આપ્યો છે. નરેન્દ્ર ચંચલને બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળી ચૂક્યો છે. નરેન્દ્ર ચંચલે માત્ર પંજાબી જ નહીં, હિંદી ફિલ્મ્સમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. તેમણે અનેક ભજન ગાયા છે. નરેન્દ્ર ચંચલના ફેન્સ એટલું તો જાણે જ છે કે જેટલા તેમના ભજન પસંદ કરવામાં આવતા હતાં તેટલો જ ક્રેઝ જગરાતાનો પણ હતો. તેમના જગરાતામાં થોડી જ મિનિટોમાં ભીડ એકઠી થઈ જતી હતી.


'બોબી'થી કરી હતી બોલિવૂડમાં શરુઆત
નરેન્દ્ર ચંચલનો જન્મ અમૃતસરમાં થયો હતો. તેમણે બોલિવૂડમાં ગીત ગાવાની શરુઆત ઋષિ કપૂરની ફિલ્મ 'બોબી'થી 1973માં કરી હતી. ફિલ્મ 'બોબી'માં તેમણે 'બેશક મંદિર મસ્જિદ તોડો' ગાયું હતું. જે પછી તેમણે અનેક ફિલ્મી ગીત ગાયા. જોકે, તેમને અસલી ઓળખ મળી 'ચલો બુલાવા આયા હૈ'થી, જેમણે તેમને રાતોરાત સફળતા મળી હતી. તાજેતરમાં જ નરેન્દ્ર ચંચલે કોરોનાને લઈને એક ગીત ગાયું હતું. જે ખૂબ જ વાઈરલ થયું હતું. જે પછી 'બેનામ', 'રોટી કપડા ઔર મકાન' અને 'અવતાર' જેવી ફિલ્મ્સમાં તેમના ગીત ફેમસ થયા હતાં. જે પછી તેમણે ભજન ગાયીકીમાં ખૂબ જ મોટું નામ મેળવ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો