એપશહેર

પિયર જતાં પહેલા જેઠાણી અને નાનકડા કવીરના સ્વાગતની Natasa Stankovicએ કરી તૈયારી, સરપ્રાઈઝ જોઈને ખુશ ગઈ Pankhuri Sharma

ક્રિકેટર કૃણાલ પંડ્યા (Krunal Pandya) અને પત્ની પંખુડી શર્મા (Pankhuri Sharma)એ ગત અઠવાડિયે જ દીકરાના પેરેન્ટ્સ બન્યા હોવાની જાણકારી આપી હતી. ભાઈના ઘરે પારણું બંધાતા હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાની ખુશી પણ સાતમા આસમાને છે. પંખુડી શર્મા શુક્રવારે પોતાના દીકરાને લઈને ઘરે આવી હતી ત્યારે તેના શાનદાર સ્વાગતની તૈયારી નતાશાએ કરી રાખી હતી.

Authored byશિવાની જોષી | I am Gujarat 30 Jul 2022, 2:39 pm

હાઈલાઈટ્સ:

  • નતાશા સ્ટેનકોવિક હાલ દીકરા અગસ્ત્ય સાથે સર્બિયામાં છે.
  • નતાશા જતાં પહેલા પંખુડી અને કવીરના સ્વાગતની તૈયારી કરીને ગઈ હતી.
  • નતાશાનું આખા પંડ્યા પરિવાર સાથે ખૂબ સારું બોન્ડિંગ છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat kavir welcome
કવીરના સ્વાગત માટે નતાશા સ્ટેનકોવિકે કરી તૈયારીઓ
ક્રિકેટર કૃણાલ પંડ્યા (Krunal Pandya) અને પત્ની પંખુડી શર્મા (Pankhuri Sharma)એ ગત અઠવાડિયે જ દીકરાના પેરેન્ટ્સ બન્યા હોવાની જાણકારી આપી હતી. ભાઈના ઘરે પારણું બંધાતા હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) સહિત આખો પરિવાર ખુશખુશાલ છે. હાર્દિક પંડ્યા જોઈન્ટ ફેમિલીમાં રહે છે અને પરિવારના બધા જ સભ્યો વચ્ચે ખૂબ પ્રેમ છે. પંડ્યા પરિવાર એકસાથે કઈ રીતે સમય વિતાવે છે તેની ઝલક નતાશા અનેકવાર સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવી ચૂકી છે. હવે પરિવારમાં નવું મહેમાન આવ્યું છે તેનું સ્વાગત શાનદાર રીતે થાય તેની વ્યવસ્થા નતાશાએ કરી છે.
અંતિમ શ્વાસ લેતા પહેલા રસિક દવેએ પત્ની કેતકી પાસે લીધું હતું એક વચન! અલ્પના બુચે કર્યો ખુલાસો

કવીરના સ્વાગત માટે કાકી નતાશાએ કરી તૈયારી
View this post on Instagram A post shared by IamGujarat (@iamgujarat)


કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માના દીકરા કવીરના સ્વાગત માટે ઘરને ટેડીબેર અને બલૂન્સથી સજાવવામાં આવ્યું હતું. સાથે જ તેના આગમન પર મોં મીઠું કરવા માટે બેબી એલિફન્ટ થીમને કેક મગાવવામાં આવી હતી, જે તેની કાકી નતાશા સ્ટેનકોવિકે મગાવી હતી. ટુ-ટાયરની કેકની ટોચ પર નાનકડો હાથી બલૂન્સ સાથે બેઠેલો જોવા મળે છે. કેક પર વેલકમ કવીર લખવામાં આવ્યું છે. આ સુંદર ડેકોરેશન અને કેક માટે પંખુડીએ નતાશાનો આભાર માન્યો હતો. પંખુડીએ કેક અને ડેકોરેશનનો વિડીયો શેર કરતાં લખ્યું, "નતાશા અમારા માટે આ સુંદર સરપ્રાઈઝનું આયોજન કરવા બદલ આભાર."

નતાશા હાલ પોતાના પિયરમાં છે


ઉલ્લેખનીય છે કે, નતાશા સ્ટેનકોવિક હાલ તેના પિયર સર્બિયામાં છે. નતાશાના દીકરા અગસ્ત્યનો આજે એટલે 30 જુલાઈએ બર્થ ડે છે ત્યારે દીકરાના જન્મદિવસ પહેલા જ તે પોતાના પેરેન્ટ્સ પાસે સર્બિયા પહોંચી ગઈ છે. સર્બિયા જતાં પહેલા નતાશા, પંખુડી અને કવીરના સ્વાગતની તૈયારીઓ કરીને ગઈ હતી.

નતાશાએ શેર કરી હતી કવીર સાથે તસવીર
View this post on Instagram A post shared by Nataša Stanković Pandya 🧡 (@natasastankovic__)


જણાવી દઈએ કે, અત્યાર સુધી પંડ્યા પરિવારમાં હાર્દિક અને નતાશાનો દીકરો અગસ્ત્ય ખૂબ લાડલો હતો. પરંતુ હવે કવીર આવી ગયો છે ત્યારે પરિવારના સભ્યો બંનેને લાડ લડાવશે. નતાશાએ થોડા દિવસ પહેલાજ કવીર સાથેની સુંદર તસવીર શેર કરી હતી જેમાં તે અગસ્ત્યને નાનકડા ભાઈને વહાલ કરવાનું શીખવતી દેખાય છે. નતાશાએ આ ફોટો શેર કરતાં લખ્યું હતું, "એક જ તસવીરમાં અઢળક પ્રેમ છે. દુનિયામાં તારું સ્વાગત છે કવીર."

કાકા બન્યો હાર્દિક પંડ્યા, ભાઈ કૃણાલ અને ભાભી પંખુડીના ત્યાં આવ્યું નાનકડું મહેમાન

2017માં કૃણાલ-પંખુડીએ લગ્ન કર્યા હતા
View this post on Instagram A post shared by Krunal Himanshu Pandya (@krunalpandya_official)


જણાવી દઈએ કે, કૃણાલ પંડ્યાએ 2017માં મોડલ પંખુડી શર્મા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ કૃણાલ અને પંખુડી પેરેન્ટ્સ બન્યા છે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story