એપશહેર

ડ્રગ્સ કેસઃ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીતને NCBનું તેડું

રિયા અને તેના ભાઈ શૌવિકની વ્હોટ્સએપ ચેટની તપાસમાંથી પણ બોલિવૂડની ટોપ એક્ટ્રેસિસના નામ સામે આવ્યા હતાં.

I am Gujarat 23 Sep 2020, 6:02 pm
સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ રિયા ચક્રવર્તીની 9 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી. આ સાથે જ તેના ભાઈ શૌવિક અને ડ્રગ પેડલરની પણ ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમિયાન અનેક મોટા બોલિવૂડ સેલેબ્સના નામનો ખુલાસો થયો હતો. આ ઉપરાંત એનસીબીની રિયા અને તેના ભાઈ શૌવિકની વ્હોટ્સએપ ચેટની તપાસમાંથી પણ બોલિવૂડની ટોપ એક્ટ્રેસિસના નામ સામે આવ્યા હતાં. હવે NCBએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહને સમન પાઠવવામાં આવ્યું છે.
I am Gujarat ncb issues summons to deepika padukone sara ali khan shraddha kapoor and rakul preet singh
ડ્રગ્સ કેસઃ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીતને NCBનું તેડું


જયા સાહાએ કબૂલ કરી હતી ડ્રગ્સની વાત
NCBની પૂછપરછમાં ટેલેન્ટ મેનેજર જયા સાહાએ કબૂલ કર્યું છે કે તેણે ઘણા સેલિબ્રિટીઝ માટે CBD ઓઈલ ખરીદ્યું હતું. સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી NCB સમક્ષ જયા સાહાએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતાં. મીડિયા રિપોર્ટ મુજબ, અત્યાર સુધીની પૂછપરછમાં જયા સાહાએ કબૂલ્યું છે કે, તેણે શ્રદ્ધા કપૂર માટે CBD ઓઈલ ખરીદ્યું હતું. આ સાથે જ જયા પૂછપરછમાં અન્ય કેટલાક નામ પણ લીધા છે. રિપોર્ટ મુજબ, જયાની પૂછપરછ બાદ જ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને દીપિકા પાદુકોણ જેવી એક્ટ્રેસિસનું નામ સામે આવ્યું છે.

મધુ મન્ટેનાની પણ થઈ શકે છે પૂછપરછ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ જયાને પૂછપરછ માટે બોલાવી હતી. જયા સાહા ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની ક્વાનની કર્મચારી છે, જે સુશાંત સહિતના મોટો એક્ટર્સનું કામ સંભાળે છે. મંગળવારે ક્વાનના CEO ધ્રુવને પણ પૂછપરછ માટે બોલાવાયા હતા. ક્વાનમાં પ્રોડ્યુસર મધુ મંટેનાનો પણ મોટો હિસ્સો છે. જ્યારે અનુજ કેશવાનીની સુશાંતના મોત મામલે બહાર આવેલી ડ્રગ્સ લિંકમાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર ડ્રગ પેડલિંગનો આરોપ છે અને હાલ તે જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે.

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી પણ NCBના રડારમાં
સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો બોલિવુડમાં ફેલાયેલી ડ્રગ્સની જાળ તપાસી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં બોલિવુડના ટોચના સેલિબ્રિટીના નામ સામે આવ્યા છે. બોલિવુડ બાદ હવે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી પણ NCBના નિશાને છે. ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે, ડ્રગ પેડલર આરોપી અનુજ કેશવાની અને રાહિલે પૂછપરછમાં ટીવી સ્ટાર્સ અબિગેલ પાંડે અને સનમ જોહરનું નામ આપ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આ કપલને સમન્સ પાઠવ્યું હતું

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો