એપશહેર

'A', 'S' અને 'R'નામવાળા દીપિકાના કો-સ્ટાર્સની પૂછપરછ થશે? NCBએ કરી સ્પષ્ટતા

દીપિકા પાદુકોણની પૂછપરછ બાદ તેની સાથે કામ કરી ચૂકેલા ત્રણ અભિનેતાઓ પણ NCBની રડારમાં હોવાનો અહેવાલો હતા.

TIMESOFINDIA.COM 30 Sep 2020, 3:35 pm
હાલમાં જ મીડિયામાં અહેવાલો હતા કે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર પછી બોલિવુડના એક્ટર્સને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો પૂછપરછ માટે બોલાવશે. દીપિકા પાદુકોણના ત્રણ કો-સ્ટારને NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) સમન્સ પાઠવશે તેવું પણ કહેવાઈ રહ્યું હતું. એટલું જ નહીં 'A', 'R' અને 'S' અક્ષરથી શરૂ થતાં નામના એક્ટર્સને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સમન્સ પાઠવશે તેવી ચર્ચા હતી. મીડિયામાં વહેતા થયેલા આ અહેવાલો પર એનસીબીએ સ્પષ્ટતા કરી છે.
I am Gujarat deepika padukone n1
દીપિકા પાદુકોણની 26 સપ્ટેમ્બરે થઈ હતી પૂછપરછ


અમારા સહયોગી ટાઈમ્સઓફઈન્ડિયા.કોમે 'સુપરસ્ટાર્સ'ની પૂછપરછ થવાના અહેવાલો અંગે NCBના અધિકારીને સવાલ કર્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું કે, 'આ અહેવાલ ખોટા છે.' NCB અધિકારીએ આગળ કહ્યું, "શું તમે ઈચ્છો છો કે અમુક મીડિયા હાઉસ દ્વારા ચલાવાઈ રહેલા ખોટા અહેવાલો પર હું જવાબ આપું?" જણાવી દઈએ કે, આ વરિષ્ઠ અધિકારી ડ્રગ્સ કેસ સંભાળી રહ્યા છે અને દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરનારી ટીમનો ભાગ પણ હતા. મહત્વનું છે કે, 26 સપ્ટેમ્બરે આ ત્રણેય એક્ટ્રેસની પૂછપરછ કરવામાં આવી હતી.

રિપોર્ટ પ્રમાણે, કથિત ડ્રગ્સ ચેટમાં શ્રદ્ધા કપૂર અને દીપિકા પાદુકોણનું નામ બહાર આવ્યું હતું જ્યારે સારાનું નામ એક બોટમેને આપ્યું હતું. સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ચાલી રહેલી પૂછપરછ દરમિયાન દિવંગત એક્ટરના ફાર્મહાઉસ પાસે આવેલા તળાવમાં બોટ ચલાવતા શખ્સે સારાનું નામ લીધું હતું. જો કે, મીડિયા રિપોર્ટનું માનીએ તો આ કેંદ્રીય એજન્સીએ સારા, શ્રદ્ધા અને દીપિકાને લગભગ ક્લિનચીટ આપી દીધી છે. તમામના જવાબો એકસરખા હોવાનું માલૂમ થતાં તેમને ક્લિનચીટ અપાઈ હોવાના અહેવાલ છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, 2017ની વિવાદિત વોટ્સએપ ચેટમાં વપરાયેલા માલ, વીડ, હેશ અને ડૂબ જેવા શબ્દો વિવિધ પ્રકારની સિગરેટના કોડવર્ડ હતા અને માત્ર મજાક-મસ્તી માટે આ શબ્દો વપરાયા હતા તેમ NCBને જાણવા મળ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દીપિકા પાદુકોણ અને તેની મેનેજર કરિશ્મા પ્રકાશને અલગ-અલગ રૂમમાં બેસાડીને એક સરખા સવાલ પૂછ્યા હતા. બંનેએ ચેટમાં વપરાયેલા શબ્દોના સમાન કોડવર્ડ જણાવતા NCBની ટીમ જવાબોથી સંતુષ્ટ હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતની મોતની તપાસ દરમિયાન ડ્રગ્સ એંગલ ખુલ્યું હતું અને એક પછી એક વોટ્સએપ ચેટ સામે આવતાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ પૂછપરછ અને ધરપકડની કાર્યવાહી કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો