એપશહેર

નેહા કક્કડના બર્થ ડે પર પતિ રોહનપ્રીતે કરી ખાસ બ્રેકફાસ્ટની વ્યવસ્થા, અડધી રાત્રે કેક પણ કાપી હતી

સિંગર નેહા કક્કડ આજે (6 જૂન) 33મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. રોહનપ્રીત સિંહ સાથે લગ્ન બાદ નેહાનો આ પહેલો જન્મદિવસ છે. રોહનપ્રીતે નેહા માટે લખી સ્પેશિયલ નોટ.

I am Gujarat 6 Jun 2021, 2:40 pm

હાઈલાઈટ્સ:

  • લગ્ન બાદ નેહાનો પહેલો બર્થ ડે પતિએ બનાવ્યો ખાસ.
  • અડધી રાત્રે કેક કાપીને કર્યું હતું સેલિબ્રેશન.
  • બર્થ ડે બ્રેકફાસ્ટની ઝલક નેહા કક્કડે બતાવી.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat neha kakkar gives glimpses of her birthday breakfast as husband rohanpreet singh had made special arrangement
નેહા કક્કડના બર્થ ડે પર પતિ રોહનપ્રીતે કરી ખાસ બ્રેકફાસ્ટની વ્યવસ્થા, અડધી રાત્રે કેક પણ કાપી હતી
સિંગર નેહા કક્કડ આજે (6 જૂન) 33મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. રોહનપ્રીત સિંહ સાથે લગ્ન બાદ નેહાનો આ પહેલો જન્મદિવસ છે. ત્યારે રોહનપ્રીતે પત્નીને લાડ લડાવામાં કશું જ બાકી નહોતું રાખ્યું. બર્થ ડેની આગલી રાત્રે કેક લાવવાથી માંડીને બીજા દિવસે સવારે સ્પેશિયલ બ્રેકફાસ્ટ અને ખાસ લેટર આપીને રોહનપ્રીતે નેહાનો બર્થ ડે યાદગાર બનાવ્યો છે.
View this post on Instagram A post shared by Rohanpreet Singh (@rohanpreetsingh)
પત્નીના બર્થ ડે પર રોહનપ્રીત સિંહે તેની સાથેની તસવીર શેર કરતાં એક રોમેન્ટિક નોટ લખી છે. રોહનપ્રીતે લખ્યું, "મારા પ્રેમ, મારી રાણી અને ધ નેહા કક્કડ. આજે તારો બર્થ ડે છે....મારે કહેવું છે કે, અત્યાર સુધી મેં તમારું જેટલું ધ્યાન રાખ્યું છે તેનાથી ઘણું વધારે આવનારા દરેક દિવસે રાખીશ. તમે મને દરેક પ્રકારે ખૂબ પસંદ છો. હું તમને વચન આપું છું કે, તમને બધી જ ખુશીઓ આપીશ. તમારો પતિ બનીને ગર્વ થાય છે. આપણી જિંદગીની દરેક ઘડીએ તમને પ્રેમ કરીશ. હેપી બર્થ ડે માય લવ. મને આશા છે કે જ્યારે તમે આ વાંચશો ત્યારે ચહેરા પર સ્માઈલ આવી જશે. તમને મારી બાજુમાં જોઉં છું ત્યારે લાગે છે કે ઈશ્વરના આશીર્વાદ છે. તમે હંમેશા માટે મારા છો. ભગવાનની કૃપા તારા પર હંમેશા રહે મારી નેહુ, મારી ક્વિન."

સાદગી અને સુંદરતાનો પર્યાય બની રહ્યા યામી ગૌતમના પ્રી-વેડિંગ ફંક્શન, આંખોમાં છલકાઈ ખુશી

View this post on Instagram A post shared by IamGujarat (@iamgujarat)


રોહનપ્રીતની આ પોસ્ટે નેહાને ખુશી ચોક્કસ આપી હશે. પરંતુ રોહનપ્રીતે સ્પેશિયલ બ્રેકફાસ્ટ અને લેટર આપીને નેહાના બર્થ ડેની શરૂઆત ધમાકેદાર રીતે કરાવી છે. નેહાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીયો શેર કરીને બતાવ્યું છે કે, તેનો આજના દિવસનો બ્રેકફાસ્ટ કેવો લાગે છે. વિડીયોમાં રોહનપ્રીત એક મોટું બાસ્કેટ લઈને ઊભેલો જોવા મળે છે. જેમાં ખાવાપીવાની વિવિધ વસ્તુઓ છે. આ જોઈને તો એવું જ લાગે છે કે, આમાં બધી જ નેહાની ભાવતી વસ્તુઓ હશે. સાથે જ રોહન કહે છે કે, નેહા માટે એક ખાસ લેટર પણ છે. વ્હાઈટ રિબિન બાંધેલો એક લેટર રોહનપ્રીત નેહાને આપે છે. આ દરમિયાન નેહા પતિના વખાણ કરતાં નેહા કહે છે કે, તે ખૂબ ક્યૂટ છે. સાથે જ રોહનપ્રીતને 'આઈ લવ યુ' પણ કહે છે.


આ પહેલા રોહનપ્રીતે નેહાના મીડ નાઈટ બર્થ ડે સેલિબ્રેશનની ઝલક પણ બતાવી હતી. આ તસવીરમાં સુંદર કેક, બુકે અને 'નેહુ' લખેલા બલૂન દેખાઈ રહ્યા છે. રોહનપ્રીતે લગ્ન બાદનો નેહાનો પહેલો બર્થ ડે યાદગાર બનાવામાં કોઈ કચાશ નથી રાખી તે સ્પષ્ટ થાય છે.
View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar)


એક દિવસ અગાઉ જ નેહા કક્કડે પોતાની બર્થ ડે માટે ઉત્સુકતા વ્યક્ત કરતી પોસ્ટ મૂકી હતી. તેનાએ પોતાની વિવિધ તસવીરો શેર કરીને લખ્યું હતું, "આવતીકાલે એટલે કે 6 જૂને મારી બર્થ ડે છે. હું એવું કહીશ કે હું ખૂબ ઉત્સાહિત છું.હકીકતે હું મારી દર બર્થ ડે માટે ઉત્સાહિત હોઉં છું. તમને ખબર છે કે હું જિંદગીને માણું છું, દરેક ક્ષણને જીવું છું, નાની-નાની વસ્તુઓમાં ખુશીઓ શોધું છું કારણકે કોને ખબર છે કે જિંદગીમાં આગળ કયો વળાંક આવશે, ભવિષ્યમાં શું થશે કોઈને નથી ખબર. આજે છો તો આજે સારી રીતે જીવી લો. તમે એક જ વાર જીવો છો તો જેવી રીતે રહી શકતા હો તેવી રીતે ખુશ રહો. તમારી જાત પ્રત્યે બહુ કઠોર ના રહેશો. ખુશ રહો અને ખુશીઓ વહેંચો. મારા નેહાર્ટ્સ કહે છે તેમ હેપી બર્થ ડે નેહુ."

શ્વાસ લેવામાં તકલીફ થતાં પીઢ અભિનેતા દિલીપ કુમારને હોસ્પિટલમાં દાખલ કરાયા

જણાવી દઈએ કે, રોહનપ્રીત સિંહ અને નેહા કક્કડે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં લગ્ન કર્યા હતા. ત્યારથી કપલ પોતાની લવ-ડવી તસવીરો ફેન્સ સાથે શેર કરતા રહે છે. નેહા કક્કડ બોલિવુડની પોપ્યુલર સિંગર પૈકીની એક છે. તો રોહનપ્રીત સિંહ જાણીતો પંજાબી સિંગર છે.

Read Next Story