એપશહેર

લેપટોપ પર 'બિગ બોસ' જોતો રહ્યો દર્દી, ડોક્ટર્સે કરી ઓપન બ્રેઈન સર્જરી

ઓપરેશન દરમિયાન આ દર્દીને તેનો પ્રિય ટીવી શૉ 'બિગ બોસ' અને હોલિવૂડ ફિલ્મ 'અવતાર' દેખાડવામાં આવી. દર્દીએ જ્યાં સુધી આ શૉ અને ફિલ્મ જોઈ ત્યાં તેની સર્જરી થઈ ચૂકી હતી.

I am Gujarat 23 Nov 2020, 5:57 pm
મનોરંજનની દુનિયા ખૂબ જ રસપ્રદ છે. કેટલીક ફિલ્મો અને ટેલિવિઝન શૉ એવા હોય છે કે તે જોતી વખતે દર્શકો તેમાં ખોવાઈ જાય છે. પરંતુ, આંધ્રપ્રદેશમાં ટીવી શૉ 'બિગ બોસ' જોવાના શોખીન એવા એક વ્યક્તિના એવા સમાચાર સામે આવ્યા છે જે જાણીને તમે ચોંકી જશો. આ વ્યક્તિની બ્રેઈન સર્જરી કરવાની હતી અને આ દરમિયાન તે સૂઈ જાય નહીં તે ખૂબ જરૂરી હતું.
I am Gujarat q7


તેવામાં આ વ્યક્તિની બ્રેઈન સર્જરી કરનાર ડોક્ટરે જોરદાર આઈડિયા દોડાવ્યો. ઓપરેશન દરમિયાન આ દર્દીને તેનો પ્રિય ટીવી શૉ 'બિગ બોસ' અને હોલિવૂડ ફિલ્મ 'અવતાર' દેખાડવામાં આવી. દર્દીએ જ્યાં સુધી આ શૉ અને ફિલ્મ જોઈ ત્યાં સુધીમાં તેની સર્જરી થઈ ચૂકી હતી.

આ ઘટના આંધ્રપ્રદેશના ગૂંટૂરની છે. એક ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, આ દર્દીનું નામ વારા પ્રસાદ છે. જ્યારે આ દર્દીનું ઓપરેશન કરવામાં આવે ત્યારે તેને બેભાન કરવાનો નહોતો. કારણકે આ એક ઓપન બ્રેઈન સર્જરી હતી. તેવામાં ડોક્ટર્સે આ સર્જરી દરમિયાન દર્દીને લેપટોપ પર ટીવી શૉ 'બિગ બોસ' અને 'અવતાર' મૂવી જોવાનું જણાવ્યું.

આ પહેલા પણ તે દર્દીનું વર્ષ 2016માં ઓપરેશન કરાયું હતું. પરંતુ, ત્યારે આ ઓપરેશન સંપૂર્ણરીતે સફળ રહ્યું નહોતું. બાદમાં આ દર્દીની ફરીવખત સર્જરી કરવામાં આવી. આ વખતે તે દર્દીનું ઓપરેશન સફળ રહ્યું અને તેને હવે હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો