એપશહેર

'રાધે શ્યામ' પ્રભાસ અને પૂજા હેગડેની રોમેન્ટિક જર્ની, રિલીઝ થયો મોશન Video

પ્રભાસના બર્થડે પર મેકર્સે તેમની આગામી ફિલ્મ 'રાધે શ્યામ'નો અદભૂત વિડીયો રીલીઝ કર્યો છે

I am Gujarat 23 Oct 2020, 10:41 pm
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પ્રભાસના 41મા જન્મદિવસ એટલે કે 23 ઓક્ટોબર શુક્રવારે તેમની આગામી ફિલ્મ 'રાધે શ્યામ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. આ ફિલ્મમાં પૂજા હેગડે પ્રભાસની સાથે જોવા મળશે. મેકર્સ ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડેના કેરેકટરનો ફર્સ્ટ લુક આ મહિનાની શરૂઆતમાં જાહેર કર્યો હતો.
I am Gujarat prabhas unveils radhe shyam motion video on his birthday
'રાધે શ્યામ' પ્રભાસ અને પૂજા હેગડેની રોમેન્ટિક જર્ની, રિલીઝ થયો મોશન Video


મેકર્સે એક સુંદર મોશન વિડીયો રિલીઝ કર્યો છે. તે એક રહસ્યમય દેખાતા જંગલની મધ્યમાં શરૂ થાય છે. જ્યાં વચ્ચે ટ્રેક પર ટ્રેન ચાલી રહી છે. તેમાં રોમિયો-જુલિયટ, લૈલા-મજનુ, દેવદાસ-પાર્વતી અને છેવટે રાધે-શ્યામની લવ સ્ટોરીની ઝલક બતાવવામાં આવી છે. પ્રભાસે તેના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ટીઝર શેર કર્યું છે.

View this post on Instagram Welcoming you all to the romantic journey of #RadheShyam. #BeatsOfRadheShyam @director_radhaa @hegdepooja @uvcreationsofficial @tseriesfilms @gopikrishnamvs #KrishnamRaju #BhushanKumar #VamsiReddy @uppalapatipramod @praseedhauppalapati #AAFilms @resulpookutty @prabhakaranjustin @radheshyamfilm A post shared by Prabhas (@actorprabhas) on Oct 22, 2020 at 11:22pm PDT

રાધા કૃષ્ણ કુમાર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'રાધે શ્યામ' માં પ્રભાસ અને પૂજા હેગડે ઉપરાંત સચિન ખેડેકર, ભાગ્યશ્રી, પ્રિયદર્શી, મુરલી શર્મા, સાશા ચેટ્રી અને કૃણાલ રોય કપૂર, સત્યરાજ, જગપતિ બાબુ, જયરામ, ભીના બેનર્જી, રિદ્ધિ કુમાર અને સત્યન પણ જોવા મળશે.

'રાધે શ્યામ' એ યુરોપમાં સ્થાપિત એક મહાકાવ્યાત્મક પ્રેમ કથા છે. હાલમાં પ્રભાસ અને પૂજા હેગડે ઇટાલીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં રજૂ કરવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો