એપશહેર

માધવને બંજર જમીનને લીલાછમ ખેતરમાં બદલી નાખી, હરિયાળી જોઈ વિશ્વાસ નહીં થાય

I am Gujarat 14 Dec 2020, 10:34 am
બોલિવૂડ એક્ટર આર. માધવન હંમેશા પર્યાવરણના મુદ્દા પર પોતાની વાત રજૂ કરતો આવ્યો છે. હાલમાં જ તેણે એક બંજર જમીનને પોતાના પિતરાઈ ભાઈ સાથે મળીને નારિયેળના લીલાછમ ખેતરમાં બદલી નાખી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાંચ વર્ષ પહેલા માધવને પોતાના પિતરાઈ ભાઈ સુબાયોગન સાથે તમિલનાડુના પલાની પાસે એક ગામમાં બિનઉપજાઉ જમીન ખરીદી હતી. બંનેએ જમીન ફરી સજીવન કરવા માટે ઘણા પ્રયાસો કર્યા. તેમના આ પ્રયાસો સફળ પણ થયા, કારણ કે હવે આ જમીનમાં ઘણા બધા નારિયેળીના વૃક્ષો ઊભા છે.
I am Gujarat madhavan 2


મુંબઈ મિરર સાથે વાત કરતા માધવને કહ્યું કે, જમીનનો નવો અવતાર અને પહેલા તેની શું હાલત તે જોવાનું અદભૂત હતું. અહીં ઘાસના પ્રકારને પસંદ કરવા, તળાવમાં માછલી નાખવી જેવી ઘણી બાબતો શીખવાનું ઘણું સારું હતું.

બંજર જમીન પર પોતાની મહેનતથી ખેતી કરવાનો અનુભવ શેર કરતા માધવન ગૌરવ અનુભવી રહ્યો છે. તે ઈચ્છે છે કે તેની આ ટેકનિક અન્ય ખેડૂતો સુધી પણ પહોંચાડવામાં આવે. જેથી ખેડૂતો બંજર જમીનની ખેતી અનુરૂપ બનાવીને તેમાંથી સારી એવો પાક તૈયાર કરી શકે.

માધવને દુનિયાભરમાં આ મોડલનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. તેણે ANIને જણાવ્યું કે, આ આપણા જીવનના સૌથી સંતોષજનક અને પુરષ્કૃત અનુભવોમાંથી એક રહ્યા છે. જમીન સજીવન કરવી અને તેની ઉપજના રૂપમાં જોવાનું અદભૂત હતું. પહેલા યોગ્ય લીલા ઘાસ સાથે જમીન તૈયાર કરવી. સારી રીતે શીખવાની દરેક ક્ષણ અનમોલ છે અમે ભારત અને દુનિયાભરના અન્ય સ્થાનો પર આમ જ કરીશું.

ફિલ્મ કલાકારોમાં ખેતી કરવાનો જુસ્સો થોડા સમય પહેલા જ જોવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન એક્ટર સલમાન ખાન પણ ખેતરમાં કામ કરતા દેખાયો હતો. તેણે વાવેતર કરીને ખેતરમાં પાણી પણ આપ્યું હતું. આવી જ રીતે નવાઝુદ્દીન સિદ્દિકી પણ પોતાના ઘરે ખેતરમાં કામ કરતા દેખાયો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો