એપશહેર

જેલમાંથી છૂટ્યા બાદ પહેલીવાર શિલ્પા સાથે જાહેરમાં દેખાયો રાજ કુંદ્રા, ચામુંડા મંદિરમાં કર્યા દર્શન

બે મહિના જેલમાં રહ્યા બાદ જામીન પર મુક્ત થઈને ઘરે આવેલો રાજ કુંદ્રા સપ્ટેમ્બર મહિનાથી લોકોની નજરોથી દૂર છે. રાજે સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ ડિલીટ કરી નાખ્યા છે.

I am Gujarat 9 Nov 2021, 12:46 pm

હાઈલાઈટ્સ:

  • પતિ અને બાળકો સાથે હાલ હિમાચલ પ્રદેશમાં રજાઓ ગાળી રહી છે શિલ્પા શેટ્ટી.
  • અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં જેલમાંથી મુક્ત થયો છે રાજ કુંદ્રા.
  • ધર્મશાલામાં રાજ અને શિલ્પાએ મંદિરમાં કરેલા દર્શનની તસવીરો વાયરલ થઈ છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat raj kundra makes first public appearance visits temple with wife shilpa shetty in dharamshala
જેલમાંથી છૂટ્યા બાદ પહેલીવાર શિલ્પા સાથે જાહેરમાં દેખાયો રાજ કુંદ્રા, ચામુંડા મંદિરમાં કર્યા દર્શન
શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા સપ્ટેમ્બર મહિનામાં જેલમાંથી બહાર આવ્યો છે. અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં જુલાઈમાં રાજ કુંદ્રાની ધરપકડ થઈ હતી. બે મહિના જેલમાં રહ્યા બાદ જામીન પર મુક્ત થઈને ઘરે આવેલો રાજ કુંદ્રા ત્યારથી લોકોની નજરોથી દૂર છે. જેલમાંથી છૂટ્યા બાદ રાજ જાહેરમાં ક્યાંય દેખાયો નથી ઉપરાંત તેણે સોશિયલ મીડિયાને પણ અલવિદા કહી દીધું છે. થોડા દિવસ પહેલા જ રાજ કુંદ્રાએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર અકાઉન્ટ ડિલીટ કરી નાખ્યા હતા. આ તરફ, શિલ્પા શેટ્ટી પોતાના બાળકો અને મમ્મી સાથે કેટલીયવાર જાહેરમાં દેખાઈ ચૂકી છે અને સોશિયલ મીડિયા દ્વારા પણ ચર્ચામાં રહે છે.
પૂનમ પાંડેના પતિની મારઝૂડના આરોપમાં ધરપકડ, એક્ટ્રેસ હોસ્પિટલમાં દાખલ

થોડા દિવસ પહેલા જ શિલ્પા શેટ્ટી પોતાના બાળકો સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. હાલ શિલ્પા અને તેનો પરિવાર હિમાચલ પ્રદેશમાં રજાઓ ગાળી રહ્યો છે. આ દરમિયાન શિલ્પા સાથે રાજ કુંદ્રા જોવા મળ્યો નહોતો. જોકે, હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો પરથી સ્પષ્ટ થયું છે કે, રાજ કુંદ્રા પણ પત્ની અને બાળકો સાથે હિમાચલ પ્રદેશમાં છે.



શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં મા ચામુંડા દેવી મંદિરમાં દર્શન કર્યા હતા. આ સિવાય તેણે પતિ સાથે મા બગુલામુખીના દરબારમાં પણ પહોંચી હતી. રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીના આ દર્શનની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેલમાંથી ઘરે આવ્યા બાદ પહેલીવાર રાજ કુંદ્રા જાહેરમાં જોવા મળ્યો છે.


તસવીરોમાં જોઈ શકો છો કે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી બંને પીળા રંગના આઉટફિટમાં જોવા મળે છે. શિલ્પા શેટ્ટીએ પીળા રંગનો ડ્રેસ પહેર્યો છે જ્યારે રાજ પીળા ઝભ્ભામાં જોવા મળે છે. શિલ્પા પતિનો હાથ પકડીને ચાલતી જોવા મળે છે.


શિલ્પા શેટ્ટીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ મા જ્વાલામુખી મંદિર દર્શનની કેટલીક તસવીરો શેર કરી હતી. એક તસવીરમાં શિલ્પા ફેન્સ સાથે સેલ્ફી લેતી જોવા મળે છે. જોકે, શિલ્પાએ શેર કરેલી એકેય તસવીરમાં રાજ કુંદ્રા જોવા મળતો નથી.

મંદિરમાં દર્શન કર્યા બાદ શિલ્પા અને રાજે હિમાચલ પ્રદેશના સ્થાનિકો અને મંદિરના પૂજારીઓ સાથે તસવીર ક્લિક કરાવી હતી. તસવીરમાં રાજ અને શિલ્પા માસ્કમાં જોવા મળી રહ્યા છે.


રાજ કુંદ્રા બે મહિના બાદ જેલમાંથી છૂટ્યો ત્યારે તેનું વજન ખાસ્સું ઉતરી ગયેલું દેખાતું હતું. ત્યારે હિમાચલ પ્રદેશથી સામે આવેલી તસવીરોમાં પણ રાજ પાતળો જ લાગે છે. મહત્વનું છે કે, શિલ્પા શેટ્ટીને ઈશ્વરમાં ખૂબ આસ્થા છે. રાજ કુંદ્રા જેલમાંથી છૂટીને ઘરે આવ્યો ત્યારે શિલ્પા પોતાની બહેનપણી સાથે મા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે ગઈ હતી. આ સિવાય પણ શિલ્પા પોતાના ઘરે ઘણીવાર પૂજાપાઠ યોજે છે અને ભક્તિભાવથી દરેક તહેવાર ઉજવે છે.

ખૂબ સુંદર છે જ્હાન્વી કપૂરનું નવું ઘર, ટેરેસ પર ઉજવ્યો હતો બહેન ખુશીનો 21મો બર્થ ડે

વર્કફ્રંટની વાત કરીએ તો, શિલ્પા શેટ્ટી હવે ફિલ્મ 'નિકમ્મા 2'માં જોવા મળશે. આ સિવાય તે રિયાલિટી શો 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'માં જજની ખુરશી પર જોવા મળશે. શિલ્પા સાથે આ શોના જજ તરીકે કિરણ ખેર અને બાદશાહ દેખાશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો