એપશહેર

હવે રજનીકાંતની 'કબાલી' પણ ઓનલાઇન લીક

I am Gujarat 19 Jul 2016, 7:26 pm
જ્યારે એક બાજુ રજનીકાંતની આ અઠવાડિયે રિલીઝ થવા જઇ રહેલી ‘કબાલી’માટે રજનીના ફેન ધડાધડ ટિકિટો ખરીદી રહ્યા છે. ત્યારે આ ફિલ્મ માટે એક શોકિંગ ન્યૂઝ આવ્યા છે. કેટલાકય થિયેટરો આ ફિલ્મ માટે હાઉસફુલના દાવા કરી રહ્યા છે. સાંભળવામાં આવી રહ્યું છે કે ‘ઉડતા પંજાબ’, ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ અને ‘સુલતાન’ પછી હવે કબાલી પણ ઓનલાઇન લીક થઇ છે.
I am Gujarat rajinikanths kabali leaked online 5 days before its release
હવે રજનીકાંતની 'કબાલી' પણ ઓનલાઇન લીક


જાણવા મળી રહ્યું છે કે ‘કબાલી’ લીક થયેલી કોપી સેન્સર બોર્ડ સર્ટિફિકેશન માટે આપવામાં આવી હતી અને ત્યાથી લીક થઇ છે. આ બાબતની જાણકારી પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા સુત્રોએ મીડિયાને આપી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ‘અમે ઓનલાઇન રહેલા તમામ લિંકને હટાવવા માટે ઓર્થોરિટીનો સંપર્ક કર્યો છે. જો કે આ રજનીકાંતની ફિલ્મ છે તેનાથી લોકોનો જોશ ઓછો નથી થવાનો’

ફિલ્મમેકર રજનીકાંતના ફેનને અનુરોધ કરી રહ્યા છે કે તેઓ ફિલ્મની પાયરેટેડ કોપી ન જુઓ, ટિકિટ બુક કરાવી તેને મોટા પડદા ઉપર એન્જોય કરે.

સેંસરબોર્ડના ચીફ પહલાજ નિહલાનીએ કહ્યું કે ‘પાયરસી કરનારાઓએ રજનીકાંતને પણ ન છોડ્યા. કબાલી ચેન્નઇમાં સેન્સર થઇ હતી તેથી મુંબઇ ઓફિસ સાથે તેને કોઇ લેવા દેવા નથી. મને નથી લાગતું કે આટલા મોટા સ્ટારને આ લીકથી કોઇ નુકસાન થશે, નાના બજેટની ફિલ્મોને આવા લીક થી નુકસાન થતું હોય છે જેમ કે ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો