એપશહેર

વિજયવાડાઃ રામ ગોપાલ વર્માની એરપોર્ટ પર અટકાયત, જાણો કારણ

Gaurang Joshi | I am Gujarat 29 Apr 2019, 12:00 am
વિજયવાડાઃ ફિલ્મ ‘લક્ષ્મી NTR’ના વિવાદોથી ઘેરાયેલા પ્રોડ્યૂસર રામ ગોપાલ વર્માને વિજયવાડામાં પ્રવેશ આપવામાં નહોતો આવ્યો. રામ ગોપાલ વર્માએ રવિવારે જ્યારે રસ્તા પર પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની ધમકી આપી તો સિટી પોલીસે તેને રોક્યો હતો. રામ ગોપાલ વર્માએ ટ્વિટ કરીને કહ્યું કે તેની કારને રોકવામાં આવી હતી. તેને બીજી કારમાં જવા માટે મજબૂર કરાયો અને એરપોર્ટ પર ઉતારવામાં આવ્યો. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો પોલીસ પર લગાવ્યા આરોપ પ્રોડ્યુસર રામ ગોપાલ વર્માએ કહ્યું કે, પોલીસના જણાવ્યાનુસાર તે શહેરમાં પ્રવેશ નહીં કરી શકે. રામુએ આરોપ લગાવ્યો કે આંધ્રપ્રદેશમાં કોઈ જ લોકતંત્ર નથી. નોંધનીય છે કે રામુ 1 મેના રોજ આંધ્ર પ્રદેશમાં પોતાની ફિલ્મને રીલિઝ કરતા પહેલા એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવા ઈચ્છતો હતો. એક હોટલ દ્વારા પરવાનગી આપ્યા પછી તેણે એનટીઆર સર્કલ પર પત્રકારોને સંબોધિત કરવાની ઘોષણા કરી હતી.
સુપ્રીમ કોર્ટે લગાવી હતી રોક પોલીસે કહ્યું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લેતા લાગુ પડેલી આદર્શ આચાર સંહિતાના કારણે જનતા વચ્ચે કોઈ જ સભાનું આયોજન ન થઈ શકે. આ કારણે તેને પરત મોકલવામાં આવ્યા હતાં. તેની ફિલ્મ ‘લક્ષ્મી NTR’ ગત મહિને તેલંગાણામાં રીલિઝ થવાની હતી. જોકે, આંધ્ર પ્રદેશ સુપ્રીમ કોર્ટે ચૂંટણી સુધી ફિલ્મની રીલિઝ પર રોક લગાવી હતી. પહેલી મેના રોજ થવાની હતી રીલિઝ આંધ્રપ્રદેશમાં 11 એપ્રિલે લોકસભા અને વિધાનસભા ચૂંટણી હોવાના કારણે રામ ગોપાલ વર્માએ પહેલી મેના રોજ ફિલ્મ રીલિઝ કરવાની ઘોષણા કરી હતી. નોંધનીય છે કે આ ફિલ્મ પૂર્વ મુખ્યમંત્રી એનટીઆરની લક્ષ્મી પાર્વતી સાથે બીજા લગ્ન પર આધારીત છે. ટીડીપીના નેતાઓએ કરી હતી ફિલ્મ અટકાવવાની માગણી આ લગ્ન પછી તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સંસ્થાપકના પરિવારમાં ભાગલા પડ્યા હતાં અને છેલ્લે તેમના જમાઈ એન.ચંદ્રબાબુ નાયડૂએ વર્ષ 1995માં પાર્ટી અને સરકારની કમાન સંભાળી હતી. એનટીઆરનું જાન્યુઆરી, 1996માં નિધન થયું હતું. ટીડીપીના કેટલાક નેતાઓએ કોર્ટ અને ચૂંટણી પંચને ચૂંટણીને ધ્યાનમાં લેતા આ ફિલ્મનું પ્રદર્શન અટકાવવાનું કહ્યું હતું. કારણકે ફિલ્મમાં ટીડીપી પ્રમુખ અને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની નકારાત્મક ભૂમિકા બતાવવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો