એપશહેર

'બ્રહ્માસ્ત્ર'ની સફળતા પછી ફરી એકવાર સાથે કામ કરવા ઉત્સુક Alia Bhatt-Ranbir Kapoor, રોમ-કોમ ફિલ્મ કરી શકે!

Ranbir Kapoor and Alia Bhatt Hopes to Work together Again: 'બ્રહ્માસ્ત્ર'ની સફળતા પછી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફરીથી સાથે કામ કરવા ઉત્સુક છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, તેઓ આ ફિલ્મને કેવો પ્રતિસાદ મળે છે તેની રાહ જોતા હતા અને ત્યાર પછી ભવિષ્યમાં ફરી સાથે કામ કરવું કે નહીં તેનો નિર્ણય લેવા માગતા હતા.

Authored byશિવાની જોષી | I am Gujarat 14 Sep 2022, 2:38 pm

હાઈલાઈટ્સ:

  • 'બ્રહ્માસ્ત્ર' થકી આલિયા-રણબીર પહેલીવાર ફિલ્મી પડદે સાથે દેખાયા.
  • 'બ્રહ્માસ્ત્ર'ની સફળતાથી ખૂબ ખુશ છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર.
  • આલિયા અને રણબીર હવે રોમેન્ટિક-કોમેડી ફિલ્મમાં સાથે કામ કરવા માગે છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
બોલિવુડના સ્ટાર કપલ રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) તેમની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (Brahmastra)ની સફળતામાં રાચી રહ્યા છે. બોક્સઓફિસ પર 'બ્રહ્માસ્ત્ર'એ ખૂબ સારી કમાણી કરી છે. રણબીર-આલિયાની ફિલ્મ 2022ની સૌથી મોટી ફિલ્મો પૈકીની એક બની છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન અકીનેની મહત્વના રોલમાં છે. ઉપરાંત શાહરૂખ ખાને પણ વાનર અસ્ત્રના રોલમાં કેમિયો કર્યો હતો. આ ફિલ્મની સફળતા બાદ રણબીર અને આલિયા ભવિષ્યમાં વધુ ફિલ્મો સાથે કરવાનું આયોજન કરી રહ્યા છે.

દર્શકોને ના ગમ્યા નવા 'મહેતા સાહેબ'! TMKOCના મેકર્સને કહ્યું-'બધા જઈ રહ્યા છે શો બંધ કરી દો'

ફરી સાથે કામ કરવા ઉત્સુક રણબીર-આલિયા

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, રણબીર અને આલિયા રોમેન્ટિક-કોમેડી ફિલ્મ કરવા ઉત્સુક છે. "રણબીર અને આલિયા ઈચ્છતા હતા કે ભવિષ્યમાં તેઓ કોઈ ફિલ્મમાં સાથે કામ કરે એ પહેલા 'બ્રહ્માસ્ત્ર'ને કેવો રિસપોન્સ મળે છે તે જોવે. દર્શકો કેવી પ્રતિક્રિયા આપે છે તે જાણ્યા પછી જ તેઓ ભવિષ્યમાં વધુ ફિલ્મો કરવા માગતા હતા. જોકે, હવે 'બ્રહ્માસ્ત્ર' સફળ થઈ છે ત્યારે તેઓ સાથે કામ કરવા માટે બીજા વિકલ્પો શોધી રહ્યા છે. રણબીર અને આલિયા એકસાથે રોમેન્ટિક-કોમેડી ફિલ્મ કરવા માગે છે. હાલ તો તેઓ 'બ્રહ્માસ્ત્ર'ની સફળતાથી ખુશ છે. ભવિષ્યમાં જો કોઈ સારો પ્રોજેક્ટ તેમને સાથે ઓફર થશે તો તેઓ ચોક્કસથી સ્વીકારી લેશે", તેમ મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી ટાંકવામાં આવ્યું છે.

જલ્દી જ પેરેન્ટ્સ બનવાના છે રણબીર-આલિયા

રણબીર અને આલિયા રિયલ લાઈફમાં ભલે અવારનવાર સાથે દેખાતા હોય પરંતુ ફિલ્મે પડદે તેઓ 'બ્રહ્માસ્ત્ર' થકી જ પહેલીવાર સાથે દેખાયા છે. ફિલ્મમાં રણબીર અને આલિયા પ્રેમી-પ્રેમિકાના રોલમાં છે. રણબીરે શિવાનું પાત્ર ભજવ્યું છે જ્યારે આલિયાએ ઈશાનું. દરમિયાન, રણબીર અને આલિયાએ 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા છે. કપલે તેમના મુંબઈ સ્થિત ઘરે અંગત મિત્રો અને પરિવારની હાજરીમાં જ લગ્ન કર્યા હતા. જૂન મહિનામાં આલિયાએ પહેલી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.

રિયલ લાઈફમાં પણ USAમાં રજા ગાળી રહ્યા છે 'જેઠાલાલ', લોકોએ કહ્યું-'બબીતાજી પૂછે છે ક્યાં છો?'

આ ફિલ્મોમાં દેખાશે

વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ હવે 'જી લે ઝરા', 'રોકી ઔર રાની કી પ્રેમકહાની'માં જોવા મળશે. આ સિવાય તે ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન' દ્વારા હોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. રણબીરની વાત કરીએ તો, તે 'એનિમલ' અને લવ રંજનની અનટાઈટલ્ડ મૂવીમાં દેખાશે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story