એપશહેર

Ranbir Kapoorને સમજાઈ પોતાની ભૂલ, પ્રેગ્નેન્ટ પત્ની Alia Bhattના વજન પર કરેલી ટિપ્પણી માટે માફી માગી

Ranbir Kapoor Apologize: થોડા દિવસ પહેલા જ એક લાઈવ સેશન દરમિયાન રણબીર કપૂરે આલિયાના વધેલા વજન પર ટિપ્પણી કરી હતી. રણબીરે પ્રેગ્નેન્ટ આલિયાના બેબી બંપ સામે જોઈને તેને 'ફેલાઈ' રહી છે તેમ કહ્યું હતું. આ સાંભળીને આલિયા પણ ચોંકી જતાં રણબીરે વાત વાળી લેતાં તે મજાક કરે છે તેમ કહ્યું હતું.

Authored byશિવાની જોષી | I am Gujarat 24 Aug 2022, 3:43 pm

હાઈલાઈટ્સ:

  • આલિયા ભટ્ટના વજન પર રણબીરે કોમેન્ટ કરતાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો.
  • 'બ્રહ્માસ્ત્ર'ના પ્રમોશન દરમિયાન રણબીર કપૂરે આ ટિપ્પણી માટે માફી માગી છે.
  • રણબીર કપૂર અને આલિયા ભટ્ટ થોડા જ મહિનાઓમાં પેરેન્ટ્સ બની જશે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat alia rk apology
રણબીરે માગી માફી
છેલ્લા થોડા દિવસથી એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાને છે. રણબીર કપૂરે એક યૂટ્યૂબ લાઈવ સેશન દરમિયાન પત્ની આલિયા ભટ્ટ (Alia Bhatt)ના વધેલા વજન અંગે ટિપ્પણી કરી હતી. રણબીરે પ્રેગ્નેન્ટ આલિયાના બેબી બંપ સામે જોઈને તેને 'ફેલાઈ' રહી છે તેમ કહ્યું હતું. આ સાંભળીને આલિયા પણ ચોંકી જતાં રણબીરે વાત વાળી લેતાં તે મજાક કરે છે તેમ કહ્યું હતું. જોકે, સોશિયલ મીડિયા યૂઝર્સને રણબીરની આ ટિપ્પણી પસંદ ના આવી અને તેણે તેના પર ફિટકાર વરસાવાનો શરૂ કર્યો હતો. બુધવારે રણબીર કપૂર એસએસ રાજમૌલી અને નાગાર્જુન સાથે ચેન્નાઈમાં ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું પ્રમોશન કરતો જોવા મળ્યો હતો. એ દરમિયાન તેણે મીડિયા સાથેની વાતચીતમાં આ કોમેન્ટ પર પ્રતિક્રિયા આપી હતી.
આલિયા ભટ્ટે હાલમાં જ આપેલું નિવેદન 'બ્રહ્માસ્ત્ર' પર ભારે પડશે! થશે 'લાલ સિંહ ચઢ્ઢા' જેવા હાલ?

રણબીરે માગી માફી

રણબીરને પૂછવામાં આવ્યું હતું કે, આલિયા પર તેણે કરેલી કોમેન્ટના લીધે લોકો નારાજ છે ત્યારે શું તે સ્પષ્ટતા કરવા માગે છે? રણબીરે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના માફી માગી હતી અને તેનું સેન્સ ઓફ હ્યુમર ખરાબ હોવાનું કબૂલ્યું હતું.

મારું સેન્સ ઓફ હ્યુમર ખરાબ છે

ડેડ ટુ-બી રણબીરે કહ્યું, "હા, ચોક્કસ. પહેલા તો હું કહી દઉં કે મારી જિંદગીમાં જે કંઈપણ છે તે બધા જ સાથે મારી પત્નીને પ્રેમ કરું છું. હવે જે થયું એની વાત કરું તો તે એવો જોક હતો જે જરા પણ રમૂજી નહોતો. હું બધાની માફી માગવા માગુ છું કે તેમની લાગણીઓ દુભાવી છે. મારો ઈરાદો એવો નહોતો. મેં આલિયા સાથે આ વિશે વાત કરી હતી અને તેણે તો આ વાત હસી નાખી હતી. તેણે આ વાતને મજાકમાં જ લીધી હતી. મારું સેન્સ ઓફ હ્યુમર ખરાબ છે અને ઘણીવાર તે મારા પર જ ઊંધું પડે છે. એટલે મેં કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડી હોય તો ફરી એકવાર માફી માગુ છું."

રણબીરના મોંએ પોતાના વિશે આ સાંભળી ચોંકી આલિયા, લોકોએ કહ્યું-'પ્રેગ્નેન્ટ પત્નીને આવું કોણ કહે?'

પેરેન્ટ્સ બનવાના છે આલિયા-રણબીર

જણાવી દઈએ કે, આલિયા અને રણબીર થોડા જ મહિનાઓમાં પેરેન્ટ્સ બનવાના છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં તેમણે લગ્ન કર્યા હતા અને જૂનમાં આલિયાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા-રણબીર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' થકી પહેલીવાર ફિલ્મી પડદે સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન મહત્વના રોલમાં છે. ફિલ્મ 9 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થશે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story