એપશહેર

'મને બીફ ખાવું પસંદ છે', રણબીર કપૂરે 11 વર્ષ પહેલા કહેલી આ વાત 'બ્રહ્માસ્ત્ર' માટે અડચણ બનશે?

અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9મી સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું ત્યારથી જ વિવિધ કારણોસર તેને બોયકોટ કરવાની માંગ થઈ રહી છે. તેવામાં રણબીર કપૂરનો એક 11 વર્ષ જૂનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ખાણીપીણી વિશે વાત કરી રહ્યો છે.

Edited byZakiya Vaniya | TNN 29 Aug 2022, 1:13 pm
Rવીડિયોમાં તમે જોશો કે રણબીર કપૂર તેની અને પરિવારના લોકોની ખાણીપીણીની આદત પર વાત કરી રહ્યો છે. રણબીર કહે છે કે, તેને મટન, પાયા, રેડ મીટ ખૂબ પસંદ છે. રણબીર પિતા ઋષિ કપૂરના ખાણી-પીણીના શોખ વિશે પણ વાત કરે છે અને પછી કહે છે કે, મને બીફ ખાવાનું પસંદ છે, ડક(બતક) પણ. રણબીર જણાવે છે કે, તેમના પરિવારના ખોરાકમાં એક પેશાવરનો ફ્લેવર હોય છે, કારણકે તેઓ મૂળ ત્યાંના હતા.
I am Gujarat Brahmastra
9 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવાની છે રણબીર-આલિયાની ફિલ્મ.



લોકો આ વીડિયો શેર કરીને કહે છે કે, બ્રહ્માસ્ત્રનો શિવા અસલ લાઈફમાં આવો છે. અન્ય એક યુઝરે બ્રહ્માસ્ત્રના પ્રમોશન વખતનો રણબીરનો રાજામૌલી સાથે જમતો ફોટો શેર કર્યો અને લખ્યું કે, પ્રમોશન વખતે આ અવતાર હોય છે, અને સામાન્ય દિવસોમાં તેમને બીફ પસંદ હોય છે. એક યુઝરે લખ્યું કે, બ્રહ્માસ્ત્રનો બહિષ્કાર કરવાનું વધુ એક કારણ મળી ગયું છે, નામ અથવા સરનેમ કોઈ પણ હોય, બોલિવૂડ વાળા બધા એક જ જેવા હોય છે. એક યુઝરે લખ્યું કે, રાજામૌલી એવા માણસની ફિલ્મ પ્રમોટ કરી રહ્યા છે જેને બીફ ખાવાનું પસંદ છે. અન્ય એક યુઝરે લખ્યું કે, મને સાઉથ કલ્ચર પસંદ છે. પરંતુ હકીકત એ છે કે બોલિવૂડ મેન ઈન્ડસ્ટ્રી છે, જે હિન્દુ કલ્ચરને સમાપ્ત કરવા માંગે છે.


તમને જણાવી દઈએ કે, બ્રહ્માસ્ત્ર ફિલ્મ 9 સપ્ટેમ્બર 2022ના રોજ થિયેટરમાં રીલિઝ થવાની છે. ફિલ્મમાં રણબીરની સાથે આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. મેકર્સે પ્રમોશનમાં કોઈ કસર નથી છોડી. આ ફિલ્મને અયાન મુખર્જીએ ડાઈરેક્ટ કરી છે.

Read Next Story