એપશહેર

રાનુ મંડલની દીકરીનો ચોંકાવનારો ખુલાસોઃ મારી માતા માનસિક રીતે અસ્થિર છે

Indiatimes 3 Sep 2019, 2:20 pm
ઈન્ટરનેટ સેન્સેશન રાનુ મંડલના તો દિવસો જ ફરી ગયા છે. તેણે હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ હેપ્પી, હાર્ડી એન્ડ હીર માટે આદત અને તેરી મેરી કહાની રેકોર્ડ કર્યું છે. તેણે હવે આ જ ફિલ્મ માટે 36 ચાઈના ટાઉનનું આશિકી મેં તેરીનું નવુ વર્ઝન પણ રેકોર્ડ કર્યું છે. એક બાજુ રાનુ સફળતાની સીડીઓ ચડી રહી છે ત્યારે તેની દીકરી એલિઝાબેથ સાઠી રોય તેના વિષે આઘાતજનક ખુલાસા કરી રહી છે.https://www.facebook.com/watch/?v=1478122952327252હિમેશ રેશમિયા દરેક ગીતના રેકોર્ડિંગની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. રાનુના દરેક વીડિયોને ચાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે તેની દીકરી એલિઝાબેથ સાઠી રોયે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો કે તેની માતા રાનુ મંડલ માનસિક રીતે અસ્થિર છે અને મીડિયા તેમને હેરાન પરેશાન કરી રહ્યું છે.લતા મંગેશકરના ગીત એક પ્યાર કા નગમા હૈ ગીત ગાતા રાનુનો વીડિયો વાયરલ થયો પછી તેની જીંદગી જ બદલાઈ ગઈ છે. પબ્લિસિટી અને પૈસા ઉપરાંત રાનુને તેની વર્ષોથી વિખૂટી પડી ગયેલી દીકરી પણ પાછી મળી ગઈ હતી. તેની દીકરીએ કહ્યું, “મને ખબર જ નહતી કે મારી માતા રેલવે સ્ટેશન પર ગાય છે કારણ કે હું થોડા સમય પહેલા કલકત્તા ગઈ હતી અને મેં તેને બસ સ્ટેન્ડ પર કારણ વિના બેઠેલી જોઈ હતી. મેં તેને તરત જ ઘરે જવા કહ્યું હતું અને 200 રૂપિયા પણ આપ્યા હતા.”
રાનુ મંડલની દીકરી એલિઝાબેથ સાઠી રોય જણાવે છે કે રાનુના છૂટાછેડા થઈ ગયા છે. તે પોતે સિંગલ મધર છે અને નાની કરિયાણાની દુકાન ચલાવી ચાર વર્ષના બાળકનું ભરણ પોષણ કરી રહી છે. તે કહે છે કે રાનુના બે વખત લગ્ન થયા છે અને તેને ચાર બાળકો પણ છે. દીકરીએ બળાપો કાઢતા કહ્યું, “મેં તેને અનેક વાર અમારી સાથે આવીને રહેવા કહ્યું છે પણ તે અમારી સાથે નથી રહેવા માંગતી. લોકો મને જ દોષ આપે છે. બધા લોકો મારી વિરુદ્ધ થઈ ગયા છે. હું હવે કોની પાસે જાઉં?”
તેણે એવો પણ આક્ષેપ લગાવ્યો કે અમરા શોબાઈ શોઈતાન ક્લબના સભ્યો જે રાનુની સારસંભાળ રાખે છે તે તેને તેની માતા સાથે મળવા નથી દેતા. તેણે તેમના પર પોતાને ધમકાવવાનો પણ આક્ષેપ લગાવ્યો. રાનુની દીકરી એલિઝાબેથે જણાવ્યું, “લાગે છે કે જાણે ક્લબના બે સભ્ય અતીન્દ્ર અને તપન જ મારી માતાના બે દીકરા છે. તે અને ક્લબના બીજા સભ્યોએ મને ધમકી આપી છે કે જો હું મારી માતાને મળવાની કોશિશ કરીશ તો મારા પગ તોડી નાંખશે અને મને બહાર ફેંકી દેશે. તે મને માતા સાથે ફોન પર વાત પ ણનથી કરવા દેતા. તે મારી મમ્મીને મારી વિરુદ્ધ ચડાવે છે. મારી પાસે કોઈ મદદ નથી. મને નથી ખબર પડતી કે હું શું કરુ. હું કોઈ આકરુ પગલુ નથી ભરવા માંગતી કારણ કે તેની મારી માતા પર અસર પડશે અને તે પોતાના મ્યુઝિક અને રેકોર્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત નહિ કરી શકે. તે માનસિક અસ્થિર છે અને હવે મીડિયા તેને ખૂબ જ પરેશાન કરી રહ્યું છે.”

Read Next Story