એપશહેર

દીપિકાના નવા લુક પર જોવાલાયક છે પતિ રણવીર સિંહની કૉમેન્ટ

Shailesh Thakkar | I am Gujarat 8 Dec 2019, 11:50 pm
દીપિકા પાદુકોણ પોતાના સન્ડેનો એકદમ યોગ્ય ઉપયોગ કરવાનું સારી રીતે જાણે છે. આવું જ કંઈક તેણે આ રવિવારે પણ કર્યું. પોતાની બેસ્ટ ફ્રેન્ડ સાથે તસવીર શેર કર્યા બાદ તેણે પોતાની એક સેલ્ફી શેર કરી. આમાં તેનો શોર્ટ હેરકટ લુક દેખાઈ રહ્યો છે. દીપિકા મેકઅપ વિના આ તસવીરમાં ઘણી ક્યૂટ લાગી રહી છે. દીપિકા પોતાના ફેન્સને પોતાની તસવીરો સાથે એંગેજ રાખે છે. આ વખતે પણ તેણે તસવીર શેર કરતા તેના ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સની કૉમેન્ટ આવવાનું શરૂ થઈ ગયું.
View this post on Instagram Tadaaaaa!!!💁🏽‍♀️ A post shared by Deepika Padukone (@deepikapadukone) on Dec 8, 2019 at 3:13am PST
હંમેશાંની જેમ તેના પતિ રણવીર સિંહે તેની તસવીર પર પોતાનો પ્રેમ દેખાડ્યો. પોતાની વાઈફના નવા લુકની પ્રશંસા કરતા રણવીરે લખ્યું, ‘મારી નાખો મને.’
આ પોસ્ટ પર આલિયા ભટ્ટ, ફરાહ ખાને પણ કૉમેન્ટ્સ કરી છે. વર્ક ફ્રન્ટ પર વાત કરીએ તો દીપિકા પોતાના પતિ રણવીરની સાથે કબીર ખાનની ફિલ્મ 83માં જોવા મળશે.

Read Next Story