એપશહેર

રણવીરે કેમ બદલી પોતાની અટક?

I am Gujarat 6 Jul 2016, 11:46 am
ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’માં બાજીરાવના પાત્રને અત્યંત સુંદરતાથી નીભાવીને દર્શોકામાં ધુમ મચાવનારા અભિનેતા રણવીર સિંહ આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ મેળવી ચુક્યા છે. બાળપણથી તે કલાકાર બનવા ઈચ્છતા હતા. રણવીર સિંહનો જન્મ 6 જુલાઈ, 1985ના રોજ મુંબઈના એક સિંધી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જગજીત સિંહ ભાવનાની, માતા અંજુ ભાવનાની અને મોટી બહેન રિતિકા ભાવનાની છે.
I am Gujarat ranveer singh is celebrating his 31st birthday today
રણવીરે કેમ બદલી પોતાની અટક?


રણવીરના પિતા બાંદ્રા બેસ્ડ રિયલ સ્ટેટના વેપારી છે. તેની માતા કુટુંબની દેખરેખ કરે છે. રણવીર ગર્વથી પોતાને ‘મમ્માઝ બૉય’ કહે છે. આમ તો તે પહેલાથી જ એક્ટર બનવા માંગતો હતો, પરંતુ કૉલેજના દિવસોમાં તેણે એક્ટિંગનો વિચાર પડતો મુકીને લખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. તેણે ઈંડિયાના યુનિવર્સિટી, બ્લૂમિંગટન યૂએસએથી બેચલર ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. રણવીર ત્યાં થિએટર સ્ટુડન્ટ હતો. રણવીર સિંહે પોતાના નામથી ભાવનાની એટલા માટે હટાવી લીધું, કારણકે તેમને લાગતું હતું કે તેની સાથે તેનું નામ ઘણું લાંબુ થઈ જતું હતું અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ નામ સાથે તેમને વધારે મહત્વ ના મળી શકે.

અભિનયની સાથે તેને ક્રિએટીવ લેખનમાં પણ રસ હતો અને તેણે જાહેરાત ક્ષેત્રમાં કૉપી રાઈટર તરીકે પણ કામ કર્યુ છે. ડિગ્રી મેળવીને ભારત આવ્યા બાદ તેમણે મેઈન રોલ્સ માટે હિંદી ફિલ્મ ઉદ્યોગમાં ઑડિશન આપવા શરુ કર્યા. 2010માં તેમણે યજરાજ ફિલ્મસની ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’ માટે ઑડિશન આપ્યું અને રોલ મેળવવામાં સફળ રહ્યો. આ ફિલ્મમાં રણવીરને તેના રોલ માટે સર્વશ્રેષ્ઠ ડેબ્યુ એક્ટરનો ફિલ્મફેસ અવૉર્ડ મળ્યો હતો.

ફિટ રહેવા માટે યોગ્ય ખોરાક, માપસરની ઊંઘ અને મહેનત એ રણવીરનો ફિટનેસ મંત્ર છે. રણવીર પોતાને ફિટ રાખવા માટે રોજ અઢી કલાકાની મહેનત કરે છે.

હાલમાં દીપિકા પાદુકોણ સાથે રણવીરનું નામ જોડવામાં આવે છે. આ પહેલા અનુષ્કા શર્મા અને હેમા માલિનીની નાની દીકરી આહના દેઓલ સાથે પણ તેમનું નામ લેવાતું હતું. આઈફા-2016 રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બંને માટે ખાસ રહ્યું. બાજીરાવ મસ્તાની માટે રણવીરને બેસ્ટ એક્ટરનો અવૉર્ડ પણ મળ્યો. તો દીપિકાને ફિલ્મ પીકુ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો. ફિલ્મ ‘લુટેરા’ રિલીઝ થતાં પહેલા રણવીરે તેની માતાને એક મોંઘી કાર ગિફ્ટ કરી હતી. 6 વર્ષ પહેલાં તેણે અભિનયની શરુઆત કરી હતી. બેન્ડ બાજા બારાત(2010), લેડીઝ વર્સેસ રિકી બહલ(2011), બૉમ્બે ટૉકીઝ(2013), લુટેરા(2013), ગોલિયોંકી રાસલીલા રામ-લીલા(2013), ગુંડે(2014), ફાઈંડિંગ ફેની(2014), કિલ દિલ(2014), હે બ્રો(2015), દિલ ધડકને દો(2015), બાજીરાવ મસ્તાની(2015) જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતવામાં રણવીર સિંહ સફળ રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો