એપશહેર

બે દશકા પહેલાની એ વાતના કારણે આજે પણ Raveena Tandonથી કરણ જોહર નારાજ, કાજોલ સાથે છે કનેક્શન!

રવિના ટંડને હાલમાં જ ખુલાસો કર્યો છે કે, તેણે કરણ જોહરની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં કામ કરવાની શા માટે ના પાડી હતી. રવિનાએ જણાવ્યું કે, કાજોલ સમકાલીન અભિનેત્રી હતી અને એ વખતે તેની સામે નાનો રોલ કરવા તૈયાર નહોતી. રવિનાએ જણાવ્યું કે, તેણે આ ફિલ્મ ઠુકરાવતાં કરણ જોહર આજે પણ તેનાથી નારાજ છે.

Authored byશિવાની જોષી | I am Gujarat 8 Feb 2023, 3:08 pm

હાઈલાઈટ્સ:

  • 1998માં કરણ જોહરની ફિલ્મ કુછ કુછ હોતા હૈ રિલીઝ થઈ હતી.
  • આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જી લીડ રોલમાં હતા.
  • રાની મુખર્જીના રોલ માટે રવિના ટંડનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
હાઈલાઈટ ટેક્સ્ટ
કરણ જોહરની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં શાહરૂખની સાથે કાજોલ અને રાની મુખર્જી એમ બે અભિનેત્રીઓ હતી. કરણ જોહરે આ ફિલ્મ માટે રવિના ટંડનનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે કામ કરવાની ના પાડી હતી. હવે રવિનાએ એ વખતે આ ફિલ્મ કેમ ઠુકરાઈ દીધી હતી તેનું કારણ જણાવ્યું છે. સાથે જ રવિનાએ કહ્યું કે, આ વાતને લઈને કરણ જોહર આજે પણ તેનાથી નારાજ છે.

કિયારા અડવાણીના કલીરા અને લહેંગામાં સમાન હતી આ બાબત, સિદ્ધાર્થના પરિવારના ખાસ સભ્યને આપી શ્રદ્ધાંજલી

આજે પણ કરણ રવિનાથી નારાજ

એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં રવિનાએ આ વિશે વિસ્તારથી વાત કરતાં કહ્યું, "'કુછ કુછ હોતા હૈ' નકારવા બદલ કરણ જોહરે આજે પણ મને માફ નથી કરી. પરંતુ તે એ નથી સમજતો કે એ વખતે કાજોલ મારી સમકાલીન અભિનેત્રી હતી. અમે બંનેએ સાથે કરિયર શરૂ કર્યું હતું અને બંનેએ લીડ રોલ કર્યા હતા અને જો 'કુછ કુછ હોતા હૈ'માં મને નાનો રોલ આપવામાં આવ્યો હતો કદાચ રાની કરતાં પણ નાનો. રાનીને આ ફિલ્મથી ફાયદો થયો કારણકે તે નવોદિત હતી. આ જ વાત મેં કરણને પણ સમજાવી હતી."

એક્ટર તરીકે યાદ ના રખાઈ હોવાનું રવિનાને દુઃખ

તેણે વાત આગળ વધારતાં કહ્યું, "હું એક્ટર તરીકે મારી જાતને ઉપર મૂકવા માગતી હતી, માત્ર પાંચ સીન અને પાંચ હિટ ગીતો સાથે એની એ જ બાબત નહોતી કરવા માગતી. આજે પણ જ્યારે લોકો મને મારા હિટ ગીતો સિવાય કોઈ બાબત માટે યાદ નથી રાખતા ત્યારે દુઃખ થાય છે. જ્યારે પણ હું જઉં ત્યારે લોકો મારા ગીતોની વાત કરે છે પણ મારા પર્ફોર્મન્સિસનું શું?"

રાખી સાવંતને આજે પણ પ્રેમ કરે છે પૂર્વ પતિ રિતેશ! આદિલ સામેના કેસમાં મદદની દર્શાવી તૈયારી

વર્કફ્રંટની વાત કરીએ તો....

કરણે અગાઉ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'કુછ કુછ હોતા હૈ'માં રાની મુખર્જીએ જે રોલ ભજવ્યો હતો તેને અગાઉ આઠ અભિનેત્રીઓ નકારી ચૂકી હતી. કરણ જોહરના ડાયરેક્શનમાં બનેલી 'કુછ કુછ હોતા હૈ'ને યશ જોહરે પ્રોડ્યુસ કરી હતી. 2018માં કરણ જોહરે આ ફિલ્મના 20 વર્ષની ઉજવણી કરી હતી. રવિનાના વર્કફ્રંટની વાત કરીએ તો, છેલ્લે તે ફિલ્મ 'KGF: ચેપ્ટર 2'માં જોવા મળી હતી. હવે તે સંજય દત્ત સાથે ફિલ્મ 'ગુડચડી'માં દેખાશે. ઉપરાંત અરબાઝ ખાનની ફિલ્મ 'પટના શુક્લા' અને વેબ સીરીઝ 'આર્યનાયક'ની બીજી સીઝનમાં જોવા મળશે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story