એપશહેર

Alia Bhatt અને Ranbir Kapoorએ પાડ્યું દીકરીનું ખાસ નામ! જાણીને ઈમોશનલ થઈ ગયાં નીતૂ કપૂર!

Alia Bhatt and Ranbir Kapoor Baby Girl Name: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 6 નવેમ્બરે દીકરીના પેરેન્ટ્સ બન્યા હતા. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે હજી સુધી દીકરીનું નામ જાહેર નથી કર્યું પરંતુ મીડિયા રિપોર્ટનું માનીએ તો કપલે નામ નક્કી કરી દીધું છે. આલિયા-રણબીરે દીકરીનું એવું નામ પાડ્યું છે જે જાણીને નીતૂ કપૂર ઈમોશનલ થઈ ગયા હતા.

Authored byશિવાની જોષી | I am Gujarat 16 Nov 2022, 2:24 pm

હાઈલાઈટ્સ:

  • આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા.
  • આલિયા ભટ્ટે જૂન 2022માં પહેલી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.
  • આલિયા અને રણબીર 11 નવેમ્બરે દીકરીને ઘરે લઈને આવ્યા હતા.
હાઈલાઈટ ટેક્સ્ટ
કપૂર ખાનદાનમાં હાલ જશ્નનો માહોલ ચાલી રહ્યો છે. કપૂર પરિવારમાં નવા મહેમાનનું આગમન થયું છે. ઋષિ કપૂર અને નીતૂ કપૂર (Neetu Kapoor)ના દીકરા રણબીર કપૂર (Ranbir Kapoor)ના ત્યાં દીકરીનો જન્મ થયો છે. 6 નવેમ્બરે રણબીરની પત્ની આલિયા ભટ્ટે (Alia Bhatt) દીકરીને જન્મ આપ્યો હતો. ફેન્સ આલિયા-રણબીરની દીકરીની પહેલી ઝલક નિહાળવા માટે તત્પર થઈ રહ્યા છે. હજી સુધી તો આલિયા-રણબીરે દીકરીનો ફોટો કે તેનું નામ જાહેર નથી કર્યું. પરંતુ મીડિયામાં રિપોર્ટ્સ વહેતા થયા છે કે, કપલે દીકરીનું નામ નક્કી કરી દીધું છે.

Aaradhya Bachchanના બર્થ ડે પર Aishwarya Raiએ શેર કરી સુંદર તસવીર પણ આ કારણે આવી લોકોના નિશાને

આલિયા-રણબીરે નક્કી કર્યું દીકીરનું નામ!

બોલિવુડ લાઈફના રિપોર્ટ અનુસાર, આલિયા-રણબીર સ્વર્ગસ્થ પિતા ઋષિ કપૂર સાથે જોડાયેલું નામ પાડ્યું છે. પોતાના સંતાનોની આ વિચારસરણી જોઈને નીતૂ કપૂર ઈમોશનલ થઈ ગયા હતા. જોકે, કપલે દીકરીનું નામ શું પાડ્યું છે તે અંગેનો ખુલાસો હજી સુધી થયો નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કપૂર અને ભટ્ટ પરિવારે સાથે મળીને દીકરીનું નામ નક્કી કરી લીધું છે અને બધાને પસંદ પણ આવ્યું છે. ટૂંક સમયમાં જ તેઓ ફેન્સ સાથે દીકરીનું નામ શેર કરશે.

નો ફોટો પોલીસી

થોડા સમય પહેલા જ મીડિયામાં રિપોર્ટ્સ હતા કે હાલ આલિયા-રણબીર પોતાની દીકરીની વધુ વિગતો મીડિયામાં જાય તેવું નથી ઈચ્છતા. એટલે જ તેઓ તસવીર શેર નહીં કરે. તેમણે નો પિક્ચર પોલીસી રાખી છે. મતલબ કે, તેમની દીકરીને મળતી વખતે ફોટો પાડવાની મંજૂરી નહીં હોય.

Ranbir Kapoor-Alia Bhatt માટે ભાગ્યશાળી સાબિત થશે દીકરી, તેમની જેમ ફિલ્મોમાં બનાવશે કરિયર?

વર્કફ્રંટની વાત કરીએ તો...

વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમકહાની'માં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, શબાના આઝમી, જયા બચ્ચન અને ધર્મેન્દ્ર છે. ફિલ્મ 28 એપ્રિલ 2023ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ સિવાય આલિયા ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'થી હોલિવુડ ડેબ્યૂ કરશે. રણબીરની વાત કરીએ તો, તે લવ રંજનની આગામી ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે દેખાશે. આ સિવાય તેની પાસે 'એનિમલ' પણ છે. આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર અને રશ્મિકા મંદાના છે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story