એપશહેર

સુશાંત સિંહ આત્મહત્યાઃ JDUનો દાવો, રિયા ચક્રવર્તીની થઈ શકે છે હત્યા

જેડીયુ પ્રવક્તાએ કહ્યું કે દિશા સાલિયન અને સુશાંત સિંહ રાજપૂતના મોત વચ્ચે કંઈક ને કંઈક તો સંબંધ જરુર છે. આ ઉપરાંત તેમણે મુંબઈ પોલીસ પર યોગ્ય રીતે તપાસ ન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

TNN 3 Aug 2020, 3:09 pm
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે બિહારની સત્તાધારી પાર્ટી જેડીયુ પણ મેદાનમાં આવી છે. જેડીયુ પ્રવક્તાએ સ્પષ્ટ કહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતનો કેસ સીધી રીતે જ દિશા સાલિયનની 'હત્યા' સાથે જોડાયેલો લાગે છે. આ અપરાધને અંજામ આપનારા વ્યક્તિ પોતાને બચાવવા માટે રિયા ચક્રવર્તીની હત્યા પણ કરાવી શકે છે. જેડીયુ પ્રવક્તા રાજીવ રંજને આ દરેક વાતો કહી છે.
I am Gujarat rhea chakraborty also can be murdered in sushant singh rajput case says jdu spokesperson rajiv ranjan
સુશાંત સિંહ આત્મહત્યાઃ JDUનો દાવો, રિયા ચક્રવર્તીની થઈ શકે છે હત્યા


'દિશા સાલિયનની 'કથિત' આત્મહત્યા સંબંધમાં છે સુશાંતનો કેસ'
જેડીયુ પ્રવક્તાએ કહ્યું કે દિશા સાલિયન અને સુશાંત સિંહ રાજપૂતના મોત વચ્ચે કંઈક ને કંઈક તો સંબંધ જરુર છે. તેમણે કહ્યું કે,'જે રીતે દિશા સાલિયનની કથિત આત્મહત્યાને મુંબઈ પોલીસે સાઈડલાઈન કર્યો અને સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પણ યોગ્ય રીતે તપાસ નથી થઈ રહી.'

'કેટલાક મહત્વના લોકો કરાવી શકે છે રિયાની હત્યા'
રાજીવ રંજને એ પણ કહ્યું કે આ બન્ને ઘટનાઓમાં કડી રિયા ચક્રવર્તી છે. તેમણે દાવો કરતા કહ્યું કે,'કેટલાક મહત્વપૂર્ણ લોકોના ઈશારે રિયા ચક્રવર્તીની હત્યા પણ થઈ શકે છે. રિયા આ સમગ્ર ઘટનામાં શંકાના પરિઘમાં છે અને સાક્ષી પણ છે. રિયા ચક્રવર્તીને પોલીસ સુરક્ષામાં આવવું જોઈએ અથવા તો કોર્ટમાંથી પોતાની સુરક્ષા માગવી જોઈએ.'

'મુંબઈ પોલીસ પર લગાવ્યા આરોપ'
મુંબઈ પોલીસ પર આરોપ લગાવતા રાજીવ રંજને કહ્યું કે,'તેમાં કોઈ શક નથી કે મુંબઈ પોલીસ આ મામલે ન્યાયની દિશામાં તપાસ નથી કરી રહી.' તેમણે કહ્યું કે,'આવી સ્થિતિમાં બિહાર પોલીસને આ કેસના દરેક સબૂત સોંપવામાં આવે અને બિહાર પોલીસ જ આગળ તપાસ કરે.' નોંધનીય છે કે જ્યારથી બિહાર પોલીસ સુશાંત કેસની તપાસ કરી રહી છે ત્યારથી મુંબઈ પોલીસ પર બિહાર પોલીસને સહયોગ ન આપવાના આરોપ લાગી રહ્યાં છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો