એપશહેર

સુશાંત કેસમાં મોટો વળાંક: રિયાએ એક્ટરની બહેન પ્રિયંકા સામે નોંધાવી છેતરપિંડીની ફરિયાદ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીએ એક્ટરની બહેન પ્રિયંકા સિંહ સામે ફરિયાદ કરી છે. નકલી મેડિકલ પ્રિસ્ક્રિપ્શનથી સુશાંતને દવાઓ આપવાનો આરોપ મૂક્યો છે.

TIMESOFINDIA.COM 7 Sep 2020, 4:36 pm
સુશાંત સિંહ રાજપૂતના કેસમાં નવો વળાંક આવ્યો છે. હવે રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 6 પાનાની ફરિયાદમાં રિયા ચક્રવર્તીએ ઉલ્લેખ કર્યો છે કે, પ્રિયંકાના કહેવા પર સુશાંતને ગેરકાયદે રીતે સાઈકોટ્રોપિક દવાઓ પ્રિસ્ક્રિાઈબ કરી આપવામાં આવી હતી. જે લીધાના પાંચ દિવસ પછી સુશાંતનું નિધન થયું હતું. રિયાએ પોતાની ફરિયાદમાં અપીલ કરી છે કે, પ્રિયંકા સિંહ અને ડૉ. તરુણ કુમાર સામે IPC 1860, નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક ડ્રગ્સ એક્ટ તેમજ ટેલિમેડિસિન પ્રેક્ટિસ ગાઈડલાઈન્સ 2020 હેઠળ FIR નોંધવામાં આવે.
I am Gujarat priyanka ssr rhea
ડાબી તસવીર- રિયા ચક્રવર્તી, જમણી તસવીર- સુશાંત અને પ્રિયંકા


રિયાના વકીલ સતીશ માનેશિંદેએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું, "રિયા ચક્રવર્તીએ મુંબઈ પોલીસ પાસે પ્રિયંકા સિંહ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડૉક્ટર તરુણ કુમાર અને અન્યો સામે છેતરપિંડી, NDPS એક્ટ અને ટેલિમેડિસિન પ્રેક્ટિસ ગાઈડલાઈન્સ 2020 હેઠળ સુશાંત સિંહ રાજપૂતને બોગસ મેડિકલ પ્રિસ્ક્રિપ્શન મોકલવા બદલ ફરિયાદ નોંધાવી છે. 8 જૂન 2020ના રોજ સુશાંત મુંબઈમાં હતો છતાં તેને ઓપીડી પેશન્ટ ગણાવીને તેને દવાઓ લખી આપવામાં આવી હતી."


રિયાએ ફરિયાદમાં કહ્યું છે કે, પ્રિસ્ક્રિપ્શન લખી આપનારા ડૉક્ટર તરુણ કુમાર કાર્ડિયોલોજિસ્ટ છે છતાં તેમણે માનસિક રોગો સંબંધિત ડિપ્રેશનની દવાઓનું બોગસ પ્રિસ્ક્રિપ્શન બનાવીને આપ્યું હતું. રિયાએ હવે સુશાંતની બહેન સામે ફરિયાદ નોંધવતા કેસમાં નવો વળાંક આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હાલ રિયા ચક્રવર્તીની પૂછપરછ NCB કરી રહી છે. સુશાંતના મોત મામલે ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કાર્યવાહી શરૂ કરી હતી. રિપોર્ટ પ્રમાણે, બીજા દિવસની પૂછપરછમાં રિયાએ કહ્યું છે કે, તે સુશાંત માટે ડ્રગ્સ મગાવતી હતી પરંતુ તેણે ક્યારેય ઉપયોગ નથી કર્યો. શુક્રવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરી હતી.

Read Next Story