એપશહેર

વિદેશમાં આ જગ્યાએ ફરવું તૈમૂરને ખૂબ પસંદ છે, પિતા સૈફ અલી ખાને કર્યો ખુલાસો

શિવાની જોષી | I am Gujarat 6 Oct 2019, 12:17 pm
સૈફ અલી ખાન અને કરીના કપૂર બોલિવુડના સ્ટાઈલિશ કપલ પૈકીના એક છે. તેમનો દીકરો તૈમૂર પણ મમ્મી-પપ્પાની જેમ ફેશનેબલ છે. તૈમૂર સૌથી વધુ પોપ્યુલર સ્ટારકિડ છે. તૈમૂર અને સૈફ-કરીના અવારનવાર લંડન કે સ્વિત્ઝરલેન્ડમાં હોલિડે પર જતાં જોવા મળે છે. પોતાના બિઝી શિડ્યુલમાંથી બ્રેક લેવા માટે સૈફ અને કરીના તૈમૂરને લઈને પટૌડી પેલેસ જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફોટોઝમાં જો તમે નોંધ્યું હશે તો તૈમૂર બગીચામાં રમતો ઘણીવાર જોવા મળ્યો હશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોહવે તૈમૂરના પપ્પા સૈફ અલી ખાને ખુલાસો કર્યો છે કે, તૈમૂરને શું કરવું સૌથી વધારે ગમે છે. વિદેશમાં જઈને શું કરવું તૈમૂરને ખાસ પસંદ છે. એક ઈન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને ખુલાસો કર્યો કે, “પટૌડી પેલેસમાં જઈને હરવાફરવાની અને પ્રાણીઓ જોવાની મજા પડે છે. અમે જ્યારે વિદેશમાં હોઈએ ત્યારે તૈમૂરને ઝૂમાં જઈને પ્રાણીઓ સાથે સમય વિતાવવું અને તેમને થપથપાવવા પસંદ છે. અહીં આ બધું કરવાનો મોકો તેને ઓછો મળે છે. તૈમૂર ‘નેચર બોય’ છે. તેને આસપાસ ખુલ્લા પગે દોડવું ખૂબ ગમે છે. મને લાગે છે કે બાળક માટે તે સારું પણ છે. હું ઈચ્છતો હતો કે મારો દીકરો આવો જ થાય.”ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સૈફ-કરીના લંડનમાં વેકેશનની સાથે શૂટિંગ માટે ગયા હતા. આ દરમિયાન ઝૂમાં પ્રાણીઓ સાથે સમય વિતાવતા તૈમૂરને જોયો હશે. સોશિયલ મીડિયા પર તેની અનેક તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. તૈમૂરની સાથે રણવિજય સિંહની દીકરી કાયનાત સાથે ઝૂમાં મસ્તી કરતો જોવા મળ્યો હતો. બંને બકરીને ખવડાવતા જોવા મળ્યા હતા.વર્કફ્રંટની વાત કરીએ તો, સૈફ અલી ખાન હાલ તો આગામી ફિલ્મ ‘લાલ કપ્તાન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 18 ઓકટોબરે રિલીઝ થવાની છે. જેમાં સૈફ નાગા સાધુના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત સૈફ અજય દેવગણ સાથે ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ તેમજ ‘જવાની જાનેમન’માં જોવા મળશે. ‘જવાની જાનેમન’માં સૈફની સાથે તબ્બુ છે.ઝૂમાં કઝિન ઈનાયા અને કાયનાત સાથે મસ્તી કરતો તૈમૂર, જોઈને બાળપણ યાદ આવી જશે
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો