એપશહેર

KGF-Chapter 2: 'અધીરા'ના રૂપમાં જોવા મળ્યો સંજય દત્તનો ખતરનાક અવતાર

KGF ફિલ્મના બીજા ભાગની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં સંજય દત્ત નેગેટિવ રોલમાં છે. ત્યારે એક્ટરના બર્થ ડે પર તેના પાત્ર 'અધીરા'નો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે.

I am Gujarat 29 Jul 2020, 12:26 pm
છેલ્લા થોડા સમયથી ફેન્સ KGF સીરીઝની બીજી ફિલ્મ 'KGF: ચેપ્ટર 2'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મમાં સંજય દત્ત પણ છે. સંજય દત્તાના 61મા જન્મદિવસે આ ફિલ્મમાં તેના પાત્રનો લૂક જાહેર કરવામાં આવ્યો છે. સંજય દત્ત આ ફિલ્મમાં 'અધીરા'નો નેગેટિવ રોલ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સંજય દત્તનો લૂક ખતરનાક છે.
I am Gujarat sanjay adheera
સંજય દત્તનો લૂક



ફિલ્મના પોસ્ટરમાં સંજય દત્તે કવચ પહેરેલું છે અને માથામાં ટેટૂ સાથે ખૂબ ખતરનાક દેખાય છે. સંજયના હાથમાં તલવાર પણ છે. ફિલ્મનું પોસ્ટર ડાયરેક્ટર પ્રશાંત નીલે શેર કર્યું છે. સાથે જ ફિલ્મનો ભાગ બનવા બદલ સંજય દત્તનો આભાર માન્યો છે. સાથે જ આ પોસ્ટમાં પ્રશાંત નીલે ફિલ્મનું આગામી શૂટિંગ શિડ્યુલ જલદી જ શરૂ થવાની આશા વ્યક્ત કરી છે.


ઉલ્લેખનીય છે કે, આ પહેલા સંજય દત્તે પોતાના પાત્ર અધીરા વિશે વાત કરતાં કહ્યું હતું કે, તેનું પાત્ર અવેન્જર્સના થાનોસ જેવું ખતરનાક છે. સંજય દત્તે અમારા સહયોગી ઈટાઈમ્સનું જણાવ્યું, "અધીરાને જોઈને ઓડિયન્સની શી પ્રતિક્રિયા હશે તે જાણવા ઉત્સુક છું. મારા બર્થ ડે પર આ પોસ્ટર રિલીઝ થયું છે જે ડબલ સેલિબ્રેશનની વાત છે. હું શુભેચ્છાઓ માટે સૌનો આભાર માનું છું. અમે આ પાત્રના લૂક સાથે કંઈ નવીન કરવાનો પ્રયાસ કર્યો છે. હું લોકોની પ્રતિક્રિયા જાણવા માટે આતુર છું."

જણાવી દઈએ કે, આ ફિલ્મમાં કન્નડ સુપરસ્ટાર યશ લીડ રોલમાં જોવા મળશે. જ્યારે સંજય દત્ત આ ફિલ્મથી કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ફિલ્મમાં સંજય દત્તની સાથે બોલિવુડ એક્ટ્રસ રવિના ટંડન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો