એપશહેર

Global Event: સારા અલી ખાનની આ તસવીર જોઈને કેમ ગર્વ અનુભવી રહ્યા છે ફેન્સ?

મુંબઈમાં 26 સપ્ટેમ્બરના રોજ ગ્લોબલ ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં સારા અલી ખાન સાડી પહેરીને પહોંચી હતી અને બધાના દિલ જીતી લીધા હતા.

TIMESOFINDIA.COM 27 Sep 2021, 2:02 pm

હાઈલાઈટ્સ:

  • ઈવેન્ટ હોય કે એવોર્ડ મોટાભાગે ભારતીય પોષાકમાં જોવા મળે છે સારા અલી ખાન
  • મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ સિટિઝન ઈવેન્ટમાં સાડી પહેરીને પહોંચી હતી સારા અલી ખાન
  • સારા અલી ખાનને સાડી, બંગડી અને બિંદીમાં જોઈને ગર્વ અનુભવી રહ્યા છે ફેન્સ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat sara ali khan wear saree in global event fan feels proud
Global Event: સારા અલી ખાનની આ તસવીર જોઈને કેમ ગર્વ અનુભવી રહ્યા છે ફેન્સ?
અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને જ્યારથી બોલિવુડમાં પગ મૂક્યો છે ત્યારથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી આવી છે. એક્ટિંગ સ્કિલથી લઈને એટિકેટ, પાપારાઝી સાથે સ્વીટ જેસ્ચર તેમજ ફેશન ગેમ માટે સારાના વખાણ થતા રહે છે. સારાની ફેશન ચોઈસ ખાસ કરીને ભારતીય પોષાકની વાત આવે ત્યારે પ્રભાવી હોય છે.
View this post on Instagram A post shared by Sara Ali Khan FC🍭( NOTICED) (@sarakishayari)

રેડ કાર્પેટ ઈવેન્ટથી લઈને એવોર્ડ શો, પ્રમોશનલ ઈવેન્ટ અથવા કેઝ્યુઅલ આઉટિંગ સુધી સારા અલી ખાન મોટાભાગે સલવાર-સૂટ, પ્લાઝો કૂર્તા જેવા ઈન્ડિયન વેઅરમાં જોવા મળે છે. 26મી સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ સિટિઝન લાઈવમાં સારા અલી ખાને સાડી પહેરી હતી અને હંમેશાની જેમ સુંદર લાગતી હતી.


સંબંધોમાં ઘણા આગળ વધી ગયા શમિતા શેટ્ટી-રાકેશ બાપટ, સાથે રહેવાનું શરૂ કરી દીધું?
ઈવેન્ટ માટે એક્ટ્રેસે મેચિંગ બંગડીઓ સાથે મલ્ટિ-કલરની સાડી પહેરી હતી, આ સાથે તેણે મિનિમલ મેકઅપ કર્યો હતો. સારાએ તેના લૂકને બિંદી સાથે પૂરો કર્યો હતો. સોશિયલ મીડિયા પર સારા અલી ખાનની તસવીર વાયરસ થતાં જ ગ્લોબલ ઈવેન્ટમાં ભારતીય પોષાક પહેરવા બદલ સોશિયલ મીડિયા યૂઝર્સે તેના વખાણ કરવાનું શરૂ કરી દીધું હતું.


નેહા કક્કડ 'પ્રેગ્નેન્ટ' હોવાની જાણ થયા બાદ આવું હતું તેના સાસુનું રિએક્શન
સારા અલી ખાનની તસવીર પર કોમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું છે 'સારાએ ગ્લોબલ પ્લેટફોર્મ પર સાડી પહેરી તે પ્રેમ છે. તેણે આજે આપણને ગર્વનો અનુભવ કરાવ્યો છે'. અન્યએ લખ્યું છે 'સારાની તસવીર જોઈને હું અટકી ગઈ, આગળ સ્વાઈપ કરવા નથી ઈચ્છતી'. અન્ય એક યૂઝરે લખ્યું છે 'ગ્લોબલ ઈવેન્ટમાં સારાએ સાડી પહેરી તે પ્રશંસાપાત્ર છે'. એક યૂઝરે લખ્યું 'સાડી, બિંદી, બંગડી અને ખાસ કરીને સ્મિત સાથે સારા કેવી લાગી રહી છે તેનું વર્ણન કરવામાં શબ્દો ઓછા પડશે'.

View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95)

વર્ક ફ્રંટની વાત કરીએ તો, સારા અલી ખાન અક્ષય કુમાર અને ધનુષ સાથે આનંદ એલ.રાયની ફિલ્મ 'અતરંગી રે'માં જોવા મળવાની છે. એક્ટ્રેસ છેલ્લે વરુણ ધવન સાથે ફિલ્મ 'કૂલી નંબર 1'માં જોવા મળી હતી, જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો