એપશહેર

એક્ટર સતીષ કૌશિકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું સામે આવ્યું? પોલીસ હવે CCTV ચેક કરશે?

Satish Kaushik has passed away: બોલિવૂડ ડિરેક્ટર, રાઈટર, એક્ટર અને કોમેડિયન સતીષ કૌશિકનું (Satish Kaushik) હાલમાં જ નિધન થયું હતું. તેઓ હોળીના સેલિબ્રેશન માટે દિલ્હી ગયા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને લઈને કરવામાં આવેલી શરૂઆતની તપાસમાં મોત હાર્ટ અટેકના કારણે થયું હોવાનો ખુલાસો થયો હતો. મોડી રાતે છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને તેમનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું.

Edited byનિલય ભાવસાર | I am Gujarat 11 Mar 2023, 9:26 pm
બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર સતીશ કૌશિક હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું. તેમણે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા. તેમના મોત પાછળનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. કારણકે તે દિલ્હીમાં જ્યાં રોકાયા હતા તે ફાર્મહાઉસમાંથી ઘણી દવાઓ મળી આવી હતી. હવે રિપોર્ટ આવ્યો છે, જેમાં ઘણાં ખુલાસા થયા છે.
I am Gujarat Satish Kaushik
એક્ટર સતીષ કૌશિકના પોસ્ટમોર્ટમ શું સામે આવ્યું?


બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર સતીશ કૌશિકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અભિનેતા હાયપર ટેન્શન અને શુગરના દર્દી હતા. તેમને હાઈ બીપી એટલે કે બ્લડપ્રેશરની પણ સમસ્યા હતી. પોલીસને હજુ સુધી કશું શંકાસ્પદ મળ્યું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે સતીશ કૌશિકનું પોસ્ટમોર્ટમ ચાર ડોક્ટર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરી હતી, જેથી તે રેકોર્ડમાં રાખી શકાય.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી પોલીસ સતીશ કૌશિક મૃત્યુ કેસમાં 7 કલાકના CCTV ફૂટેજની તપાસ કરશે. અભિનેતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવ્યું છે. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હવે તેમના હાર્ટ અને બ્લડ સેમ્પલની તપાસ પણ કરવામાં આવશે, જેનો રિપોર્ટ આગામી 15 દિવસમાં પોલીસને સોંપવામાં આવશે. પોલીસને આશા છે કે આ રિપોર્ટથી ઘણી બાબતો સ્પષ્ટ થશે.

અગાઉ સતીષ કૌશિકના મેનેજર સંતોષ રાયે જણાવ્યું હતું કે, રાતે 10.30ની આસપાસ તેઓ ઊંઘવા માટે જતા રહ્યા હતા. પરંતુ મોડી રાતે આશરે 12.10 વાગ્યે તેમણે અચાનક બોલાવ્યા હતા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાનું કહ્યું હતું. તેમણે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અંદર પહોંચે તે પહેલા જ તેમણે દમ તોડ્યો હતો. હરિયાણાના એક નાનકડા ગામમાં જન્મેલા સતીષ કૌશિકે બાળપણથી જ એક્ટર બનવાનું સપનું જોયું હતું અને તેને પૂરું પણ કર્યું.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story