એપશહેર

શાહરુખ ખાનને મળી હીરો અથવા હીરોઈનના પપ્પાનો રોલ કરવાની સલાહ, કિંગ ખાને આપ્યો જબરદસ્ત જવાબ

શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ 10 દિવસમાં વર્લ્ડવાઈડ 700 કરોડ રુપિયા કમાણી કરી ચૂકી છે. શાહરુખ ખાને આજે ટ્વિટર પર AskSRK સેશનનું આયોજન કર્યુ હતું. શાહરુખ ખાનને એક યુઝરે પૂછ્યું કે તમે આ રીતે હીરોનો જ રોલ કરતા રહેશો કે હીરો અથવા હીરોઈનના પિતાનો રોલ કરવાની પણ યોજના છે? કિંગ ખાને મજાનો જવાબ આપ્યો હતો.

Edited byZakiya Vaniya | TNN 4 Feb 2023, 4:17 pm

હાઈલાઈટ્સ:

  • બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે શાહરુખની ફિલ્મ.
  • શાહરુખ ખાને ટ્વિટર પર આપ્યા યુઝર્સના પ્રશ્નોના જવાબ.
  • એક યુઝરે કહ્યું- પઠાણ ફિલ્મનો પ્રથમ ભાગ જ સારો લાગ્યો.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat ask srk
શાહરુખ ખાનના મજાકિયા અંદાજના થાય છે વખાણ.
બોલિવૂડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાનના અભિનયની સાથે સાથે મજાકિયા અંદાજના પણ લોકો ખૂબ વખાણ કરતા હોય છે. ઈન્ટર્વ્યુ હોય કે સોશિયલ મીડિયા, શાહરુખ ખાન અમુક વાર પ્રશ્નોના એવા જવાબ આપતો હોય છે કે તે વાયરલ થઈ જાય છે અને લોકો તેના ખૂબ વખાણ પણ કરે છે. પાછલા થોડા સમયમાં શાહરુખ ખાને ટ્વિટર પર AskSRk નામથી અવારનવાર ઘણાં સેશન્સ આયોજિત કર્યા, જ્યાં તે 10-15 મિનિટ સુધી ફેન્સના પ્રશ્નોના જવાબ આપતો હોય છે. આજે પણ તેણે આવી રીતે વાતચીત કરી હતી.

આ સેશન દરમિયાન એક યુઝરે શાહરુખ ખાનને પૂછ્યું કે, તમે આ રીતે હીરોનો જ રોલ કરતા રહેશો કે ક્યારેક ફિલ્મમાં હીરો અથવા હીરોઈન બનવાનો પણ પ્લાન છે? આ પ્રશ્નના ઉત્તરમાં શાહરુખ ખાને લખ્યું કે, તમે બાપ બનો, હું તો હીરો જ બરાબર છું.

આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું કે, શાહરુખ ખાન પઠાણ ફિલ્મનો પ્રથમ ભાગ સારો હતો, પણ બીજો ભાગ નિરાશાજનક હતો. આ વિશે તમારુ શું કહેવું છે? આ સાંભળીને શાહરુખ ખાને કહ્યું કે, કંઈ વાંધો નહી. દરેકની પોતાની આગવી પસંદ હોય છે. તમે પઠાણ ફિલ્મનો પ્રથમ ભાગ જોઈ લેજો અને પછી બીજા ભાગના સમયમાં ઓટીટી પર કોઈ બીજી ફિલ્મ જોઈ લેજો. પઠાણ ફિલ્મના કલેક્શન વિશે શાહરુખ ખાને લખ્યું કે, 5000 કરોડ પ્યાર, 3000 કરોડ વખામ. 3250 કરોડ હગ્સ...2 બિલિયન સ્માઈલ અને હજી તેમાં વધારો થઈ રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર રીલિઝ થઈ ગઈ છે. વિવાદોના વંટોળ વચ્ચે રીલિઝ થયેલી આ ફિલ્મને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી છે. વર્લ્ડવાઈડ ફિલ્મ 700 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. ફિલ્મના કલેક્શને અનેક રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મ માટે શાહરુખ ખાને વધારે પ્રમોશન પણ નથી કર્યું. શાહરુખ ખાન અને ટીમ કોઈ પણ રિયાલિટી શૉ કે પબ્લિક ઈવેન્ટમાં ફિલ્મ માટે પ્રમોશન નથી કર્યું. ફિલ્મના ગીત બેશરમ રંગને કારણે ઘણો વિવાદ થયો હતો. ફિલ્મનો બહિષ્કાર કરવાની પણ માંગ ઉઠી હતી, પરંતુ તેમ છતાં બોક્સઓફિસ પર તેની અસર જોવા નથી મળી.

Read Next Story