એપશહેર

રિયા અને મહેશ ભટ્ટના સંબંધો પર શત્રુઘ્ન સિન્હાએ કર્યો સવાલ, કહ્યું 'તમે...'

સુશાંતનું નિધન થયું છે ત્યારથી રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટના સંબંધો પર સવાલ થઈ રહ્યા છે. હવે એક્ટર શત્રુઘ્ન સિન્હાએ પણ સવાલ કરતા કહ્યું છે કે, 'મહેશ ભટ્ટ રિયાના પિતા છે કે પછી બીજુ કંઈક'

TIMESOFINDIA.COM 25 Aug 2020, 2:15 pm
સુશાંત સિંહ રાજપૂતના નિધનને 70 દિવસ જેટલો સમય થઈ ગયો છે. સુશાંતના મોત માટે રિયા ચક્રવર્તી અને તેની સાથે જોડાયેલા લોકો જવાબદાર હોવાનો આરોપ લાગી રહ્યો છે. રિયાની મહેશ ભટ્ટ સાથેની કથિત નિકટતા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. આ વિશે વાત કરતાં શત્રુઘ્ન સિન્હાએ પણ બંનેના સંબંધો પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, દરેક જાણવા માગે છે કે રિયા માટે મહેશ ભટ્ટ પિતા સમાન હતા, ગોડફાધર હતા કે પછી બીજુ કંઈક.
I am Gujarat SHATRUGHAN SINHA


વધુમાં તેમણે કહ્યું કે, તેઓ રિયાને રિયલ લાઈફમાં ક્યારેય મળ્યા નથી અને છેલ્લા પાંચ વર્ષમાં એકપણ વખત તેમની મહેશ ભટ્ટ સાથે મુલાકાત થઈ નથી. તેમના કહેવા પ્રમાણે, ઉંમરનું જોઈએ તો સુશાંત તેમના દીકરા જેવો હતો. તેમણે તેમ પણ કહ્યું કે, જે કંઈ પણ છે તે સીબીઆઈની સામે રાખી દેવું જોઈએ.

મુંબઈ અને બિહાર પોલીસ વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધની વચ્ચે સુપ્રીમ કોર્ટે સુશાંતના કેસની તપાસ સીબીઆઈને સોંપી છે. સુપ્રીમ કોર્ટ તરફથી આદેશ મળ્યા બાદ સીબીઆઈના અધિકારીઓએ મુંબઈ આવીને પૂછપરછ શરૂ કરી છે.

સુશાંત સિંહ રાજપૂતના કેસના તમામ પુરાવા મુંબઈ પોલીસે સીબીઆઈને સોંપ્યા છે. અધિકારીઓએ સુશાંતના બાંદ્રા સ્થિત ઘરની મુલાકાત લીધી હતી અને દિવંગત એક્ટરના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાણી, મેનેજર દિપેશ સાવંત અને કૂક નીરજ કે જેઓ 14 જૂને ઘટનાસ્થળે હાજર હતા તેમની સાથે ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો હતો.

સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ 14 જૂને બાંદ્રાના તેના એપાર્ટમેન્ટમાંથી પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી.

Read Next Story