એપશહેર

શિલ્પા શેટ્ટીએ 9 મહિના બાદ રેસ્ટોરાંમાં લીધું ડિનર, જેનેલિયા-રિતેશ હતા સાથે

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે 9 મહિના બાદ કરેલા નાઈટ આઉટ અને ડિનરની તસવીર શેર કરી છે.

I am Gujarat 4 Dec 2020, 4:14 pm
કોરોના મહામારીના કારણે લાંબા સમય બાદ હોટેલ-રેસ્ટોરાં શરૂ થયા છે. ત્યારે પહેલા અવારનવાર ડિનર કે લંચ માટે બહાર નીકળતા સેલેબ્સ હવે ક્યારેક જ દેખાય છે. કોરોના મહામારી વચ્ચે હવે સૌ કોઈ સામાન્ય જીવન તરફ વળી રહ્યું છે. આ જ દિશામાં આગળ વધતાં શિલ્પા શેટ્ટી, પતિ રાજ કુંદ્રા, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝા પણ રેસ્ટોરાંમાં ડિનર માટે આવ્યા હતા. આ બંને કપલે ગુરુવારે રાત્રે સાથે ડિનર લીધું હતું. મુંબઈની એક રેસ્ટોરાંમાં લીધેલા ડિનર તસવીરો તેમણે પોતપોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે.
I am Gujarat shilpa

View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)


શિલ્પા શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લાંબા સમય બાદ રેસ્ટોરાંમાં લીધેલા ડિનર માટે પોસ્ટ મૂકી છે. શિલ્પાએ તસવીર શેર કરતાં લખ્યું, "ગઈ કાલ રાતની વાત...9 મહિના બાદ મારું પહેલું નાઈટ આઉટ અને ડિનર. વર્લીના @bastianmumbai ખાતે ફૂડ, ફન અને ફ્રેન્ડ્સ સાથેની રાત." તસવીરમાં જોઈ શકાય છે કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ બ્લેક આઉટફિટમાં ટ્વિનિંગ કર્યું હતું. જ્યારે જેનેલિયા વ્હાઈટ શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી હતી. જ્યારે રિતેશે બ્લૂ શર્ટ અને ડેનિમ પહેર્યું હતું. તેમની સાથે ધીરજ વિલાસરાવ દેશમુખ પણ હતા.
View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad)


શિલ્પા શેટ્ટી ઉપરાંત જેનેલિયા ડિસૂઝાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે. સેલ્ફી શેર કરતાં જેનેલિયાએ લખ્યું, "શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા નવા @bastianmumbai ખાતે સુંદર સાંજ વિતાવવાનો મોકો આપવા માટે આભાર. ફૂડ ખૂબ જ સ્વાદિષ્ટ હતું અને અનુભવ શાનદાર હતો. આપણે આવું વારંવાર કરવું જોઈએ."


જેનેલિયાની આ પોસ્ટ પર રાજ કુંદ્રાએ પણ કોમેન્ટ કરી છે. તેણે લખ્યું, "હું ખુશ છું કે તને આ પસંદ આવ્યું અને અમેઝિંગ કંપની માટે આભાર! તારી વાત સાથે સહમત છું કે આવી નાઈટ્સ વારંવાર આવવી જોઈએ🤗 #normallife 😇"

વર્કફ્રંટની વાત કરીએ તો, શિલ્પા શેટ્ટી ફિલ્મ 'નિકમ્મા'માં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે પરેશ રાવલ, અભિમન્યુ દાસાની, શર્લી સેટિયા સહિતના એક્ટર્સ છે. રિતેશ દેશમુખ છેલ્લે ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ 'બાગી 3'માં જોવા મળ્યો હતો. અહેમદ ખાનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, અંકિતા લોખંડે અને વિજય વર્મા સહિતના એક્ટર્સ હતા. તો આ તરફ કોરોનાથી સાજી થયેલી જેનેલિયા ડિસૂઝા પણ કામે વળગી છે. ટોલિવુડમાં કમબેક કરવા એક્ટ્રેસ તૈયાર છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો