એપશહેર

પૂર્વ પત્ની અંગે રાજ કુંદ્રાના ઘટસ્ફોટ વચ્ચે શિલ્પા શેટ્ટીએ તોડ્યું મૌન, ઈશારામાં કહી પોતાની વાત

રાજ કુંદ્રાએ હાલમાં જ તેની એક્સ-વાઈફ અંગે વિસ્ફોટક ખુલાસા કર્યા હતા. હવે શિલ્પા શેટ્ટીએ ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે.

I am Gujarat 14 Jun 2021, 10:39 am

હાઈલાઈટ્સ:

  • એક્સ વાઈફ પર રાજ કુંદ્રાના આરોપ બાદ શિલ્પા શેટ્ટીની પોસ્ટ
  • રાજ કુંદ્રાની પત્નીનું તેની બહેનના પતિ સાથે હતું અફેર
  • રાજ કુંદ્રાએ હાલમાં જ પૂર્વ પત્નીને લઈને ખુલાસા કર્યા હતા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat shilpa shetty shares cryptic post after raj kundra allegation against ex wife
પૂર્વ પત્ની અંગે રાજ કુંદ્રાના ઘટસ્ફોટ વચ્ચે શિલ્પા શેટ્ટીએ તોડ્યું મૌન, ઈશારામાં કહી પોતાની વાત
બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાજ કુંદ્રા પોતાના બંને બાળકોની સાથે હેપી ફેમિલીની જેમ રહે છે. હાલમાં જ રાજ કુંદ્રાએ તેની એક્સ-પત્ની કવિતા અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જે બાદ રાજ કુંદ્રાની બહેન પણ તેના સપોર્ટમાં આવી હતી અને તેના એક્સ-પતિ તેમજ એક્સ-ભાભી વચ્ચે શું રંધાઈ રહ્યું હતું તે જણાવ્યું હતું. આ અંગે શિલ્પા શેટ્ટીએ હજી કંઈ પણ કહ્યું નથી પરંતુ તેણે આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે.
'ડિવોર્સનું કારણ શિલ્પા શેટ્ટી નથી', આ લખાણ લેવા રાજ કુંદ્રાએ પૂર્વ પત્નીને ચૂકવી હતી મોટી રકમ!
શિલ્પા શેટ્ટી પુસ્તકો વાંચવાની શોખીન છે અને ઘણીવાર કોઈ ક્વોટ સારો લાગે તો તેની તસવીર શેર કરતી રહે છે. આ વખતે પણ તેને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પુસ્તકના પેજની તસવીર શેર કરી છે. જેમાં લખ્યું છે કે, 'જ્યારે એક સારા વ્યક્તિને ઈજા પહોંચે થે ત્યારે તેની સાથે જે પણ સારા લોકો જોડાયેલા હોય છે, તમામને પીડા થાય છે'.


શિલ્પાએ જે પેજ શેર કર્યું છે તેમાં આગળ લખ્યું છે કે, 'સારાપણું આઈસોલેશનમાં ઉપસ્થિત નથી. સારાપણું દરેક કામમાં સારું યોગદાન આપે છે. આ જ રીતે જ્યારે કોઈ સારા કામમાં મોડુ થાય છે અથવા નિષ્ફળ થાય છે ત્યારે આપણને કષ્ટ થાય છે. ક્યારેક-ક્યારેક આપણે જોઈએ છીએ અથવા સાંભળીએ છીએ કે સારા લોકોની સાથે ખરાબ થયું પરંતુ આપણે કંઈ કરી શકતા નથી કારણ કે આપણને લાગે છે કે તેની સાથે આપણે કોઈ લેવા-દેવા નથી. પરંતુ જ્યારે એક સારી વ્યક્તિ પર હુમલો કરવામાં આવે છે, ઈજાગ્રસ્ત કરવામાં આવે છે, ધરપકડ કરવામાં આને છે, જેલમાં નાખવામાં આવે છે, શોષણ કરવામાં આવે છે અથવા દુનિયામાં ક્યાંય મારી નાખવામાં આવે છે, ત્યારે લાગે છે કે આપણે બધા ઓછા સુરક્ષિત છીએ'.

રાજ કુંદ્રાએ ના માની શિલ્પા શેટ્ટીના વાત, પૂર્વ પત્ની કવિતા અંગે કર્યા વિસ્ફોટક ખુલાસા
ETimesને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં રાજ કુંદ્રાએ કહ્યું હતું કે, 'મારી મમ્મીએ મારી પૂર્વ પત્ની અને મારી બહેનના પતિને રંગેહાથે ઝડપ્યા હતા, ઘણીવાર તો આપત્તિજનક પરિસ્થિતિમાં ઝડપ્યા હતા. અહીં બે પરિવારો બરબાદ થઈ રહ્યા હતા છતાં તેમણે એકવાર પણ વિચાર્યુ નહોતું. શિલ્પાના જન્મદિવસ બાદ કવિતાનો જૂનો ઈન્ટરવ્યૂ વાયરલ થયો હતો. શિલ્પાએ ના પાડી હોવા છતાં અને સહનશક્તિની હદ આવી જતાં મેં આ ઈન્ટરવ્યૂ આપવાનું નક્કી કર્યું'.

રાજ કુંદ્રાની પૂર્વ પત્ની કવિતાનો જૂનો ઈન્ટરવ્યૂ વાયરલ થયો હતો. જેમાં તેણે શિલ્પા શેટ્ટી પર પોતાનું ઘર ભાંગવાના આરોપ મૂક્યા હતા. 2009માં કવિતાએ શિલ્પા પર વિવિધ આરોપો મૂક્યા હતા અને આખા વિવાદમાંથી શિલ્પાનું નામ હટાવા માટે રાજ કુંદ્રાએ કવિતાને મસમોટી રકમ ચૂકવી હોવાનું પણ કહેવાય છે. રાજ કુંદ્રા અને કવિતાના ડિવોર્સ માટે શિલ્પા શેટ્ટી જવાબદાર નથી અથવા તે કોઈ રીતે સંકળાયેલી નથી આ વાત પત્ર લખાવા માટે રાજે કથિત રીતે પૂર્વ પત્નીને મોટી રકમ આપી હતી. શિલ્પાનું નામ ડિવોર્સમાંથી દૂર કરાવા માટે જ રાજ કોર્ટની બહાર સમાધાન કરવા તૈયાર થયો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો