એપશહેર

શિલ્પા શેટ્ટીના દીકરાએ સ્કૂલ પ્રોજેક્ટમાં 'રિયલ હીરો' સોનુ સૂદ પર શોર્ટ વિડીયો બનાવ્યો

કોરોનાની મહામારીમાં હજારો લોકોને પોતાના ઘરે પહોંચાડનારા એક્ટર સોનુ સૂદ પર વિઆન કુન્દ્રાએ વિડીયો બનાવ્યો.

I am Gujarat 8 Oct 2020, 12:09 pm
શિલ્પા શેટ્ટી કોરોના વચ્ચે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. થોડા દિવસો પહેલા શિલ્પાએ પોતાની દીકરા સાથે જોડાયેલી પોસ્ટ કરી હતી. હવે તેણે પોતાના દીકરા વિઆનના સ્કૂલ પ્રોજેક્ટ સાથે જોડાયેલી પોસ્ટને ફેન્સ સાથે શેર કરી છે. તેની ખાસ વાત એ છે કે તેના દીકરાએ આ પ્રોજેક્ટ એક્ટર સોનુ સૂદને ડેડિકેટ કર્યો છે.
I am Gujarat shilpa


રિયલ હીરોને ડેડિકેટ કર્યો પ્રોજેક્ટ
શિલ્પા શેટ્ટીએ પોસ્ટ કરી છે, વિઆનનો સ્કૂલ પ્રોજેક્ટ જે એક રિયલ હીરો સોનુ સૂદને ડેડિકેટેડ છે. બાળકોની આસપાસ જે પણ કંઈ બને છે તેના પર તેઓ નજર કરે છે. વિઆનના હાલનો સ્કૂલ પ્રોજેક્ટ જોઈને આ વાત તો વધારે પાક્કી થઈ ગઈ. પ્રોજેક્ટનો ટોપિક હતો, તેવા લોકો જે કંઈ ફેરફાર લાવ્યા. વીતેલા કેટલાક મહિનાઓમાં જે પણ થયું તે જોઈ રહ્યો હતો અને પ્રશંસા કરી રહ્યો હતો કે મારા દોસ્ત સોનુએ કેવી રીતે નિસ્વાર્થ ભાવથી જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યા છે.
View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on Oct 7, 2020 at 3:29am PDT

શિલ્પાને દીકરા પર ગર્વ છે
જે સમયે લોકો ડરીને ઘરમાં છે તેણે પોતાની ફીલિંગ્સથી પહેલા અન્યનું દુઃખ જોયું. તેણે પ્રવાસી મજૂરોની જે રીતે સેવા કરી છે તે વિઆનના મનમાં વસી ગઈ છે. આથી તેણે પોતાના એનિમેટેડ વિડીયો પર કામ કર્યું જેનો કોન્સેપ્ટ, ડબિંગ, એડિટિંગ, રાઈટિંગ બધું તેણે કર્યું છે, પોતાના હીરોની પ્રશંસામાં. મને તમારા બધા સાથે આ શેર કરીને ખૂબ ખુશી થઈ રહી છે. આ એક પ્રાઉડ મમ્મી મોમેન્ટ છે. (વિઆન માત્ર 8 વર્ષનો છે) સોનુ આ તમારા માટે.

ઉલ્લેખનીય છે કે સોનુ સૂદે કોરોનાની મહામારીના આ સમયમાં લોકડાઉન દરમિયાન હજારો લોકોને બસ, ટ્રેન અને વિમાન દ્વારા પોતાના ઘરે પહોંચાડ્યા હતા. તેણે આટલેથી ન અટકતા શ્રમિકો માટે રોજગાર, ઘર બનાવી આપવું, ટ્રેક્ટર આપવું જેવા કાર્યો કર્યા હતા. હાલમાં જ સોનુ સૂદે એક વ્યક્તિને હાથનું ઓપરેશન કરવા માટે પણ મદદની જાહેરાત કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો