એપશહેર

પોર્નકાંડ અંગે થતી આક્ષેપબાજી સામે શિલ્પા શેટ્ટી લાલઘૂમ, કર્યો માનહાનીનો દાવો

પોતાની વિરુદ્ધ ગમે તેમ લખનારા કેટલાક મીડિયા હાઉસ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે શિલ્પા શેટ્ટીએ 25 કરોડ રુપિયાનો માનહાનિનો દાવો ઠોક્યો

I am Gujarat 30 Jul 2021, 12:51 pm

હાઈલાઈટ્સ:

  • સોશિયલ મીડિયા પરથી પોતાના વિશેનું વાંધાજનક લખાણ હટાવાય તેવી શિલ્પાની ડિમાન્ડ
  • કેટલાક મીડિયા હાઉસ બિનશરતી માફી માગે તે માગ સાથે 25 કરોડ રુપિયાનો દાવો કર્યો
  • શિલ્પા શેટ્ટીની અરજી પર બોમ્બે હાઈકોર્ટ આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરશે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat shilpa shetty sues media houses and social media platforms
પોર્નકાંડ અંગે થતી આક્ષેપબાજી સામે શિલ્પા શેટ્ટી લાલઘૂમ, કર્યો માનહાનીનો દાવો
મુંબઈ: પતિ રાજ કુન્દ્રાના કારણે બદનામીનો સામનો કરી રહેલી શિલ્પા શેટ્ટીએ હવે આક્રમક તેવર અપનાવ્યા છે. શિલ્પા શેટ્ટીએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે અને સોશિયલ મીડિયા પર પોતાની બદનક્ષી કરતા લખાણ સામે દાદ માગી છે. શિલ્પાએ માત્ર અલગ-અલગ મીડિયા હાઉસ જ નહીં પરંતુ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે પણ મોરચો માંડ્યો છે. શિલ્પાએ કેટલાક મીડિયા હાઉસ પાસે બિનશરતી માફી માગવા ઉપરાંત, તેની વિરુદ્ધ જે પણ લખાયું છે તેને હટાવવાની સાથે 25 કરોડ રુપિયાનો પણ દાવો માંડ્યો છે. આ મામલે કોર્ટ આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શિલ્પાએ રાજ કુન્દ્રાના કથિત પોર્ન કૌભાંડ મામલે 29 મીડિયાકર્મીઓ અને મીડિયા હાઉસ સામે ખોટું રિપોર્ટિંગ કરી પોતાની ઈમેજને હાનિ પહોંચાડવાનો આરોપ મૂક્યો છે. આ કેસમાં રાજ કુન્દ્રાને જ મુંબઈ ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપી બનાવ્યો છે. તેની 19 જુલાઈએ ધરપકડ કરાઈ હતી અને હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. મુંબઈ પોલીસે શિલ્પા શેટ્ટીના ઘરમાં પણ તપાસ કરવાની સાથે તેની પૂછપરછ પણ કરી હતી. જોકે, રાજ કુન્દ્રા આવા કોઈ બિઝનેસ સાથે સંકળાયેલો નથી તેવો શિલ્પા શેટ્ટી સતત દાવો કરી રહી છે. આ ઉપરાંત, શિલ્પા અને રાજ કુન્દ્રા પર ઈનસાઈડ ટ્રેડિંગના આરોપમાં તથ્ય જણાતા સેબીએ તેમને 3 લાખનો દંડ પણ ફટકાર્યો હતો.


ઉલ્લેખનીય છે કે, પોર્નોગ્રાફી કેસમાં હાલ જેલની હવા ખાઈ રહેલા રાજ કુન્દ્રાના રોજેરોજ નવા કાંડ બહાર આવી રહ્યા છે. રાજ કુન્દ્રાની સાથે કામ કરનારી શર્લિન ચોપરાએ ગઈકાલે તેના પર મોટો આરોપ મૂકતા એવો દાવો કર્યો હતો કે રાજ કુન્દ્રા શિલ્પા શેટ્ટીથી ખુશ નહોતો. શર્લિને તો ત્યાં સુધી કહી દીધું હતું કે એકવાર રાજ કુન્દ્રા તેના ઘરે પહોંચી ગયો હતો અને તેને ના પાડવા છતાંય કિસ કરવા લાગ્યો હતો. એક તરફ, શિલ્પા અને તેની બહેન શમિતા શેટ્ટી આ કાંડમાં રાજ કુન્દ્રાને બચાવવા મથી રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજ પર રોજેરોજ નવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. જેની સામે લડવા માટે હવે શિલ્પાએ કોર્ટનો સહારો લીધો છે.

શર્લિન ચોપરા ખુદ કબૂલી ચૂકી છે કે તેણે રાજ કુન્દ્રા સાથે કેટલાક પ્રોજેક્ટ કર્યા હતા અને તેના બદલામાં તેને રુપિયા પણ મળ્યા હતા. હવે શર્લિન ચોપરા પણ આ કેસમાં આરોપી છે, અને તેના પર પણ ધરપકડની તલવાર લટકી રહી છે. કોર્ટે ગઈકાલે તેની આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી હતી.

Read Next Story