એપશહેર

રાકેશ રોશન પર હુમલો કરનારો શખસ અરેસ્ટ, પેરોલ પર બહાર આવ્યા બાદ થયો હતો ફરાર

જાણીતા ડિરેક્ટર પર તેમની ઑફિસ બહાર થયેલા જીવલેણ હુમલાનો અપરાધી જૂનમાં ભાગી ગયો હતો જેને પોલીસે પકડી પાડ્યો છે

I am Gujarat 10 Oct 2020, 9:50 pm
બોલિવૂડ ડિરેક્ટર રાકેશ રોશન પર વર્ષ 2000માં થયેલા એક હુમલામાં સામેલ એક અપરાધી અને શાર્પશૂટરને મહારાષ્ટ્રના થાણેથી અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે. આ ક્રિમિનલ 3 મહિના પહેલા પેરોલ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે શનિવારે જાણકારી આપી કે, અરેસ્ટ કરવામાં આવેલા આરોપીનું નામ સુનીલ વી ગાયકવાડ છે જેને કાલવાના પ્રસીક સર્કલ એરિયામાંથી રાતે આશરે 9 વાગ્યે અરેસ્ટ કરવામાં આવ્યો છે.
I am Gujarat shooter involved in attack on director rakesh roshan held in thane
રાકેશ રોશન પર હુમલો કરનારો શખસ અરેસ્ટ, પેરોલ પર બહાર આવ્યા બાદ થયો હતો ફરાર


એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી ઉપર 11 કેસ હત્યા અને હત્યાના પ્રયત્નોના 7 કેસ નોંધાયેલા છે. આમાં એક કેસ વર્ષ 2000માં બોલિવૂડ ડિરેક્ટર રાકેશ રોશન પર કરવામાં આવેલા જીવલેણ હુમલાનો કેસ પણ સામેલ છે. જાન્યુઆરી 2000માં મુંબઈના સાંતક્રૂઝ સ્થિત રાકેશ રોશનની ઑફિસ બહાર તેમના પર ગોળી ચલાવવામાં આવી હતી. બાદમાં સુનીલ ગાયકવાડને અરેસ્ટ કરવામાં આવ્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે, એક મર્ડર કેસમાં ગાયકવાડને ઉમરકેદની સજા મળી છે જ્યારબાદ તેને નાસિકની સેન્ટ્રલ જેલમાં બંદ કરી દેવામાં આવ્યો હતો. 26 જૂનના રોજ તે 28 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો. ગાયકવાડને પેરોલ પૂરો થતા જેલ પરત જવાનું હતું પણ તે પરત જવાને બદલે ફરાર થઈ ગયો. ઘણો સમય શોધખોળ બાદ પોલીસે શુક્રવાર રાતે તેને પકડી લીધો.

પોલીસ અનુસાર 1999-2000 દરમિયાન ઘણા અપરાધોમાં સામેલ રહ્યો હતો. તે અલી બુદેશ અને સુભાષ સિંહ ઠાકુરની ગેંગનો સભ્યો રહી ચૂક્યો છે. નાસિકની એક લૂંટમાં પણ સુનીલ ગાયકવાડ સામેલ હતો. પોલીસ ટૂંક સમયમાં સુનીલને પંત નગર પોલીસના હવાલે કરી દેશે જ્યારબાદ તેને જેલ મોકલી દેવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો