એપશહેર

2020માં મા બની હતી શ્રિયા સરણ, દીકરી એક વર્ષની થતાં જાહેર કરીને ફેન્સને ચોંકાવ્યા

શ્રિયા સરણ અને તેનો પતિ વર્ષ 2020માં દીકરીના માતા-પિતા બન્યા હતા. જો કે, ફેન્સ સાથે આ ગુડ ન્યૂઝ કપલે એક વર્ષ બાદ શેર કર્યા છે.

I am Gujarat 12 Oct 2021, 10:15 am

હાઈલાઈટ્સ:

  • દીકરી સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને શ્રિયા સરણે આપી સરપ્રાઈઝ
  • સમગ્ર વિશ્વમાં ઉથલ-પાથલ મચી હતી ત્યારે અમારી દુનિયા પણ બદલાઈ હતીઃ શ્રિયા સરણ
  • એસએસ રાજમૌલીની અપકમિંગ ફિલ્મ 'RRR'માં જોવા મળવાની છે શ્રિયા સરણ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat shriya saran became a mother of a baby girl announces after one year
2020માં મા બની હતી શ્રિયા સરણ, દીકરી એક વર્ષની થતાં જાહેર કરીને ફેન્સને ચોંકાવ્યા
બોલિવુડ એક્ટ્રેસ શ્રિયા સરણ, કે જે એસએસ રાજમૌલીની અપકમિંગ ફિલ્મ 'RRR'માં જોવા મળવાની છે, તેણે સોમવારે રાતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ફેન્સને જબરદસ્ત સરપ્રાઈઝ આપી હતી. એક્ટ્રેસની આ સરપ્રાઈઝની ચર્ચા આજે પણ યથાવત્ છે. વાત એમ છે કે, શ્રિયા સરણ અને તેનો પતિ આંડ્રેઈ કોસ્ચિવના ( Andrei Koscheev) ઘરે પારણું બંધાયું છે અને તેઓ દીકરીના માતા-પિતા બન્યા છે.
View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109)

શિલ્પા શેટ્ટીએ બાળકો સાથે માઁ અંબાની આરતી ઉતારી, કહ્યું-બાળકોમાં પરંપરાઓનું જતન એમ જ નથી થતું
શ્રિયા સરણ આ વર્ષે નહીં પરંતુ ગયા વર્ષે એટલે કે 2020માં મા બની હતી અને છેક હવે તેણે જાહેરાત કરી છે. દીકરીનો પરિચય કરાવતા, શ્રિયાએ તેનો બેબી બમ્પ દેખાડતી તસવીર પણ શેર કરી છે. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં તેનો પતિ બેબી કપમાં કંઈક પીતો જોવા મળી રહ્યો છે અને તે દીકરીને રમાડી રહી છે. બાદમાં એક્ટ્રેસનો પતિ ત્યાંથી ઉભો થાય છે અને દીકરીને તે કપમાંથી પીવડાવવાનો પ્રયાસ કરે છે અને મા-દીકરીને કિસ કરે છે. વીડિયોના અંતમાં શ્રિયા સરણનો પતિ તેના બેબી બમ્પ પર કાન રાખીને બેઠો હોય તેવી તસવીર છે.

વીડિયોની સાથે એક્ટ્રેસે લખ્યું છે 'હેલ્લો, 2020નો ક્વોરન્ટિન ટાઈમ અમારા માટે યાદગાર રહ્યો. જ્યાં એક તરફ સમગ્ર વિશ્વમાં ઉથલ-પાથલ થઈ હતી, તો અમારી દુનિયા સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ હતી. અમારી દુનિયા સાહસ, ઉત્સાહ અને શીખથી ભરેલી હતી. અમારી દુનિયામાં એક પરી આવી, અમે ભગવાનનો આભાર માનીએ છીએ'.

જન્મદિવસે અમિતાભ બચ્ચને છોડી 'કમલા પસંદ' પાન મસાલા, જાહેરાત બાદ ભારે ટીકા થઇ હતી
શ્રિયા સરણે વીડિયો શેર કરતાં જ ઈન્ડસ્ટ્રીના મિત્રો કપલ પર અભિનંદનના મેસેજનો વરસાદ કરી રહ્યા છે. લારા દત્તાએ કોમેન્ટમાં લખ્યું છે 'શ્રેષ્ઠ ન્યૂઝ!!! અભિનંદન!!!'. અરસદ વારસીની પત્ની મારિયાએ લખ્યું છે 'ઓહ માય માય માય ગોડ, આ સારા ન્યૂઝ છે. ખૂબ બધા આશીર્વાદ, ખૂબ બધો પ્રેમ'

શ્રિયા સરણે બોયફ્રેન્ડ સાથે 12 માર્ચ, 2018માં લગ્ન કર્યા હતા. આ વર્ષના ઓગસ્ટમાં તે બાર્સિલોના છોડીને ભારત પરત આવી છે. તેનો પતિ નેશનલ લેવલના ટેનિસ ખેલાડીની સાથે-સાથી બિઝનેસમેન પણ છે.

Read Next Story