એપશહેર

બર્થ ડે સેલિબ્રેશન પછી શૂટિંગ માટે રવાના થઈ શ્રુતિ હાસન, ટિકિટ ભૂલી જતાં BF આપવા આવ્યો

28 જાન્યુઆરીએ શ્રુતિ હાસનનો 35મો બર્થ ડે હતો. શ્રુતિએ મુંબઈમાં મિત્રો અને બોયફ્રેન્ડ સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો.

I am Gujarat 29 Jan 2021, 3:30 pm
થોડા સમય સુધી સિંગલ રહ્યા પછી એક્ટ્રેસ શ્રુતિ હાસન (Shruti Haasan)ને ફરીથી પ્રેમ મળી ગયો છે. શ્રુતિ હાસન શાન્તનુ હઝારિકાને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે. શાન્તનુ અને શ્રુતિ છેલ્લા થોડા સમયથી મીડિયા સામે ખુલીને આવી રહ્યા છે. મુંબઈના રસ્તા પર એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલવાથી માંડીને હાલમાં જ યોજાયેલી શ્રુતિની બર્થ ડે પાર્ટીમાં શાન્તનુ જોવા મળ્યો હતો. હવે લાગી રહ્યું છે કે, શ્રુતિ પોતાના પ્રેમીને દુનિયાથી છુપાવા માગતી નથી. આજે શ્રુતિ આગામી ફિલ્મના શૂટિંગ માટે રવાના થઈ હતી. ત્યારે શાન્તનુ તેને મૂકવા એરપોર્ટ આવ્યો હતો.
I am Gujarat shruti haasan n


મુંબઈ એરપોર્ટ પર શ્રુતિ અને શાન્તનુ આરામથી વાતો કરતાં ચાલતા જોવા મળ્યા હતા. ત્યાં હાજર ફોટોગ્રાફર્સે તેમની તસવીરો લઈ રહ્યા હતા ત્યારે કપલને કોઈ વાંધો ના હોય તેવું લાગ્યું હતું. જો કે, શ્રુતિ એરપોર્ટ પર ટિકિટ ચેકિંગ ઝોનમાં પહોંચી ત્યારે તેને અંદાજો આવ્યો કે ટિકિટ ભૂલી ગઈ છે. ત્યારે શાન્તનુ તેની વ્હારે આવ્યો હતો. કદાચ શ્રુતિ ટિકિટ કારમાં ભૂલી ગઈ હતી અને શાન્તનુ દોડીને લઈ આવ્યો હતો. શાન્તનુએ શ્રુતિના હાથમાં એક પાઉચ પકડાવ્યું હતું જે બાદ એક્ટ્રેસના જીવમાં જીવ આવ્યો હતો. ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યો છે.
View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)


શ્રુતિ પ્રભાસ સાથેની ફિલ્મ 'સાલાર'ના શૂટિંગ માટે રવાના થઈ હતી. ત્યારે શ્રુતિના એરપોર્ટ લૂકની વાત કરીએ તો તે બ્લેક ક્રોપ ટોપ, મિલિટ્રી પેન્ટમાં જોવા મળી હતી. શ્રુતિએ ખુશી-ખુશી મીડિયાને પોઝ આપ્યા હતા. એક દિવસ પહેલા જ શ્રુતિ હાસનનો બર્થ ડે હતો. ત્યારે તેણે બોયફ્રેન્ડ અને મિત્રો સાથે સેલિબ્રેશન કર્યું હતું. હવે બર્થ ડે સેલિબ્રેટ કર્યા પછી શ્રુતિ કામે વળગી છે.

ઉલ્લેખનીય છે કે, શાન્તનુ હઝારિકા ડૂડલ આર્ટિસ્ટ અને ઈલસ્ટ્રેટર છે. ઈન્સ્ટાગ્રામ બાયોમાં શાન્તનુએ જણાવ્યું છે કે, તેણે 2014ની રેડબુલ વર્લ્ડ ડૂડલ આર્ટ કોમ્પિટિશન જીતી હતી. અગાઉ શ્રુતિ માઈકલ કોર્સેલ સાથે રિલેશનશીપમાં હતી. તેણે 2016માં ઈન્સ્ટાગ્રામ પર પોતાના સંબંધને ઓફિશિયલ કર્યો હતો. જો કે, એપ્રિલ 2019માં માઈકલે એવું ટ્વિટ કર્યું હતું જેના પરથી કપલનું બ્રેકઅપ થયું હોવાનો અંદાજો આવ્યો હતો. બાદમાં શ્રુતિએ એક રિયાલિટી શોમાં પોતાના બ્રેકઅપ વિશે વિસ્તારથી વાત કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો