એપશહેર

સુશાંતની એક્સ-મેનેજર શ્રુતિ મોદીનો આરોપઃ એક્ટર વતી તમામ નિર્ણય રિયા જ લેતી હતી

અગાઉ સુશાંતના પિતા કે.કે. સિંહે રિયા પર આરોપ લગાવ્યો હતો કે, તે એક્ટરની લાઈફના નિર્ણયો લેવા લાગી હતી. આવો જ આરોપ હવે દિવંગત એક્ટરની એક્સ-મેનેજર શ્રુતિ મોદીએ લગાવ્યો છે.

TIMESOFINDIA.COM 11 Aug 2020, 2:48 pm
શરુઆતના બે રાઉન્ડમાં પૂછપરછ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુશાંત સિંહ રાજપૂતની એક્સ-મેનેજર શ્રુતિ મોદીને ફરીથી ત્રીજા રાઉન્ડની પૂછપરછ માટે ED ઓફિસ બોલાવી હતી. શ્રુતિને રિયા ચક્રવર્તી અને તેના પરિવારના સભ્યો સામે નોંધાયેલા મની લોન્ડ્રિંગના કેસ મામલે કેટલાક ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે બોલાવવામાં આવી હતી.
I am Gujarat SHRUTI MODI


ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે, શ્રુતિએ EDને જણાવ્યું હતું કે, તેણે સુશાંત સાથે કામ કરવાનું ત્યારે શરુ કર્યું હતું જ્યારે તેણે રિયા ચક્રવર્તીને ડેટિંગ કરવાનું શરુ કર્યું હતું. આ સિવાય તેણે નાણાકીય ગેરરીતિઓ અને ગેરકાયદે વ્યવહાર વિશે જાણકારી હોવાનો ઈનકાર કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે, એક્ટર વતી તમામ નાણાકીય અને ફાયનાન્શિયલ નિર્ણયો રિયા લેતી હતી.



વધુમાં તેણે ઉમેર્યું હતું કે, સુશાંત સાથેના પ્રોફેશનલ સંબંધો પૂર્ણ થઈ જતાં ફેબ્રુઆરી 2020 બાદ તેની સાથે ખૂબ ઓછી વાતચીત થતી હતી.

અગાઉ, સુશાંતના પરિવારે પણ આવો જ આરોપ લગાવ્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે, રિયાએ ધીમે-ધીમે કરતાં સુશાંતના જીવનના તમામ નિર્ણયો પોતાના હાથમાં લઈ લીધા હતા. તે પછી પૈસાની વાત હોય કે પછી પ્રોફેશનલ.

EDએ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક ચક્રવર્તી અને તેના માતા-પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી તેમજ સંઘ્યા ચક્રવર્તી સામે મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. સુશાંતના પિતા કે.કે. સિંહે ચક્રવર્તી પરિવારને એક્ટરના અકાઉનિટમાંથી 15 કરોડ રૂપિયા ઉડાવ્યા હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસની તપાસ હવે CBIને સોંપવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો