એપશહેર

'સાંડ કી આંખ' કાસ્ટિંગ વિવાદ વકર્યો, હવે આલિયાની મમ્મીએ પણ દેખાડી નારાજગી

Shailesh Thakkar | I am Gujarat 25 Sep 2019, 10:50 pm
એક્ટ્રેસ તાપસી પન્નૂ અને ભૂમિ પેંડનેકર સ્ટારર ફિલ્મ ‘સાંડ કી આંખ’ પોતાના કાસ્ટિંગને અંગે થઈ રહેલા વિવાદને લીધે ચર્ચામાં છે. હવે એક્ટ્રેસ અને આલિયા ભટ્ટની મા સોની રાજદાને પણ ઉંમરલાયક પાત્ર માટે સીનિયર એક્ટ્રેસિસને કાસ્ટ ન કરવા અંગે સવાલ ઉઠાવ્યા છે. જણાવી દઈએ કે, ‘સાંડ કી આંખ’ની સ્ટોરી ઉત્તર પ્રદેશના બાગપનતના જોહરી ગામની બે મહિલાઓએ ચંદ્રો તોમર અને પ્રકાશી તોમર એટલે કે, શૂટર દાદીની જિંદગી પર આધારિત છે. બંનેએ 60 વર્ષની ઉંમરે લોકલ રાઈફલ ક્લબમાં શૂટિંગ શીખવાનું શરૂ કર્યું હતું. 60 વર્ષની મહિલાનો રોલ ભજવવા માટે તાપસી અને ભૂમિને પસંદ કરવા અંગે સોનીએ કહ્યું કે, તે બંને એક્ટ્રેસિસને પસંદ કરે છે પણ એ વાતને સમજી શકતી નથી કે, તેમને પોતાની ઉંમર કરતા મોટા રોલ માટે કેમ પસંદ કરાઈ. સોનીએ સવાલ ઉઠાવ્યા કે, જો ફિલ્મમેકર્સ 60 વર્ષના લોકો પર બની રહેલી ફિલ્મ માટે આ ઉંમરના એક્ટર્સને નથી લઈ રહ્યાં તો પછી તે ફિલ્મ કેમ બનાવે છે. તેમણે આગળ કહ્યું કે, યુવાન અનુપમ ખેરને ફિલ્મ ‘સારાંશ’માં 60 વર્ષના વૃદ્ધના રોલ માટે કાસ્ટ કરવામાં આવ્યા હતા એટલે એ યોગ્ય નથી કે, ફિલ્મ બનાવવા દરમિયાન ડિરેક્ટરને સીમિત કરી દેવામાં આવે. આજે રોલ્સ મેળવવા માટે ઉંમરલાયક એક્ટર્સ ખૂબ જ મર્યાદિત છે. અસલમાં આ મુદ્દો ત્યારે શરૂ જ્યારે એક સોશિયલ મીડિયા યૂઝરે કહ્યું કે, ફિલ્મ ‘સાંડ કી આંખ’માં શૂટર દાદીઓના રોલ માટે નીના ગુપ્તા, શબાના આઝમી અથવા જયા બચ્ચન વધુ સારા હોત પણ મેકર્સ ભૂમિ અને તાપસીને પસંદ કર્યા. આના પર નીના ગુપ્તાએ સહમતિ દર્શાવી. તેમણે યૂઝર્સને જવાબ આપતા લખ્યું કે, ‘હું પણ આ વિશે વિચારી રહી હતી. કમ સે કમ અમારી ઉંમરના રોલ માટે તો અમને પસંદ કરી લો ભાઈ.’
ત્યારબાદ ટ્વીટર પર જ તાપસી પન્નૂ અને કંગના રનોટની બહેન રંગોલી ચંદેલનો ઝઘડો શરૂ થઈ ગયો. તાપસીએ કહ્યું કે, એ લોકો જે મોટી ઉંમરના રોલ સવાલ ઉઠાવી રહ્યાં છે તેઓ તે વખતે કેમ કઈ ન બોલ્યા જ્યારે નરગિસ દત્ત, અનુપમ ખેર અને બીજા એક્ટર્સે પોતાનાથી વધુ ઉંમરના રોલ ભજવ્યા હતા.
આના પર રંગોલીએ તાપસીના ટ્વીટનો જવાબ આપતા લખ્યું, ‘એક્ટિંગનો A પણ આવડતો નથી અને પોતાની તુલના લેજન્ડ્સ સાથે કરી રહી છે. ભાઈ જા, થોડી એક્ટિંગ સીખી લે. સિલ્વર વાળ અને સસ્તો પ્રૉસ્થેટિક મેકઅપ તને એક્ટર નહીં બનાવી દે. 60 વર્ષ વાળી બૉડી લેંગ્વેજનું શું? વૃદ્ધો વાળો અવાજ ક્યાં છે. એક્ટિંગ ક્યાં છે? સો ફની!’
ફિલ્મની વાત કરીએ તો ‘સાંડ કી આંખ’ આ વર્ષે દિવાળી નિમિત્તે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં ભૂમિ પેંડનેકરે ચન્દ્રો અને પ્રકાશીની ભૂમિકા ભજવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો