એપશહેર

દીકરીઓને જોતરી ખેતર ખેડતો હતો ગરીબ ખેડૂત, સોનુ સૂદે લઈ દીધું ટ્રેક્ટર

કોરોના કાળમાં ભલે દુનિયાએ તમામ મુશ્કેલીઓ જોઈ હોય પરંતુ દેશે સોનુ સૂદનો એક અલગ જ અંદાજ જોયો છે. લોકડાઉન દરમિયાન હજારો લોકોની મદદ કરી છે. તે પછી પણ સોનુ સૂદની મદદનો સિલસિલો હજુ પણ ચાલુ જ છે. હાલમાં જ તેમણે આંધ્ર પ્રદેશના એક ગરીબ ખેડૂતના ઘરે ટ્રેક્ટર મોકલી આપ્યું.

I am Gujarat 27 Jul 2020, 11:02 am
કોરોના કાળમાં ભલે દુનિયાએ તમામ મુશ્કેલીઓ જોઈ હોય પરંતુ દેશે સોનુ સૂદનો એક અલગ જ અંદાજ જોયો છે. લોકડાઉન દરમિયાન હજારો લોકોની મદદ કરી છે. તે પછી પણ સોનુ સૂદની મદદનો સિલસિલો હજુ પણ ચાલુ જ છે. હાલમાં જ તેમણે આંધ્ર પ્રદેશના એક ગરીબ ખેડૂતના ઘરે ટ્રેક્ટર મોકલી આપ્યું.
I am Gujarat sonu sood buy a tractor for poor farmer who is ploughing the field through his daughters
દીકરીઓને જોતરી ખેતર ખેડતો હતો ગરીબ ખેડૂત, સોનુ સૂદે લઈ દીધું ટ્રેક્ટર


દીકરીઓ પાસેથે ખેતર ખેડાવતા ખેડૂતને આપ્યું ટ્રેક્ટર

હકીકતમાં બન્યું એવું કે આંદ્ર પ્રદેશના દૂરગામી ગામમાં રહેતા ગરીબ ખેડૂત નાગેશ્વર રાવ પાસે ટ્રેક્ટર લેવાના કે બડદ રાખવાના પણ રુપિયા નહોતા જેતી તે પોતાની દીકરીઓને બડદની જગ્યાએ હળમાં જોતરીને ખેતી કરતો હતો. દીકરીઓ પણ વૃદ્ધ પિતાને મદદ કરવા માટે ખુશી ખુશી ખેતરને ખેડતી હતી. પરંતુ આ વીડિયો ઇન્ટરનેટ પર આવતા જ વાયરલ થઈ ગયો અને લોકોના હૃદયને સ્પર્શી ગયો.

વીડિયો વાયરલ થયો હતો

હવે જ્યારે આવા હૃદયસ્પર્શી વીડિયોથી અનેક લોકોના હૃદયમાં લાગણી આવી રહી હોય ત્યારે સોનુ સૂદ કઈ રીતે બાકાત રહી શકે. તેમણે આ વીડિયો જોયો કે તરત જ પોતાના ચીર પરિચિત અંદાજમાં મદદ કરવાનું જાહેર કરી દીધું.

'ફિલ્મોમાં સોનુ સાહેબ ભલે વિલન પણ અમારા માટે હીરો'

આ માટે તેમણે ખેડૂતનું એડ્રેસ વગેરે મેળવી પોતાના ખર્ચે નવું ટ્રેક્ટર લઈ દીધું. એટલું જ નહીં ટ્રેક્ટર નાગેશ્વર રાવના ઘરે પહોંચી પણ ગયું. નાગેશ્વર રાવે સોનુ સૂદને આ સ્પેશિયલ ગિફ્ટ માટે આભા માર્યો. તેમણે કહ્યું કે ભલે ફિલ્મોમાં તેઓ વિલનના રોલમાં આવતા હોય પરંતુ રિયલ લાઇફમાં હીરો છે. મારો પરિવાર તેમની આ ભેટ માટે કાયમ તેમનો આભારી રહેશે.

કોરોનામાં દેશને મળ્યો એક રિયલ લાઇફ હીરો

મહત્વનું છે કે સોનુ સૂદ પાછલા કેટલાક સમયથી દેશમાં કોરોનાના કપરા કાળ વચ્ચે મજૂરો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે દેવદૂત બનીને આગળ આવ્યા છે. તેમણે અનેક લોકોને મદદ કરી છે. હાલમાં જ દશરથ માંઝીના પરિવારને પણ આર્થિક સહાયતા આપવાની વાત કરી છે. આ ઉપરાંત વિદેશોમાં ફસાયેલા હજારો વિદ્યાર્થીઓ માટે પણ ખાસ ફ્લાઇટ દ્વારા તેમને પરત દેશમાં લાવવાનું મિશન શરું કર્યું છે. સોનુ પોતાના આ અનુભવોને એક પુસ્તકનું સ્વરુપ આપવા જઈ રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો