એપશહેર

ગરીબો માટે દેવદૂત બનનાર સોનુ સૂદને મળ્યો UNનો પ્રતિષ્ઠિત એવોર્ડ

એન્જલિના જોલી, ડેવિડ બેકહમ, લિયોનાર્ડો ડીકેપ્રીઓ અને પ્રિયંકા ચોપરા જેવા સ્ટાર્સની હરોળમાં આવી ગયો સોનુ સૂદ.

I am Gujarat 30 Sep 2020, 9:57 am
દેશમાં કોરોના સંકટ દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉનમાં ખાસ કરીને ગરબી તબક્કાના મજૂરો સહિતના લોકો માટે દેવદૂત બનીને આવનાર બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood)ને યુનાઇટેડ નેશનનો ખાસ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે. કોઇજ પ્રકારનાં વળતરની મદદની આશા રાખ્યા વગર ગરીબોની કોરોના કાળમાં ખૂબ મદદ કરનારા અભિનેતા સોનુ સૂદને UNDPથી સન્માનિત કરવામાં આવ્યો છે. સોનુ સૂદને યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ મેળવી સોનુ સૂદ એન્જલિના જોલી, ડેવિડ બેકહમ, લિયોનાર્ડો ડીકેપ્રીઓ, એમા વોટ્સન, લિઆમ નીસન, કેટ બ્લેન્સેટ, એન્ટીનો બેડ્રેસ, નિકોલ કિડમેન, અને પ્રિયંકા ચોપરા જેવા સ્ટાર્સની હરોળમાં આવ્યો છે જેમને તેમના કામ માટે આ ખાસ એવૉર્ડ આપવામાં આવ્યો છે.
I am Gujarat sonu sood receives humanitarian award from undp for his excellence social work
ગરીબો માટે દેવદૂત બનનાર સોનુ સૂદને મળ્યો UNનો પ્રતિષ્ઠિત એવોર્ડ


સોનુ સૂદ બધાની મદદ માટે હંમેશા તત્પર રહે છે. કોઈપણ વ્યક્તિ હોય અભિનેતા મદદ કરવા માટે હંમેશા તૈયાર જ હોય છે. પ્રવાસી મજૂરોને ઘરે પહોચાડયા, રહેવા માટે ઘર આપ્યુ, બેરોજગારોને નોકરી આપી, વિદ્યાર્થીઓને સ્માર્ટફોન આપ્યા, પરીક્ષા કેન્દ્ર સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવા સુધી દરેક પ્રકારની મદદ અભિનેતાએ કરી છે અને આજે પણ મદદ કરવા હંમેશા તત્પર હોય છે. એટલે જ અભિનેતાને યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

અભિનેતા સોનુ સૂદને વર્ચ્યૂઅલ એવોર્ડ આપવામાં આવ્યો. સોમવાર સાંજે તેને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો.. એવૉર્ડ મેળવ્યા બાદ સોનુ સૂદે કહ્યું હતું કે, મેં મારા દેશવાસીઓ માટે જે કર્યું છે અને જે કરી રહ્યો છું તે બહુ ઓછું છે. હું જે કરી રહ્યો છું તે તો માત્ર એક નાનકડો ભાગ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો