એપશહેર

જિયા ખાનની માતા સામે સૂરજ પંચોલીએ CBI કોર્ટમાં કરી અરજી, જાણો શું છે સમગ્ર મામલો

Jiah Khan death case: બોલીવુડ એક્ટ્રેસ જિયા ખાનના ડેથ કેસ મામલે એક્ટર સૂરજ પંચોલીએ જિયા ખાનની માતા રાબિયા ખાન વિરુદ્ધ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં અરજી કરીને માગ કરી છે કે, રાબિયા ખાનની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવે. આ ઉપરાંત સૂરજ પંચોલીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, રાબિયા ખાન ઈરાદાપૂર્વક ટ્રાયલમાં વિલંબ કરી રહ્યા છે.

Edited byHarshal Makwana | TNN 29 Jun 2022, 4:39 pm

હાઈલાઈટ્સ:

  • સૂરજ પંચોલીની અરજી ઉપર જજે સીબીઆઈને જવાબ રજૂ કરવા જણાવ્યું
  • ફેબ્રુઆરી 2022થી રાબિયા ખાનને પોતાનું નિવેદન આપવા કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સ આપવામાં આવી રહ્યું છે
  • આ મામલે વધુ સુનાવણી 7 જુલાઈના રોજ હાથ ધરાશે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Jiah Khan death case
જિયા ખાનની માતા સામે સૂરજ પંચોલીએ CBI કોર્ટમાં કરી અરજી
Jiah Khan death case: સૂરજ પંચોલી (Sooraj Pancholi) દ્વારા જિયા ખાન (Jiah Khan)ની માતા રાબિયા ખાન (Rabia Khan) વિરુદ્ધ સ્પેશિયલ CBI કોર્ટમાં અપીલ કરી જણાવવામાં આવ્યું છે કે, જિયા ખાનની માતા રાબિયા ખાન જાણીજોઈને ટ્રાયલમાં વિલંબ કરી રહ્યા છે. 'Hero' ફિલ્મના એક્ટરે માગ કરી છે કે, સીબીઆઈ કોર્ટ રાબિયા ખાનની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરે. સૂરજ પંચોલીના જણાવ્યા અનુસાર, રાબિયા ખાન સમન્સની અવગણના કરી રહ્યા છે અને ઈરાદાપૂર્વક સ્પેશિયલ CBI કોર્ટ સમક્ષ હાજર થતા નથી. આ મામલે સ્પેશિયલ સીબીઆઈ જજ દ્વારા સીબીઆઈને જવાબ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે અને આ મામલે વધુ સુનાવણી 7 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
ટ્રાયલમાં વિલંબ કરવા માટે જાણીજોઈને કોર્ટ સમક્ષ હાજર થતા નથી
સૂરજ પંચોલી દ્વારા હાથ વડે લખાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રોસિક્યુશન દ્વારા ઓરિજનલ ફરિયાદીને અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યું છે, પણ તેઓ પોતાનું નિવેદન આપવા માટે આ કોર્ટ સમક્ષ હાજર થઈ રહ્યા નથી. ઓરિજનલ ફરિયાદી આ ઝડપી ટ્રાયલમાં સહકાર આપી રહ્યા નથી અને ટ્રાયલમાં વિલંબ કરવાના ઈરાદે કોર્ટની સમક્ષ હાજર થઈ રહ્યા નથી.

આ મામલે વધુ સુનાવણી 7 જુલાઈના રોજ થશે
આ ઉપરાંત રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, સૂરજ પંચોલીની અરજી ઉપર સ્પેશિયલ CBI જજ AS સૈય્યદ દ્વારા CBIને જવાબ આપવા માટે જણાવ્યું છે. આ મામલે વધુ સુનાવણી 7 જુલાઈના રોજ થશે.
લંડનમાં Alia Bhattના નામે Karan Joharએ રેસ્ટોરાંમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ, પરંતુ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગયો
ફેબ્રુઆરી 2022થી રાબિયા ખાનને નિવેદન આપવા સમન્સ પાઠવવામાં આવી રહ્યું છે
કોર્ટ દ્વારા રાબિયા ખાનને પોતાનું નિવેદન આપવા માટે ફેબ્રુઆરી 2022થી સમન્સ પાઠવવામાં આવી રહ્યું છે. અને અત્યાર સુધી તેઓએ માત્ર બે વખત પોતાનો જવાબ રજૂ કર્યો છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે, તેઓ કેમ નિવેદન આપવા માટે લંડનથી મુંબઈ આવી શકતા નથી. એકવખત તેઓએ કહ્યું હતું કે, તેઓનું ઈન્ટરનેટ કામ કરી રહ્યું નથી અને બીજી વખત તેઓએ જણાવ્યું હતું કે, તેમના ઘરમાં પાણી ભરાઈ ગયું છે.

વર્ષ 2013માં જિયા ખાનના આપઘાત કેસમાં સૂરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી હતીવર્ષ 2013માં બોલીવુડ એક્ટ્રેસ જિયા ખાન તેના ઘરેથી મૃત હાલતમાં મળી આવી હતી અને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ જિયા ખાનના બોયફ્રેન્ડ સૂરજ પંચોલીની જૂહુ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

Read Next Story