એપશહેર

સનીએ 'પરજાઈ' કેટરિનાનું કૌશલ પરિવારમાં કર્યું સ્વાગત, વિકી પરણી જતાં અનુષ્કા શર્માને થઈ શાંતિ

વિકી કૌશલ અને કેટરિના કૈફે રાજસ્થાનમાં પરિવાર અને અંગત મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા છે. કપલ પર ચોમેરથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

I am Gujarat 10 Dec 2021, 11:08 am

હાઈલાઈટ્સ:

  • સની કૌશલે ભાભી કેટરિનાનું પરિવારમાં સ્વાગત કર્યું છે.
  • અનુષ્કા શર્માએ કપલને અભિનંદન આપવાની સાથે રાહતનો શ્વાસ લીધો છે.
  • અનુષ્કા અને વિરાટ જે બિલ્ડિંગમાં રહે છે ત્યાં જ વિકી-કેટરિના લગ્ન પછી રહેવાના છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat sunny vickat
છેલ્લા એક મહિનાથી વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. કપલના લગ્નસ્થળથી માંડીને આમંત્રિતો અંગેના અહેવાલો મીડિયામાં વહેતા થયા હતા. જોકે, લગ્ન કર્યા ત્યાં સુધી વિકી-કેટરિના પોતાના સંબંધ અંગે મૌન રહ્યા હતા. હવે તેઓ પરણી ગયા છે. 9 ડિસેમ્બરે કપલે લગ્નની તસવીરો શેર કરતાં જ સોશિયલ મીડિયા પર તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રો, શુભચિંતકો અને ફેન્સ તરફથી શુભેચ્છાઓ મળવા લાગી હતી.
સંગીત સેરેમનીમાં 'ચિકની ચમેલી' ગીત પર કેટરિનાએ પરિવારને નચાવ્યો, વિકીએ ગાયું 'તેરી ઓર'

View this post on Instagram A post shared by Sunny Kaushal (@sunsunnykhez)


વિકી કૌશલના નાના ભાઈ અને એક્ટર સની કૌશલે પણ ભાભી કેટરિનાનું પરિવારમાં સ્વાગત કર્યું છે. સની કૌશલે ભાઈ-ભાભીની સુંદર તસવીર શેર કરીને તેમને અભિનંદન પાઠવતાં લખ્યું, "આજે દિલમાં વધુ એકની જગ્યા બની ગઈ. પરિવારમાં તમારું સ્વાગત છે પરજાઈજી. આ સુંદર દંપતીને આજીવન ઢગલાબંધ ખુશીઓ અને પ્રેમ મળતો રહે તેવી કામના."

સની કૌશલે ભાભી કેટરિનાનું પરિવારમાં સ્વાગત કર્યું છે ત્યારે એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ પોતાના નવા પાડોશીને આવકાર્યા છે. વિકી અને કેટરિનાના લગ્ન પહેલાથી જ ચર્ચા હતી કે તેમણે જૂહુમાં ઘર ભાડે રાખ્યું છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી દીકરી વામિકા સાથે જે સી-ફેસિંગ એપાર્ટમેન્ટમાં રહે છે ત્યાં જ કેટરિના અને વિકીએ ઘર ભાડે લીધું છે. અત્યાર સુધી આ અહેવાલોને અટકળો માનવામાં આવતી હતી પરંતુ હવે અનુષ્કા શર્માએ આ વાતની પુષ્ટિ કરી દીધી છે.


વિકી અને કેટરિનાને લગ્નની શુભકામના આપતી વખતે અનુષ્કાએ આ વાતનો ખુલાસો કર્યો છે. અનુષ્કાએ વિકી-કેટરિનાના લગ્નની તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરતાં લખ્યું, "બંને સુંદર વ્યક્તિઓને અભિનંદન. આખી જિંદગી તમારો સંગાથ રહે, તમારી વચ્ચે સમજણ અને પ્રેમ રહે તેવી શુભેચ્છા. એ વાતની પણ ખુશી છે કે હવે તમે પરણી ગયા છો ત્યારે જલદી જ તમારા ઘરમાં રહેવા આવશો અને અમને સંભળાતા કંસ્ટ્રક્શનના અવાજ બંધ થઈ જશે." ઉલ્લેખનીય છે કે, વિકી-કેટરિનાના નવા ઘરમાં ઈન્ટીરિયરનું કામ ચાલતું હતું અને તેઓ અવારનવાર મુલાકાત લેવા પણ ગયા હતા.

અનુષ્કા શર્માને નણંદ ભાવનાએ આપી સુંદર ભેટ, એક્ટ્રેસ તસવીર શેર કરીને આભાર માન્યો

જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફે બે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે- 'જબ તક હૈ જાન' અને 'ઝીરો'. આ બંને ફિલ્મોમાં તેમની સાથે શાહરૂખ ખાન હતો.
View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09)


વિકી અને કેટરિનાની વાત કરીએ તો, કપલે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આવેલા સિક્સ સેન્સિસ બરવાડા ફોર્ટમાં લગ્ન કર્યા છે. લગ્ન બાદ કપલે તેમની સુંદર તસવીરો શેર કરીને સંબંધ ઓફિશિયલ કર્યો હતો. લગ્ન બાદ વિકી-કેટરિનાએ તસવીરો શેર કરતાં લખ્યું હતું, "અમને આ ક્ષણ સુધી દોરી લાવનારી દરેક ક્ષણ માટે અમારા દિલમાં પ્રેમ અને કૃતજ્ઞતા છે. અમે અમારી જિંદગીના નવા સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમારો પ્રેમ અને આશીર્વાદ જોઈએ છે." જણાવી દઈએ કે, વિકી-કેટરિનાએ પરિવારજનો અને બોલિવુડના એકદમ અંગત મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો