એપશહેર

સુશાંત આપઘાત કેસઃ EDએ રિયા અને તેના ભાઈના ફોન તેમજ આઈપેડ જપ્ત કર્યા

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસ મામલે ED રિયા ચક્રવર્તી અને તેના ભાઈની પૂછપરછ કરી રહ્યું છે. હવે EDએ રિયા અને તેના ભાઈ તેમજ તેના પિતાના ગેજેટ્સ જપ્ત કર્યા હોવાની માહિતી મળી છે.

TIMESOFINDIA.COM 11 Aug 2020, 2:01 pm
સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ગઈકાલે પણ રિયા ચક્રવર્તી અને તેના ભાઈની કલાકો સુધી પૂછપરછ કરી હતી. હવે, લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે EDએ તેમના ગેજેટ્સ પણ જપ્ત કર્યા છે. ચેનલ ટાઈમ્સ નાઉએ સૂત્રોથી મળેલી માહિતીના આધારે તે વાતની પુષ્ટિ કરી છે કે, EDએ 4 મોબાઈલ હેન્ડસેટ જપ્ત કર્યા છે. જેમાં 2 મોબાઈલ રિયાના, 1 મોબાઈલ તેના ભાઈ શોવિકનો અને 1 મોબાઈલ તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીનો છે. મોબાઈલ ફોન સિવાય 2 આઈપેડ અને 1 લેપટોપ પણ ઈન્દ્રજીત ચક્રવર્તીએ ઈડી સમક્ષ જમા કરાવ્યું છે.
I am Gujarat RHEA CHAKRABORTY




આ તમામ ગેજેટ્સને ફોરેન્સિક એક્ઝામિનેશન માટે મોકલવામાં આવશે. ટાઈમ્સ નાઉના જણાવ્યા પ્રમાણે, ફોન કોલ્સ, ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન સહિતની બાબતોના સંદર્ભમાં છેલ્લા એક વર્ષમાં શું થયું તેનું ED ડેટા એનાલિસિસ કરવા માગે છે.

શરુઆતમાં રિયાના ફોન નંબરના ડમ્પ એનાલિસિસથી ખુલાસો થયો હતો કે, 8 જૂન બાદ રિયા ફિલ્મમેકર મહેશ ભટ્ટના સંપર્કમાં હતી. ડેટા રિપોર્ટથી તે વાતની પણ જાણ થઈ છે કે, તેણે પોતાના પર પોઝિટિવ સ્ટોરી કરી શકે તેવા પત્રકારનો નંબર મેળવવા માટે બોલિવુડના એક ફેમસ ડિરેક્ટરને પણ ફોન કર્યો હતો.

રિયા ચક્રવર્તી અને શોવિક સિવાય ED સુશાંત સિંહ રાજપૂતની એક્સ-મેનેજર શ્રુતિ મોદી અને દિવંગત એક્ટરના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાણીની પણ પૂછપરછ કરી રહી છે.

Read Next Story