એપશહેર

રિયા ચક્રવર્તીએ EDથી છૂપાવ્યો હતો પોતાનો બીજો ફોન નંબર, વધુ પૂછપરછ કરાશે

સુશાંતના રુપિયાની લેવડ-દેવડ મામલે રિયા ચક્રવર્તીની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી જેમાં તેણે એક ફોન નંબર છૂપાવ્યો હોવાની વાત સામે આવી છે. આ પછી તેના રેકોર્ડ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

I am Gujarat 10 Aug 2020, 8:00 am
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ચાલી રહેલી તપાસમાં રોજ નવી બાબતો સામે આવી રહી છે. પાછલા શુક્રવારે ED દ્વારા રિયા ચક્રવર્તીની 8 કલાક સુધી પૂછપરછ ચાલી હતી. આ દરમિયાન સામે આવ્યું કે રિયાએ ED સમક્ષ પોતાનો બીજો ફોન નંબર છૂપાવ્યો હતો, જ્યારે રિયાને સોમવારે ફરી પૂછપરછ માટે બોલાવી છે. EDએ રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તીની લગભગ 18 કલાક સુધી પૂછપરછ કરી છે.
I am Gujarat sushant singh rajput case rhea chakraborty did not reveal one phone number
રિયા ચક્રવર્તીએ EDથી છૂપાવ્યો હતો પોતાનો બીજો ફોન નંબર, વધુ પૂછપરછ કરાશે


ઝૂમના રિપોર્ટ પ્રમાણે, રિયાના ભાઈની 18 કલાક પૂછપરછ ચાલી અને તે રવિવારે સવારે 6:30 વાગ્યે બહાર આવ્યો. બીજી તરફ રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીને પણ ઈડીએ સમન મોકલ્યું છે.

રિયા ચક્રવર્તી સાથે ઈડીએ કરેલી પૂછપરછની માહિતી સામે આવી છે. જેમાં જાણવા મળી રહ્યું છે કે તેણે ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ્સ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે એક ફોન નંબર નહોતો જણાવ્યો, જ્યારે કે તે તેનો ઉપયોગ કરી રહી હતી. જ્યારે ઈડીએ બીજા ફોનના કૉલ રેકોર્ડ બતાવ્યા ત્યારે રિયાએ માન્યું કે તે બીજા ફોનનો ઉપયોગ કરી રહી છે. હવે ED તેનો હિડન ડેટા ડાઉનલોડ કરવાની તૈયારીમાં છે.

સુશાંતના અકાઉન્ટ ટ્રાન્ઝેક્શનની તપાસ કર્યા બાદ EDએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. હવે ખબર આવી છે કે ED ફરી એકવાર રિયા અને શૌવિકની પૂછપરછ કરીને બાકીની જાણકારી મેળવવાનો પ્રયાસ કરશે. રિપોર્ટ્સ મુજબ, રિયાની પૂછપરછ માટે EDએ વધુ એક સમન જારી કર્યું છે. આજે તેની પૂછપરછ થશે, કહેવાય છે કે રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીને EDએ સમન મોકલ્યું છે અને તેમની પણ આજે પૂછપરછ થઈ શકે છે. આ સાથે સુશાંતના દોસ્ત સિદ્ધાર્થ પિઠાનીને પણ EDએ સમન મોકલ્યું છે.

નોંધનીય છે કે, સુશાંત કેસમાં CBI દ્વારા રિયા ચક્રવર્તી, ઈન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમુઅલ મિરાંડા, શ્રૃતિ મોદી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે સુશાંતના રુપિયાના ઉપયોગને લઈને ED દ્વારા રિયા ચક્રવર્તી અને તેના પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો