એપશહેર

સુશાંત સિંહ આત્મહત્યા મામલે આ જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટરની સાત કલાક થઈ પૂછપરછ

Gaurang Joshi | TNN 17 Jun 2020, 11:39 pm
અવિનાશ પાંડે, મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અવસાનથી સ્તબ્ધ છે. આ ઘટનામાં અત્યાર સુધી મુંબઈ પોલીસ 10 લોકોના નિવેદન નોંધી ચૂકી છે. પોલીસે બુધવારે જ કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાની સાત કલાક સુધી પૂછપરછ કરી હતી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોશું જણાવ્યું મુકેશ છાબરાએ?મુકેશે જણાવ્યું કે સુશાંત ખૂબ જ હોશિયાર એક્ટર હતો. જોકે, જે રીતની વાતો સોશિયલ મીડિયા પર ચાલી રહી છે કે ઈન્ડસ્ટ્રીમાં સુશાંતને કામ નહોતું મળી રહ્યું, તેના પર મુકેશે કશું જ કહ્યું નહોતું. નોંધનીય છે કે મુકેશ છાબડા બોલિવૂડના ખૂબ જ ફેમસ કાસ્ટિંગ ડિરેક્ટર છે. મુકેશ છાબડાએ જ ‘કાઈપો છે’, ‘દંગલ’,’હાઈવે’,’જય હો’,’ચેન્નાઈ એક્સપ્રેસ’ વગેરે બ્લોકબસ્ટર ફિલ્મ્સમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.ફિલ્મના માગવામાં આવ્યા ડોક્યુમેન્ટ્સએક રિપોર્ટ અનુસાર પોલીસે મુકેશને સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના ડોક્યુમેન્ટ્સ માગ્યા છે. જેમાં ફિલ્મની ઓફર સાથે જોડાયેલી વાતો હતી. નોંધનીય છે કે મુકેશ ‘દિલ બેચારા’ના ડિરેક્ટર છે. આટલું જ નહીં તેઓ સુશાંતની ડેબ્યૂ ફિલ્મ ‘કાયપો છે’ના કાસ્ટિંગ ડિરેક્ટર પણ હતાં. તેઓ સુશાંતના ખાસ દોસ્તોમાંથી એક માનવામાં આવે છે અને એક્ટરના અંતિમ સંસ્કારમાં પણ હાજર રહ્યા હતાં.આ પણ વાંચોઃફિલ્મમેકરે જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતે છેલ્લી વખત ક્યારે જોયો હતો વોટ્સએપ મેસેજઅંતર્મુખી વ્યક્તિ હતો સુશાંત સિંહ!એક પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર સુશાંત વધારે મોબાઈલ ફ્રેન્ડલી પણ નહોતો. તેને ગેમ રમવી અને કાર જોવાનો પણ શોખ હતો. તે ખૂબ જ અંતર્મુખી વ્યક્તિ હતો. નાગાલેન્ડના મુખ્યમંત્રી રીલિફ ફંડમાં સુશાંતે 1 કરોડ કરતા વધારે રકમ આપી હતી. ઘરની શોધખોળ દરમિયાન પહોંચ પણ મળી છે. અત્યાર સુધીમાં સુશાંતે જેની સાથે કામ કર્યું છે તેમને પૂછપરછ માટે બોલાવી શકાય છે.મેનેજર્સની પણ થઈ પૂછપરછઆ પહેલા પોલીસે સુશાંતના 2 મેનેજરોનું નિવેનદ લીધું હતું. પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું કે ઓક્ટોબરથી જાન્યુઆરી વચ્ચે તેઓ સુશાંતના ટચમાં નહોતા કારણકે એક્ટરે તેમને ઘરે મોકલી દીધા હતાં. તેમણે જણાવ્યું કે એક્ટર ઘર અને ઓફિસમાં જરાપણ ફરક રાખતો નહોતો. તે પોતાની ટીમ સાથે જ રહેતો હતો. જાન્યુઆરીમાં સુશાંતે ફરી એકવાર તેમને પરત બોલાવ્યા હતાં અને નવા પ્રોજેક્ટ પર કામ શરુ કરવાની વાત કરી હતી. જેને Dream150 નામ આપવામાં આવ્યું હતું.આ પણ વાંચોઃટ્રેન્ડી ટી-શર્ટનો શોખીન હતો સુશાંત, થોડામાં ઘણું કહી જાય છે આ Slogan Teesપ્રોજેક્ટ વિશે તપાસ કરી રહી છે પોલીસહવે પોલીસ ચાર મહિના વચ્ચે શું થયું, તે વિશે તપાસ કરી રહી છે. સુશાંતેGenuiniouses and Dropout લખેલી નોટ છોડી છે. આ પ્રોજેક્ટ શું છે તે વિશે પણ પોલીસ તપાસ કરી રહી છે.દિશાની મોતથી કોઈ લિંક નહીંતાજેતરમાં જ 9 જૂને સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનાનું પણ અવસાન થયું હતું. હાલ તો સુશાંતની આત્મહત્યા અને તે ઘટના વચ્ચેની કોઈ જ કડી સામે નથી આવી. સુશાંતના બિઝનેસ મેનેજર મુંબઈની બહાર છે. પોલીસે તેમને પણ બોલાવ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો