એપશહેર

તૈમૂરને પસંદ છે રામાયણ, સૈફ અલી ખાને કહ્યું- 'તે પોતાને ભગવાન શ્રીરામ સમજે છે'

સૈફ અલી ખાને હાલમાં જ દીકરા તૈમૂર વિશે કેટલીક રસપ્રદ બાબતો જણાવી છે. કરીનાએ ક્રિકેટ રમતાં દીકરાની તસવીર શેર કરી છે ત્યારે સૈફનું કહેવું છે કે, તેને આ ગેમમાં ખાસ રૂચિ નથી.

I am Gujarat 14 Oct 2020, 10:47 am
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન જલદી જ બીજીવાર પેરેન્ટ્સ બનવાના છે. જો કે, તેમનો દીકરો તૈમૂર જન્મ્યો ત્યારથી જ પાપારાઝીનો ફેવરિટ અને સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે. ગાર્ડનિંગ, પેઈન્ટિંગ કે મસ્તી કરતા તૈમૂરની તસવીરો કરીના શેર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. આ સિવાય જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે પોતાની ધૂનમાં ચાલતો કે ફોટોગ્રાફર્સ સામે હાથ હલાવતા તૈમૂરની તસવીરો અને વિડીયો વાયરલ થતાં રહે છે. હાલમાં જ સૈફ અલી ખાને એક ઈન્ટરવ્યૂમાં તૈમૂરને લગતી રસપ્રદ વાત શેર કરી છે.
I am Gujarat taimur nnn


સૈફ અલી ખાને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, "આજકાલ તૈમૂર રામાયણ જોવે છે. રામાયણ તૈમૂરને ખૂબ પસંદ છે અને તેને લાગે છે કે તે ભગવાન શ્રીરામ છે. આ ઉપરાંત તૈમૂરને કિંગ આર્થર અને તલવારો વિશે સાંભળવાનું ગમે છે. હું અને કરીના તેને આ વિશે વાંચી સંભળાવીએ છીએ."

તૈમૂરને દાદા મન્સૂર અલી ખાન પટૌડીની જેમ ક્રિકેટમાં રસ છે કે નહીં તે વિશે પણ સૈફે વાત કરી. એક્ટરે કહ્યું, "તૈમૂરને ક્રિકેટ કે ફૂટબોલમાં ખાસ રૂચિ નથી. તૈમૂરને પેઈન્ટિંગ, ડાન્સ કરવો અને ગીતો ગાવા પસંદ છે." તૈમૂરને ભલે ક્રિકેટમાં રસ ના હોય પરંતુ તેના મોટાભાઈ ઈબ્રાહિમને ક્રિકેટ પસંદ છે. ઘણીવાર ઈબ્રાહિમ સ્ટેડિયમમાં રમતો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાનના પિતા મન્સૂર અલી ખાન પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે.
View this post on Instagram Any place in the IPL? I can play too 💯💯👍🏻❤️❤️ A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on Oct 13, 2020 at 6:01am PDT


જો કે, હાલમાં જ કરીનાએ તૈમૂરની એક તસવીર શેર કરી છે. જેમાં તે ક્રિકેટ રમતો જોવા મળે છે. તસવીરમાં તૈમૂર તેની હાઈટ જેટલું જ બેટ પકડીને બોલને મારવાની કોશિશ કરતો દેખાય છે. કરીનાએ આ તસવીર શેર કરતાં લખ્યું, "IPLમાં જગ્યા છે? હું પણ રમી શકું છું." જણાવી દઈએ કે, કરીના અને સૈફ હાલ તૈમૂર સાથે દિલ્હીમાં છે.


કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ છે ત્યારે સૈફ-કરીના તૈમૂરને કંઈક નવું શીખવાડી રહ્યા છે. તૈમૂરના સ્પેનિશ ટીચર હાલમાં જ તેને મળવા પટૌડી પેલેસ પહોંચ્યા હતા. તૈમૂરના સ્પેનિશ ટીચર એશ્લીન એસ. જોલી (Eshleen S. Jolly)એ સોશિયલ મીડિયા પર પોતાના સ્ટુડન્ટ સાથેની મુલાકાતની તસવીરો શેર કરી હતી. એક તસવીરમાં તૈમૂર ટીચર સાથે જોવા મળે છે તો બીજી તસવીરમાં કરીના તેમની સાથે પોઝ આપી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો