એપશહેર

વેબ સીરિઝ પર 'તાંડવ', સૈફ-ડિમ્પલ સહિત 32 વ્યક્તિઓ પર નોંધાયો કેસ

વેબ સીરિઝ 'તાંડવ' પર વિવાદ વધતો જ જઈ રહ્યો છે.

I am Gujarat 18 Jan 2021, 4:16 pm
વેબ સીરિઝ 'તાંડવ' પર વિવાદ વધતો જ જઈ રહ્યો છે. મુંબઈ અને લખનઉમાં કેસ દાખલ થયા પછી હવે બિહારના મુઝફ્ફરપુર કોર્ટમાં તાંડવના એક્ટર્સ સૈફ અલી ખાન, ડિમ્પલ કપાડિયા અને સુનીલ ગ્રોવર સહિત 32 ફિલ્મ સાથે જોડાયેલા વ્યક્તિઓ પર કેસ કરવામાં આવ્યો છે. વેબ સીરિઝમાં હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવા અને સમાજમાં જાતિવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
I am Gujarat tandav controversy case registered against 32 celebs including saif ali khan in muzaffarpur cjm court
વેબ સીરિઝ પર 'તાંડવ', સૈફ-ડિમ્પલ સહિત 32 વ્યક્તિઓ પર નોંધાયો કેસ


આ પણ વાંચોઃતાંડવ' પર બબાલ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે એમેઝોન પ્રાઈમ વિડીયોઝ પાસે માંગી સ્પષ્ટતા

મુઝફ્ફરપુરના વકીલ સુધીર ઓઝાએ સીજેએમ કોર્ટમાં આ ઘટના અંગે પ્રોડ્યૂસર, 32 કલાકારો સહિત કેટલાક 96 લોકોને આરોપીઓ બનાવવામાં આવ્યાં છે. સુધીર ઓઝાએ કહ્યું કે આ ઘટનામાં જેટલા પણ આરોપીઓ છે તેમણે એક ચોક્કસ ષડયંત્ર હેઠળ વેબ સીરિઝનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેઓ હિંદુ લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યાં છે. ઓઝાએ દરેક આરોપીઓ પર હિંદુ દેવી દેવતાઓ પ્રત્યે નફરત ઉત્પન્ન કરવાની અને જાતિવાદને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ લગાવ્યો છે. ઓઝાએ નામજોગ 32 અને 64 અજાણ્યા વ્યક્તિઓને આરોપી બનાવ્યા છે અને હવે આ ઘટના અંગે સુનાવણી 23 જાન્યુઆરીના રોજ થશે.

આ પણ વાંચોઃપટૌડી પેલેસમાં થયું છે 'તાંડવ'નું શૂટિંગ, આ કારણે માન્યો હતો સૈફ

નોંધનીય છે કે 'તાંડવ' વેબ સીરિઝમાં સૈફ અલી ખાન અને ડિમ્પલ કપાડિયા ઉપરાંત સુનીલ ગ્રોવર, તિગ્માંશુ ધૂલિયા, ડિનો મોરિયા, કુમુદ મિશ્રા, મોહમ્મદ ઝીશાન અય્યૂબ, ગૌહર ખાન અને કૃતિકા કામરા જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. આ વેબ સીરિઝનું ડિરેક્શન અલી અબ્બાસ ઝફરે કર્યું છે.

Read Next Story