એપશહેર

નાના પાટેકર સામે ફરી તનુશ્રીએ માંડ્યો મોરચો, પોલીસની ક્લીન ચીટ પર કર્યો વિરોધ

Gaurang Joshi | I am Gujarat 6 Dec 2019, 6:05 pm
શર્મીન હકીમ, મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ એક્ટર નાના પાટેકર સામે ફરી મોરચો માંડ્યો છે. તનુશ્રીએ દાખલ કરેલી છેડતીની ફરિયાદ સંબંધમાં પોલીસ તરફથી દાખલ કરવામાં આવેલી ‘બી સમરી’ રિપોર્ટનો વિરોધ કરતાં ગુરુવારે અહીંની એક કોર્ટમાં અરજી દાખલ કરી છે. પોલીસને જ્યારે ચાર્જશીટ દાખલ કરવા માટે કોઈ સબૂત નથી મળતો તો તે કોર્ટ સમક્ષ ‘બી સમરી’ રિપોર્ટ રજૂ કરે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો કોની-કોની સામે થઈ હતી ફરિયાદ ? તનુશ્રી દત્તાએ ઓક્ટોબર 2018માં દિગ્ગજ એક્ટર નાના પાટેકર સામે 2008માં ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર એક ગીતના શૂટિંગ દરમિયાન પરેશાન કરવાનો અને દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરી હતી. તનુશ્રીની ફરિયાદના આધારે નાના પાટેકર, કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, ફિલ્મ નિર્માતા સમી સિદ્દીકી અને ડિરેક્ટર રાકેશ સારંગ વિરુદ્ધ મામલો દાખલ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવાની કરી માંગણી તનુશ્રીના વકીલ નિતિન સત્પુતેએ અંધેરીમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ ‘વિરોધ અરજી’ દાખલ કરી હતી. આ અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે કોર્ટ ‘ખોટો’ રિપોર્ટ દાખલ કરવા માટે તપાસ અધિકારી સમક્ષ અવમાનના કાર્યવાહી શરુ કરે અને તેની સામે ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા દ્વારા કેસ કરવામાં આવે. અ અરજીમાં આરોપીઓ અને તપાસ અધિકારીના નાર્કો ટેસ્ટની પણ માંગણી કરવામાં આવી હતી. તનુશ્રીએ કોર્ટને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ શાખાને કેસની તપાસ કરવાની માગ કરી હતી. પોલીસ પર પણ લગાવ્યા આરોપ નાનાને ક્લીન ચિટ મળ્યા પછી તનુશ્રીના વકીલે તેના પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. જે ઉપરાંત તેણે એ પણ આરોપ લગાવ્યો કે પોલીસે અનેક સાક્ષીઓના નિવેદન પણ દાખલ કર્યા નથી. તનુશ્રી દત્તાએ જણાવ્યું હતું કે,’આ ઘટના બન્યા પછી જેનીસ સીકરાએ તેનું ઈન્ટરવ્યૂ લીધું હતું. પરંતુ તેનું નિવેદન પણ અવગણવામાં આવ્યું છે.’ તનુશ્રી દત્તાએ એ પણ જણાવ્યું હતું કે બીજા બે સાક્ષીઓ હેર ડ્રેસર અને સ્પોટ બોયને પણ તેમના નિવેદન નોંધાવવા માટે ક્યારેય પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યાં નથી. આ ઉપરાંત તેણે જણાવ્યું કે પોલીસે ખોટા લોકોનું નિવેદન નોંધ્યું છે. તનુશ્રીએ સુધીર પાંડે, રમેશ તોરાની અને રતન જૈનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તત્કાલીન સમયે તેઓ CINTAAમાં કામ કરતાં હતાં. જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ સેટ પર પણ હાજર નહોતાં.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો