એપશહેર

કંગના રનોટની ટીમની સરકાર સમક્ષ માગણી - પરત લેવામાં આવે કરણ જોહરનો પદ્મશ્રી એવોર્ડ

ટીમ કંગના રનોટે ફરી એકવાર ડિરેક્ટર-પ્રોડ્યૂસર પર લગાવ્યા ગંભીર આરોપ, સરકારને પદ્મશ્રી સન્માન પાછું લેવા માટે કરી અપીલ

I am Gujarat 18 Aug 2020, 5:04 pm
પોતાની ફિલ્મો ઉપરાંત બેબાક નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ કંગના રનોટ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી નેપોટિઝમ અને બોલિવૂડમાં ગ્રુપિઝમ વિશે ખૂબ જ ખુલીને બોલી રહી છે. કંગના રનોટ સતત કરણ જોહર અને મહેશ ભટ્ટ જેવા ફિલ્મમેકર્સ પર પ્રહાર કરી રહી છે. તેણે હવે ફરી એકવાર કરણ જોહરની ટિકા કરતા ભારત સરકાર સમક્ષ ડિમાન્ડ મૂકી છે કે, તે કરણ જોહરનો પદ્મશ્રી એવોર્ડ પરત લઈ લે.
I am Gujarat team kangana ranaut demands karan johar padma shri award should be taken back says
કંગના રનોટની ટીમની સરકાર સમક્ષ માગણી - પરત લેવામાં આવે કરણ જોહરનો પદ્મશ્રી એવોર્ડ


કંગનાની ટીમના ટ્વીટર એકાઉન્ટ પર કરણ જોહર વિરુદ્ધ ટ્વીટ કરવામાં આવી જેમાં તેના પર સુશાંત સિંહ રાજપૂતનું કરિયર બરબાદ કરવાનો, ઉરી એટેક વખતે પાકિસ્તાનનો સપોર્ટ કરવાનો અને સેના વિરુદ્ધની ફિલ્મો બનાવવાનો આરોપ લગાવ્યો છે. ટ્વીટમાં કંગનાની ટીમે લખ્યું, 'હું ભારત સરકારને આગ્રહ કરું છું કે, કરણ જોહરનો પદ્મશ્રી પરત લેવામાં આવે. તેણે ખુલ્લેઆમ મને ધમકાવી અને એક ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર કહ્યું કે, હું ઈન્ડસ્ટ્રી છોડી દઉં. તેણે સુશાંતનું કરિયર બરબાદ કર્યું, ઉરી એટેક વખતે પાકિસ્તાનને સપોર્ટ કર્યો અને હવે સેના વિરુદ્ધ એક એન્ટી નેશનલ ફિલ્મ બનાવી છે.'

કંગનાની ટીમે આ ટ્વીટ બીજી એક ટ્વીટને રીટ્વીટ કરતા લખી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈન્ડિયન એરફોર્સની પ્રથમ મહિલા પાયલટ ગુંજન સક્સેના નહીં પરંતુ શ્રીવૈદ્ય રંજન હતાં. આમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, ગુંજન સક્સેનાની બાયૉપિકમાં ઘણા બધા ફેક્ટ્સને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આના પહેલા કરણ જોહરના પ્રોડક્શનમાં બનેલી જ્હાનવી કપૂર સ્ટારર 'ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ'ની પણ કંગના રનોટે ખાસ્સી આલોચના કરી હતી. આ ઉપરાંત કંગનાની ટીમે એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે, ટૂંક સમયમાં તેનું આ એકાઉન્ટ બ્લૉક થઈ શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો