એપશહેર

વર્ષ 2022માં હિટ થયેલા આ ગીતોએ ખૂબ જ વાહવાહી મેળવી, લોકો દિલ ખોલીને નાચ્યાં, વિવાદ પણ થયો

રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન તથા મોની રૉય સ્ટાટર ફિલ્મ 'બ્રહ્માસ્ત'નુ ગીત 'કેસરિયા' પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું. જેડા નશા સોંગ-રાતો રાત ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિય થઈ ગયું હતું. આ ગીત પર લોકોએ ખૂબ જ રીલ્સ બનાવી છે. જુગ જુગ જીયોનું નાચ પંજાબન લોકો વચ્ચે એક હીટ ગીત તરીકે ઉભરી આવ્યું. ઈન્સ્ટાગ્રામમાં રીલ અને કેટલાક વધારે સારા રીમેકમાં લાખો રચનાત્મક રીલ્સ જોવા મળી છે.

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 24 Dec 2022, 5:09 pm

હાઈલાઈટ્સ:

  • કેસરિયા ગીતને લઈ વ્યાપક પ્રમાણમાં વિવાદ પણ થયો હતો
  • શ્રીલંકાના સિંગર યોહાનીના ગીતનું લિરિક્સ ઘણા લોકોને સમજમાં ન આવ્યું, પણ આ ગીત યુટ્યુબ ખૂબ જ જોવાયું
  • નાચ પંજાબન સોંગ લગ્ન તથા પાર્ટીની પ્લેલિસ્ટમાં સૌથી ઉપર રહ્યું હતું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Song
વર્ષ 2022માં કેટલાક ગીતો ખૂબ જ લોકપ્રિય થયા અને લોકો દ્વારા તેને પસંદ કરવામાં આવ્યા છે
વર્ષ 2022 ( year 2022) પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે આ વર્ષ દરમિયાન ભારતમાં એવા ટોપ-10 ગીતો ( top 10 songs ) ખૂબ જ ચર્ચામાં રહ્યા અને ખૂબ જ લોકપ્રિય પણ સાબિત થયા. તો આ કયા ગીતો છે કે જે 2022માં થયા હિટ. આ ગીતની યાદીમાં હિન્દી ગીત (Hindi songs)થી લઈ ભોજપુરી (Bhojpuri) અને સાઉથના ગીતનો પણ સમાવેશ થાય છે.
1. કેસરિયા (Kesaria)
રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન તથા મોની રૉય સ્ટાટર ફિલ્મ 'બ્રહ્માસ્ત' (Brahmast)નુ ગીત 'કેસરિયા' પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું. આ ગીત નંબર-1 રહ્યું હતું. ગીતને અરિજિત સિંહ (Arijit Singh)એ પોતાને અવાજ આપ્યો હતો. આ ગીતને લઈ વ્યાપક પ્રમાણમાં વિવાદ પણ થયો હતો, અત્રે ઉલ્લેખનીય છે કે એક ગીતમાં રણબીર ભાગતો ભાગતો મંદિરમાં જાય છે, જોકે તે સમયે તેણે પગમાં પગરખા પહેરેલા હતા. આ ઉપરાંત અન્ય એક દ્રશ્યમાં રણબીર (Ranbir) જૂતા પહેરીને મંદિરમાં ઘંટ વગાડે છે.

2. જેડા નશા (Jeda Nasha)
જેડા નશા સોંગ-રાતો રાત ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિય થઈ ગયું હતું. આ ગીત પર લોકોએ ખૂબ જ રીલ્સ બનાવી છે. આ સોંગ આજે પણ સોશિયલ મીડિયા પર છવાયેલું છે. આ ઉપરાંત આ ગીતનું રીમેક આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ 'એન એક્શન હીરો' (Action Hero)માં પણ જોવા મળ્યું છે. આ ગીતમાં આયુષ્યમાન અને નોરા ફતેહી જોવા મળી રહ્યા છે.

3. નાચ પંજાબન (Nach Punjaban)
જુગ જુગ જીયો ( Jug Jug Jio)નું નાચ પંજાબન લોકો વચ્ચે એક હીટ ગીત તરીકે ઉભરી આવ્યું. ઈન્સ્ટાગ્રામ (Instagram)માં રીલ અને કેટલાક વધારે સારા રીમેકમાં લાખો રચનાત્મક રીલ્સ જોવા મળી છે. આ સોંગ લગ્ન તથા પાર્ટીની પ્લેલિસ્ટમાં સૌથી ઉપર રહ્યું હતું. ટાઈટલ ટ્રેકમાં અનિલ કપૂર, નીતુ કપૂર, વરુણ ધવન અને કિયારા આડવાણી પણ જોવા મળ્યા હતા.

4. મણિકે ( Manike)
શ્રીલંકાના સિંગર યોહાની (Sri Lankan singer Yohani)ના ગીતનું લિરિક્સ ઘણાબધા લોકોને સમજમાં ન આવ્યું, પણ આ ગીત યુટ્યુબ પર ખૂબ જ પ્રમાણમાં લોકો દ્વારા સાંભળવામાં આવ્યું. ફિલ્મ 'થેંક ગૉડ' પર આ ગીતનું હિન્દી વર્જન પણ બન્યું છે. નોરા ફતેહી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ ગીતને વિશેષ બનાવી દીધુ છે. મણિકેમૂવ યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં હંમેશા ટોપ પર રહે છે. દર્શકોએ આ ગીતને ખૂબ જ પસંદ કર્યું છે.

5. ભૂલ ભુલૈયા 2 (Bhool Bhulaiyaa 2)
કાર્તિક આર્યન તેના કામને લઈ ખૂબ જ જાણીતો છે, જોકે આ વર્ષે ભૂલ ભુલૈયા 2નું ટાઈટલ ટ્રેક ખૂબ જ સાંભળવ્યા મળ્યું. હજુ પણ ફેન્સ ભૂલ ભુલૈયાના સોંગ પર પોતાનો પ્રેમ વરસાવવાનું બંધ કર્યું નથી. આ ગીત પર ડાન્સ કરતા લોકો ક્યારેય થાક્યાં નથી.

6. ગંગૂબાઈ કાઠીયાવાડીનું ગીત મેરી જાન
7. જર્સીનું મૈયા મૈનુ
8.પુષ્પાનું શ્રીવલ્લી
9. વીડિયો સોંગ પસૂરી સાંગ
10. વીડિયો સોંગ નુથુનિયા

Read Next Story