એપશહેર

આવી ગયું ફિલ્મ 'નિકમ્મા'નું ટ્રેલર, Superwoman બની એક્ટ્રેસ Shilpa Shetty

આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટીના પાત્રનું નામ અવની છે જે એક્શન અને રોમાન્સ કરતી જોવા મળશે. સબ્બીર ખાન ડિરેક્ટેડ આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી ફરી એકવખત સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. અગાઉ શિલ્પા શેટ્ટી ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ 'હંગામા 2'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી સહિત એક્ટર અભિમન્યુ દાસાણી લીડ રોલમાં જોવા મળશે.

Edited byનિલય ભાવસાર | I am Gujarat 17 May 2022, 5:15 pm

હાઈલાઈટ્સ:

  • બોલિવૂડ એક્શન-કોમેડી ફિલ્મ 'નિકમ્મા'નું ટ્રેલર આવી ગયું છે.
  • જેમાં એક્ટર શિલ્પા શેટ્ટી, અભિમન્યુ દાસાણી અને શિર્લે સેતિયા મુખ્ય રોલમાં જોવા મળશે.
  • આજકાલ શિલ્પા શેટ્ટી ડિરેક્ટર રોહિત શેટ્ટીની વેબ સિરીઝ 'ઈન્ડિયન પોલીસ ફોર્સ'નું ગોવામાં શૂટિંગ કરી રહી છે.

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Nikamma trailer
આવી ગયું ફિલ્મ 'નિકમ્મા'નું ટ્રેલર, Superwoman બની એક્ટ્રેસ Shilpa Shetty
બોલિવૂડ એક્શન-કોમેડી ફિલ્મ 'નિકમ્મા'નું ટ્રેલર આવી ગયું છે. જેમાં એક્ટર શિલ્પા શેટ્ટી, અભિમન્યુ દાસાણી અને શિર્લે સેતિયા મુખ્ય રોલમાં જોવા મળશે. સબ્બિર ખાન ડિરેક્ટેડ આ ફિલ્મ વર્ષ 2017માં આવેલી તેલુગુ ફિલ્મ 'મિડલ ક્લાસ અબ્બાયી'ની રિમેક છે. તારીખ 17 જૂન, 2022ના દિવસે 'નિકમ્મા' ફિલ્મ રિલીઝ થશે.
એક નાનકડાં સર્વેમાં ભાગ લો અને મેળવો નવીનક્કોર Samsung Galaxy M32 જીતવાની તક
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી છેલ્લાં થોડા દિવસોથી સોશિયલ મીડિયા પરથી ગાયબ હતી. ત્યારે હવે શિલ્પા શેટ્ટી એક નવા જ લૂકમાં જોવા મળી રહી છે. શિલ્પા શેટ્ટીની અપકમિંગ ફિલ્મ 'નિકમ્મા'નું ટ્રેલર આવી ગયું છે. જેમાં શિલ્પા શેટ્ટી એક સુપર વુમનના લૂકમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટીના પાત્રનું નામ અવની છે જે એક્શન અને રોમાન્સ કરતી જોવા મળશે. સબ્બીર ખાન ડિરેક્ટેડ આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી ફરી એકવખત સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. અગાઉ શિલ્પા શેટ્ટી ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ 'હંગામા 2'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી સહિત એક્ટર અભિમન્યુ દાસાણી લીડ રોલમાં જોવા મળશે. આજકાલ શિલ્પા શેટ્ટી ડિરેક્ટર રોહિત શેટ્ટીની વેબ સિરીઝ 'ઈન્ડિયન પોલીસ ફોર્સ'નું ગોવામાં શૂટિંગ કરી રહી છે.

આ ફિલ્મમાં જોવા મળી રહેલો એક્ટર અભિમન્યુ દાસાણી એક્ટ્રેસ ભાગ્યશ્રી અને હિમાલય દાસાણીનો દીકરો છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિમન્યુએ જણાવ્યું હતું કે તેના પિતા નહોતા ઈચ્છતા કે તે એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવે. અભિમન્યુને બોલિવૂડમાં આવતો રોકવા માટે હિમાલયે ઘણાં પ્રયાસો કર્યા હતા, પરંતુ તેણે પરિવારની વિરુદ્ધ જઈને ઈન્ડસ્ટ્રીમાં આવવાનું નક્કી કર્યું હતું. અભિમન્યુ દાસાણી અગાઉ પણ ઘણાં સ્ટારકિડ્સ એવા છે જેમના પેરેન્ટ્સ તેમની એક્ટિંગ કરિયરની વિરુદ્ધ હતા, જો કે તે સ્ટારકિડ આજે ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી ચૂક્યા છે.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story